નથી પત્ની કે નથી બાળકો, તો પછી સલમાનની 2300 કરોડની સંપત્તિના કોણ બનશે વારસદાર? જાણો દબંગ ખાનનો જવાબ

બોલિવુડ

સલમાન ખાનની ગણતરી બોલિવૂડના સૌથી સફળ અને અમીર અભિનેતાઓમાં થાય છે. સલમાને 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે તેમાં તે સપોર્ટિંગ ભુમિકામાં જોવા મળ્યા હતા. મુખ્ય અભિનેતા તરીકે તેમની પહેલી ફિલ્મ વર્ષ 1989 માં આવેલી ‘મૈને પ્યાર કિયા’ હતી. ત્યાર પછી, સલમાને ક્યારેય પાછળ વળીને નથી જોયું અને છેલ્લા 33 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં દર્શકોનું દિલ જીતી રહ્યા છે.

સલમાનની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. તેમની જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે તો તે ઓછામાં ઓછા 100 કરોડનો બિઝનેસ જરૂર કરે છે. સલમાન પણ પોતાની દરેક ફિલ્મ માટે 50 થી 60 કરોડ રૂપિયાની ફી લે છે. સાથે જ તે બિગ બોસ અને બ્રાન્ડ-પ્રોડક્ટ્સનું પ્રમોશન કરીને પણ મોટી રકમ કમાય છે.

2300 કરોડની સંપત્તિના માલિક છે સલમાન: સલમાન ખાન પાસે લગભગ 2300 કરોડની સંપત્તિ છે. હાલના સમયમાં તે એકલા તેના માલિક છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભવિષ્યમાં આ સંપત્તિ કોને મળશે? સલમાન 55 વર્ષના થઈ ગયા છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. ભવિષ્યમાં પણ તેઓ લગ્ન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા નથી. સાથે જ તેમણે હજુ સુધી અન્ય સિંગલ સ્ટાર્સની જેમ કોઈ બાળક પણ દત્તક લીધું નથી.

આવી સ્થિતિમાં સલમાનના ચાહકોના મનમાં એ સવાલ જરૂર ઉઠે છે કે અભિનેતા પછી, તેમની આ કરોડોની સંપત્તિ કોને મળશે? તેનો સાચો વારસ કોણ હશે? તેનો જવાબ જાણીને તમને મોટો ઝટકો લાગી શકે છે. સલમાનની 2300 કરોડની સંપત્તિ કોને મળશે તેના વિશે ભાઈજાને પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.

સલમાનના ગયા પછી આ વ્યક્તિને મળશે તેમની સંપત્તિ: સલમાને પોતાની સંપત્તિ વિશે કહ્યું હતું કે, “હું લગ્ન કરું કે ન કરું, મારા ગયા પછી મારી અડધી સંપત્તિ ટ્રસ્ટમાં દાન કરવામાં આવશે. અને જો હું લગ્ન નહીં કરું તો મારી બધી સંપત્તિ ટ્રસ્ટના નામે કરવામાં આવશે.”

સલમાનના આ જવાબ એ દરેકને ચોંકાવી દીધા હતા. જોકે એ વાત કોઈથી છુપાઈ નથી કે સલમાન દાન કરવામાં ખૂબ આગળ છે. તેમના નામે ઘણા ટ્રસ્ટ ચાલે છે. તે સમયાંતરે દાન પણ કરે છે. તે જેટલા પૈસા કમાય છે, તેનો એક સારો ભાગ લોકોની ભલાઈમાં પણ લગાવે છે. એક કારણ આ પણ છે કે સલમાનને લોકો આટલા પસંદ કરે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ટૂંક સમયમાં કભી ઈદ કભી દિવાલી અને ટાઈગર 3 જેવી ફિલ્મોમાં જોવા મળશે. સાથે જ તે શાહરૂખ ખાનની પઠાન અને આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢામાં સ્પેશિયલ કેમિયો પણ કરી શકે છે.