આ લક્ઝરી ઘરના માલિક છે રજનીકાંત, સુંદરતામાં ફાઈવ સ્ટાર હોટલને પણ કરે છે ફેઈલ, જુવો તસવીરો

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમાથી લઈને હિન્દી સિનેમાની દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી ચુકેલા દિગ્ગઝ અભિનેતા રજનીકાંત તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમને સિનેમાનો સૌથી મોટો એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી હતી. રજનીકાંતે તેની લાંબી ફિલ્મી કારકીર્દિમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત ઘણા પ્રતિષ્ઠિત સમ્માન પોતાના નામે કર્યા છે.

રજનીકાંતે ફિલ્મોની દુનિયામાં જે સ્થાન મેળવ્યું છે ત્યાં સુધી પહોંચવું તેમના માટે સરળ ન હતું. ક્યારેક રજનીકાંતે કુલી તરીકે કામ કર્યું, તો ક્યારેક બસ કંડક્ટર તરીકે કામ કર્યું. ફિલ્મોમાં આવતાં પહેલાં તેને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું. જો કે પછી તે અબજો રૂપિયાની સંપત્તિના માલિક બની ગયા.

દક્ષિણ ભારતની ફિલ્મોથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર રજનીકાંતે પછીથી બોલિવૂડમાં પણ સારું કામ કર્યું. આજે આખી દુનિયામાં તેના ચાહકો છે. રજનીકાંત ભારતીય સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાં શામેલ છે. ‘થલાઇવા’ ના નામથી ઓળખ રાખતા રજનીકાંતનું તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં એક લક્ઝુરિયસ ઘર છે. ચાલો આજે અમે તમને આ બંગલાની સુંદર તસવીરો બતાવીએ.

નોંધપાત્ર વાત એ છે કે દક્ષિણ ભારતમાં રજનીકાંતને ચાહકો ભગવાનની જેમ માને છે અને તેમની પૂજા પણ કરે છે. સામાન્ય રીતે તો રજનીકાંતને આખા ભારતમાં અને આખી દુનિયામાં ઓળખવામાં આવે છે પરંતુ દક્ષિણ ભારતમાં તેમની દીવાનગીનું એક અલગ જ લેવલ છે. રજનીકાંતે ચેન્નઈમાં ખૂબ જ સુંદર ઘર બનાવ્યું છે. તે જોવામાં ખૂબ જ લઝુરિયસ લાગે છે.

રજનીકાંતનું આ ઘર સંપૂર્ણપણે સફેદ રંગમાં રંગાયેલું છે. તે જોવામાં કોઈ લક્ઝુરિયસ ફાઇવ સ્ટાર હોટલ જેવું લાગે છે. રજનીકાંતે તેના ઘરમાં પરંપરાગત અને ક્લાસિક ચીજોને વધુ જગ્યા આપી છે.

ઘરમાં ગાર્ડન એરિયા પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં નજર કરો ત્યાં હરિયાળી જ હરિયાળી જોવા મળશે. રજનીકાંતનું આ ઘર બહારથી અને અંદરથી બંને બાજુથી ખૂબ સુંદર છે. આ ઘરમાં એશ-ઓ આરામની દરેક ચીજો હાજર છે. ઘરનો બેડરૂમ એરિયા કોઈને પણ સરળતાથી પોત્તાની તરફ આકર્ષિત કરી લે છે.

ઘરની સાથે, ઘરની અંદર જવાનો રસ્તો પણ ખૂબ જ સુંદર છે. તેમાં સફેદ રંગના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરનું કિચન પણ સંપૂર્ણપણે સફેદ રંગમાં રંગવામાં આવ્યું છે. ઘરનું કિચન ફાઈવ સ્ટાર હોટલને પણ ફેઈલ કરે છે.

આ રજનીકાંતના ઘરના બાથરૂમની તસવીર છે. તેને જોઈને તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બને છે. આ છે રજનીકાંતના ઘરનો સુંદર લિવિંગ રૂમ. જ્યાંથી બહાર નજારો પણ સ્પષ્ટ દેખાય છે. લિવિંગ રૂમ કાળા રંગના સોફાથી સજ્જ છે.

નોંધપાત્ર વાત એ છે કે રજનીકાંતની ફિલ્મી કારકિર્દીની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મોથી થઈ હતી. રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે, ફિલ્મોમાં એન્ટ્રીની સાથે તેણે પોતાનું નામ બદલ્યું હતું. રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950 ના રોજ કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં થયો હતો. રજનીકાંતની ફિલ્મી કારકીર્દિની શરૂઆત વર્ષ 1975 માં આવેલી ફિલ્મ ‘અપૂર્વા રાગાંગલ’થી થઈ હતી.

1983 માં બોલિવૂડમાં લીધી એન્ટ્રી: રજનીકાંતે ટૂંક સમયમાં બોલીવુડમાં પણ એન્ટ્રી લીધી હતી. રજનીકાંતની બોલિવૂડ કારકીર્દિની શરૂઆત વર્ષ 1983 માં થઈ હતી. તેમની પહેલી હિન્દી ફિલ્મ આંધા કાનૂન હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિની જેવા દિગ્ગજ સ્ટાર્સ પણ હતા. આ ફિલ્મનું દિગ્દર્શન તાતિનેની રામા રાવે કર્યું હતું. દક્ષિણ ભારતીય સિનેમા ઉપરાંત બોલિવૂડના દર્શકો પણ રજનીકાંતને પસંદ કરે છે. રજનીકાંતે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

2 thoughts on “આ લક્ઝરી ઘરના માલિક છે રજનીકાંત, સુંદરતામાં ફાઈવ સ્ટાર હોટલને પણ કરે છે ફેઈલ, જુવો તસવીરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *