વર્ષમાં માત્ર 5 કલાક જ ખુલે છે આ મંદિરના દરવાજા, અચાનક પ્રગટે છે ચમત્કારી જ્યોત, વાંચો આ મંદિર સાથે જોડાયેલી કથા

ધાર્મિક

ભારતમાં ઘણાં મંદિરો આવેલા છે, જે ખૂબ પ્રાચીન છે. દૂર-દૂરથી લોકો આ મંદિરોમાં આવીને ભગવાનના દર્શન કરે છે. આ મંદિરો લગભગ દરરોજ ખુલ્લા રહે છે. જોકે એક એવું પણ પ્રાચીન મંદિર ભારતમાં આવેલું છે, જે વર્ષમાં માત્ર પાંચ કલાક માટે ખુલ્લું રહે છે. આ અનોખું મંદિર છત્તીસગઢમાં છે. આ મંદિરનું નામ નિરઈ માતા મંદિર છે. મંદિરના દરવાજા માત્ર કેટલીક કલાકો માટે ભક્તો માટે ખોલવામાં આવે છે.

કરોડો લોકોની આસ્થા નિરઈ માતા મંદિર પર છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો આવીને માતાના દર્શન કરે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં આવીને માતાની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. જો કે, આ મંદિર વર્ષમાં માત્ર પાંચ કલાક માટે જ ખોલવામાં આવે છે. તેથી જ્યારે પણ આ મંદિર ખુલે છે તો મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે.

આ મંદિર સાથે અનેક પ્રકારના નિયમો જોડાયેલા છે અને આ નિયમો હેઠળ માતાને નાળિયેર અને અગરબત્તી જ ચળાવી શકાય છે. આ ઉપરાંત કોઈ અન્ય ચીજ માતાને ચળાવવાની મનાઈ છે. આ મંદિર માત્ર ચૈત્ર નવરાત્રીમાં જ ખોલવામાં આવે છે. આ મંદિર દિવસમાં માત્ર 5 કલાક માટે ખુલ્લું રહે છે. મંદિરને માત્ર એક દિવસ સવારે 4 વાગ્યે ખોલવામાં આવે છે અને સવારે 9 વાગ્યે બંધ કરવામાં આવે છે. પછી એક વર્ષ પછી તેને ખોલવામાં આવે છે.

વર્ષમાં માત્ર એક જ દિવસ મંદિર ખુલવાના કારણે હજારો લોકો અહીં આવે છે. સાથે જ વર્ષમાં માત્ર એક દિવસ જ મંદિર ખોલવા પાછળ એક વિશેષ કારણ જણાવવામાં આવે છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ આ મંદિર નિરઈ માતાને સમર્પિત છે. દર વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા તેની જ્યોત પ્રગટાવે છે. આ જ્યોત વર્ષમાં માત્ર એક વખત જ પ્રગટે છે અને પછી તે જાતે જ બુઝાઈ જાય છે. જેના કારણે આ મંદિર ત્યારે જ ખોલવામાં આવે છે જ્યારે આ જ્યોત પ્રગટે છે.

ભક્તો આ મંદિરમાં આવીને જ્યોતના દર્શન કરે છે. જોકે આ ચમત્કાર કેવી રીતે થાય છે તે આજ સુધી સામે આવ્યું નથી. ગામલોકોનું કહેવું છે કે માત્ર નિરઈ દેવી જ આ જ્યોત પ્રગટાવે છે. આ જ્યોત તેલ વગર નવ દિવસ સુધી પ્રગટતી રહે છે. જે લોકો આ જ્યોતના દર્શન કરે છે તેમની દરેક ઈચ્છા માતા પૂર્ણ કરે છે.

સ્ત્રીઓ નથી કરતી પૂજા: નિરઈતા માતા મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશ કરવાની મંજૂરી નથી અને ન તો તેમના દ્વારા અહીં પૂજા થઈ શકે છે. આવી સ્થિતિમાં માત્ર પુરૂષો જ પૂજા કરે છે. આટલું જ નહીં, મંદિરમાં જે પ્રસાદ આપવામાં આવે છે તે પણ સ્ત્રીઓને આપવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રી મંદિરના પ્રસાદને ખાઈ લે છે. તો તેના જીવનનો ખરાબ તબક્કો શરૂ થઈ જાય છે અને તેની સાથે અયોગ્ય ચીજો થવા લાગે છે. જેના કારણે સ્ત્રીઓ આ મંદિરના પ્રસાદને સ્પર્શ પણ નથી કરતી.