જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે રાજકુમાર રાવ, એક ફિલ્મ કરવા માટે લે છે આટલા અધધધ કરોડની ફી

બોલિવુડ

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ ઈંડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતાઓમાં શામેલ થાય છે. તે પોતાની એક્ટિંગથી કોઈ પણ પાત્રમાં જીવ લાવી દે છે. રાજકુમારે તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કર્યા છે.

 

બંનેના લગ્નના સમાચાર અને તસવીરોથી ઈંટરનેટ ભરેલું પડ્યું છે. તેથી આ લેખમાં અમે તમને આ લગ્ન વિશે નહીં પરંતુ રાજકુમાર રાવની કુલ સંપતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને જણાવીશું કે રાજકુમાર રાવની કુલ સંપતિ કેટલી છે અને અભિનેતા પ્રતિ ફિલ્મ કેટલા પૈસા ચાર્જ કરે છે.

 

 

રાજકુમાર રાવે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોકા’થી કરી હતી. 37 વર્ષના રાજકુમાર રાવ હાલમાં 6 મિલિયનની કુલ સંપતિ ધરાવે છે. એટલે કે આ અભિનેતા આજની તારીખમાં 44 કરોડ રૂપિયાની કુલ સંપતિના માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો રાજકુમાર રાવ આજે એક ફિલ્મ માટે 4-5 કરોડની વચ્ચે રૂપિયા લે છે. સાથે જ અભિનેતાના બ્રાંડ એંડોર્સમેંટની વાત કરીએ તો અભિનેતા તેના માટે પ્રતિ બ્રાંડ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

રાજકુમાર રાવ જે બ્રાંડના એંબેસેડર છે તેમાં Actimaxx, bewakoof.com અને Cashify જેવા નામ શામેલ છે. આ સાથે જ જો રાજકુમાર રાવની ગાડીઓના કલેક્શન વિશે વાત કરીએ તો અભિનેતા પાસે એકથી એક ચઢિયાતી લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે.

અભિનેતા પાસે 70 લાખની કિંમતની ઓડી ક્યૂ 7ની સાથે જ 30 થી 60 લાખ રૂપિયાની કિંમતની મર્સિડીઝ સીએલએ 200 કાર છે. આ સાથે જ રાજકુમાર રાવ પાસે હાર્લી ડેવિડસન ફેટ બોય મોટરસાઈકલ પણ છે જેની કિંમત લગભગ 19 લાખ રૂપિયાની આસપાસ છે.

 

તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવ અને પત્રલેખા છેવટે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. આ કપલના લગ્ન ચંદીગઢની સેવન સ્ટાર ઓબેરોય સુખવિલાસ હોટેલમાં પરિવાર, મિત્રો અને કેટલાક બોલીવુડના સેલેબ્સની હાજરીમાં પૂર્ણ થયા છે. રાજકુમારે ગ્લેમર ઈંડસ્ટ્રીમાં વધુ મિત્રો નથી બનાવ્યા. તેમના ખૂબ જ પર્સનલ અને નજીકના મિત્રો આ લગ્નમાં શામેલ થયા હતા. જેમાં હુમા કુરેશી અને સાકિબ સલીમનું નામ પણ શામેલ છે. ફરાહ ખાન પણ લગ્નમાં શામેલ થવા પહોંચી છે.

 

નોંધપાત્ર વાત એ છે કે રાજકુમાર રાવ અને પત્રલેખા છેલ્લા 11 વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને ઘણા દિવસોથી લિવિનમાં પણ રહેતા હતા. ફિલ્મ ‘સિટીલાઈટ્સ’માં કપલ તરીકે દેખાતા રાજકુમાર રાવ અને પત્રલેખાએ તેમણે વેબ સિરીઝ ‘બોસઃ ડેડ/અલાઈવ’માં પણ સાથે કામ કર્યું હતું. બંનેએ પોતાના લગ્ન ખૂબ જ પ્રાઈવેટ જ રાખ્યા હતા.

 

લગ્ન થયા પછી અભિનેતાએ સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક પસંદગીની તસવીરો શેર કરતા લખ્યું, ‘આખરે 11 વર્ષના પ્રેમ, રોમાંસ, મિત્રતા અને મસ્તી પછી આજે મેં મારી દરેક ચીજ સાથે લગ્ન કરી લીધા, મારી આત્મા, મારી સૌથી સારી મિત્ર, મારો પરિવાર. આજે મારા માટે તમારા પતિ કહેવાથી મોટી કોઈ ખુશી નથી @patralekhaa તમે અહીં હંમેશા માટે છો.. અને તેનાથી આગળ પણ.’


વાત જો વર્ક ફ્રન્ટની કરીએ તો રાજકુમાર રાવ ટૂંક સમયમાં અભિનેત્રી ભૂમિ પેડનેકર સાથે કોમેડી ફિલ્મ ‘બધાઈ દો’માં જોવા મળશે. સાથે જ અભિનેતા પાસે એક તેલુગુ ફિલ્મ HIT: The First Case ની હિંદી રિમેક પણ છે. રાજકુમાર રાવની ફિલ્મ ‘હમ દો હમારે દો’ થોડા દિવસો પહેલા જ રીલિઝ થઈ છે.