ન સસરા-નણંદ, ન ભાઈ-ભાભી, ઈંસ્ટાગ્રામ પર માત્ર આ એક વ્યક્તિને ફોલો કરે છે એશ્વર્યા

બોલિવુડ

હિન્દી સિનેમાની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીઓમાંની એક, એશ્વર્યા રાય બચ્ચન તેની દરેક ચીજ માટે ખૂબ જ ચર્ચામાં રહે છે. પોતાની એક્ટિંગ અને ફિલ્મોની સાથે દુનિયાભરમાં એશ્વર્યાએ પોતાની ગજબની સુંદરતાથી પણ નામ કમાવ્યું છે.

એશ્વર્યા રાય બચ્ચન ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે. વર્ષ 2018 માં, એશ્વર્યા રાય બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી લીધી હતી. તેને ઇન્સ્ટાગ્રામ પર 93 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે અને તે આજ સુધી 256 પોસ્ટ કરી ચુકી છે. જોકે એશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. તે વ્યક્તિ તેના માટે ખૂબ જ ખાસ છે. ચાલો જાણીએ કે તે વ્યક્તિ કોણ છે?

ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વર્ષમાં એશ્વર્યાના 9 મિલિયનથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરીએ તો આ વાતની જાણ થાય છે કે, 93 લાખથી વધુ લોકો દ્વારા ઈંસ્ટાગ્રામ પર ફોલો કરનારી એશ્વર્યા માત્ર એક વ્યક્તિને ફોલો કરે છે અને તે છે એશ્વર્યાના પતિ અભિનેતા અભિષેક બચ્ચન.

જ્યારથી એશ્વર્યાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન થયું છે ત્યારથી તે ઇન્સ્ટાગ્રામ પર માત્ર તેના પતિ અભિષેકને જ ફોલો કરી રહી છે. તેનાથી એ પણ સ્પષ્ટ થા છે કે એશ્વર્યા તેના પતિને કેટલો પ્રેમ કરે છે. આમ જ નહિં આ કપલ બોલીવુડની સૌથી પ્રખ્યાત જોડીઓમાંની એક છે.

થોડી આશ્ચર્યજનક વાત છે કે એશ્વર્યા તેના સસરા સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેની નણંદ શ્વેતા બચ્ચનને ફોલો કરતી નથી. અને પરિવારના કોઈ અન્ય સભ્યને પણ નહિં. તેના સાસરીયા પક્ષના લોકોની સાથે, એશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર તેના પિયરના લોકોને પણ ફોલો નથી કરતી.

એશ્વર્યાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો તેની પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તે તેના પરિવારની ખૂબ નજીક છે. તે ઘણીવાર તેની પુત્રી સાથે તેમજ પરિવારના અન્ય સભ્યો સાથેની તસવીર શેર કરે છે. કોઈ ખુશીનો પ્રસંગ હોય કે ઉત્સવ હોય, એશ્વર્યા સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરતી રહે છે અને તેના ચાહકોને શુભેચ્છાઓ આપે છે.

જ્યારે એશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર માત્ર પતિ અભિષેક બચ્ચનને ફોલો કરે છે, તો અભિષેક ઇન્સ્ટાગ્રામ પર 326 લોકોને ફોલો કરે છે. તેમાં એશ્વર્યા પણ શામેલ છે. અભિષેકે અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામથી 1020 પોસ્ટ્સ પોસ્ટ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 7 મિલિયનથી વધુ ફોલોવર્સ છે.

માતાને આપી જન્મદિવસની શુભેચ્છા: 2 દિવસ પહેલા જ એશ્વર્યા રાય બચ્ચનની માતાનો 70 મો જન્મદિવસ હતો. એશ્વર્યાએ તેની માતાને ઈન્સ્ટાગ્રામ દ્વારા જન્મદિવસની શુભકામના આપી હતી. અનેક તસવીરો શેર કરીને એશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું હતું કે, “70 મા જન્મદિવસની શુભેચ્છા સૌથી પ્યારી માઁ. અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તમે અમારી દુનિયા છો, ભગવાન તમારું ભલું કરે અમારી પરી.”

વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત એશ્વર્યા વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ફન્ને ખાનમાં જોવા મળી હતી. આ પહેલા તે વર્ષ 2016 માં આવેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશકિલ’માં રણબીર કપૂર સાથે જોવા મળી હતી. બંનેના ફિલ્મોમાં ખૂબ જ એંટીમેટ સીન જોવા મલ્યા હતા. એશ્વર્યા આવનારા દિવસોમાં મણિરત્નમની ફિલ્મમાં જોવા મળશે.