આ 7 સ્ટાર્સે જાતે જ પોતાના પગ પર મારી હતી કુહાડી, આ ભૂલને કારણે બરબાદ કરી નાખી પોતાની કારકિર્દી

બોલિવુડ

હિન્દી સિનેમામાં સરળતાથી કોઈને પણ સફળતા મળી શકતી નથી. આ માટે ખૂબ મેહનત કરવી પડે છે. બીજી બાજુ કલાકારોની સારી કારકીર્દિ બગાડવામાં પણ વધારે સમય લાગતો નથી. ઘણા એવા બોલિવૂડ સ્ટાર્સ છે જેમણે પોતાની ભૂલોને કારણે પોતાની સારી કારકિર્દીને બરબાદ કરી નાખી હતી. ચાલો આજે એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જાણીએ.

અભિજિત ભટ્ટાચાર્ય: અભિજિત ભટ્ટાચાર્યના અવાજના લાખો લોકો દિવાના છે. તે આલ્બમની સાથે ફિલ્મો માટે પણ ગાતો હતો. એક સમયે તે શાહરૂખ ખાન અને સલમાન ખાનનો અવાજ હતા, જોકે કારકિર્દીમાં સફળતા મેળવ્યા પછી તે કદાચ ઘમંડની પકડમાં આવી ગયા હતા અને ઘણી મુલાકાતોમાં તેણે પોતાનો અવાજ આપનારા અભિનેતાઓની ટીકા કરવાનું શરૂ કર્યું હતું. પરિણામ એ આવ્યું કે આ મોટા સિંગરે જાતે જ પોતાની કારકીર્દિને પોતાના હાથથી બગાડી.

ફરદીન ખાન: ફરદીન ખાનની ફિલ્મ કારકીર્દિની જ્યારે શરૂઆત થઈ, ત્યારે લોકોને લાગ્યું કે તે લાંબી રેસનો ઘોડો સાબિત થશે, જોકે આવું કંઈ થયું નથી. ચાર્મિંગ લુકને કારણે તેણે એક અલગ ઓળખ બનાવી હતી, જોકે ફરદીનનું નામ વર્ષ 2001 માં ડ્રગ્સના કેસમાં સામે આવ્યું હતું અને ત્યાર પછી તેની કારકિર્દી સારી ન રહી.

મમતા કુલકર્ણી: હવે વાત કરીએ તે સમયની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી મમતા કુલકર્ણીની. મમતા માટે અંડરવર્લ્ડ સાથે નિકટતા વધારવી ખૂબ મોંઘું પડ્યું હતું. તેનું નામ તો બગડ્યું સાથે જ તેની બોલિવૂડ કારકિર્દી પણ બરબાદ થઈ ગઈ. શરૂઆતમાં તેનું નામ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે જોડાયું હતું, ત્યાર પછી તેનું નામ વિજય ગોસ્વામી સાથે જોડાયું હતું. ધીરે ધીરે બોલિવૂડની ટોપ અભિનેત્રી મમતા કુલકર્ણીની કારકિર્દી બરાબાદ થઈ ગઈ.

શાઈની આહુજા: શાઈની આહુજા એ અભિનેત્રી કંગના રનૌત સાથે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2009 માં શાઈની પર તેની નોકરાણી પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો અને આ ઘટનાએ શાઇનીને જેલની હવા પણ ખવડાવી દીધી હતી. આ સાથે તેની કારકિર્દી પણ બરબાદ થઈ ગઈ.

શક્તિ કપૂર: દિગ્ગઝ અભિનેતા શક્તિ કપૂર હવે ફિલ્મોમાં જોવા મળતા નથી. તેમના સમયમાં શક્તિએ વિલન બનીને અને કોમેડી પાત્રો નિભાવીને ઘણી સફળતા મેળવી હતી, પરંતુ વર્ષ 2006 માં તેના પર સેક્શુઅલ હેરેસમેંટનો આરોપ લાગ્યો હતો અને ત્યાર પછી તેની કારકિર્દી બરબાદ થતી ગઈ.

વિવેક ઓબેરોય: વિવેક ઓબેરોયે હિન્દી સિનેમામાં જોરદાર એન્ટ્રી કરી હતી. વિવેક વિશે એવું કહેવામાં આવતું હતું કે તે એક મોટો સ્ટાર બનશે. પરંતુ તે દિવસોમાં તેણે સલમાન ખાન સાથે લડાઈ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે સલમાન સાથેના બ્રેકઅપ પછી એશ્વર્યા રાયનું નામ વિવેક સાથે જોડાયું હતું. સલમાન તેનાથી નારાજ હતો અને બંને અભિનેતાઓ વચ્ચે વિવાદ થયો હતો. આગળ જઈને વિવેકની કારકિર્દી અટકી ગઈ.

મોનિકા બેદી: મોનિકા બેદીની કારકિર્દી અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમ સાથે નામ જોડાવાને કારણે બરબાદ થઈ ગઈ હતી. મોનિકા બેદી અબુ સાથે રિલેશનશિપમાં હતી. બનાવટી પાસપોર્ટ કેસને કારણે તેને જેલ હવા પણ ખાવી પડી હતી. આગળ જઈને તે બોલીવુડનો ગુમનામ ચહેરો બની ગઈ.