સૌરભ ગાંગુલીની આ શરત માનીને જ બાયોપિકમાં રિતિક નિભાવી શકે છે ‘દાદા’ ની ભુમિકા, જાણો શું છે તે શરત

બોલિવુડ

એક્ટ્રેસ નેહા ધૂપિયાનો શો નો ફિલ્ટર નેહામાં ઘણીવાર સેલિબ્રેટીજ નેહાના મહેમાન બનતા રહે છે સેલેબ્સ નેહાના શોમાં તેના જીવન સાથે જોડાયેલી અનેક મનોરંજક અને રસપ્રદ બાબતો શેર કરે છે. આ જ એપિસોડમાં, નો ફિલ્ટર નેહાના તાજેતરના એપિસોડમાં ભારતીય ક્રિકેટ ટીમના દાદા કહેવાતા સૌરવ ગાંગુલી મહેમાન બન્યા હતા. આમાં તેણે પોતાના સાથી ખેલાડીઓ વિશે ખુલીને વાત કરી હતી, આ ઉપરાંત તેમાણે તેના અંગત જીવન વિશે ઘણી રસપ્રદ વાતો કહી હતી.તે જ સમયે, જ્યારે નેહા ધૂપિયાએ ગંગુલીની બાયોપિકમાં રિતિક રોશનના કામ અંગે સવાલ ઉઠાવ્યો, ત્યારે દાદાએ રિતિક રોશન માટે ઘણી મનોરંજક શરત રાખી. ચાલો જાણીએ શું કહ્યું દાદાએ.

દાદાએ રિતિક રોશનની સામે રાખી આ શરત:હકીકતમાં નેહા ધૂપિયાએ દાદાને પૂછ્યું કે શું તમારી કોઈ બાયોપિક બનાવવામાં આવી રહી છે? નેહાનો આ સવાલ સાંભળીને દાદાએ પૂછ્યું કે તમને શું લાગે છે કે મારી ભૂમિકા કોણ નિભાવી શકે? નેહા ધૂપિયાએ જવાબ આપ્યો કે મને લાગે છે કે રિતિક રોશન. નેહાનો આ જવાબ સાંભળીને દાદાએ કહ્યું કે પહેલા તેમણે મારા જેવી બોડી બનાવવી પડશે. દાદાએ કહ્યું કે રિતિકની બોડીને જોઈને લોકો ઘણી વાર કહેતા હોય છે કે તે કેટલો હેન્ડસમ છે, કેટલો ગુડલુકિંગ છે, પરંતુ રિતિક રોશનને શરૂઆત કરતા પહેલા મારા જેવી બોડી બનાવવી પડશે.આટલું જ નહીં, દાદાએ નેહાના તમામ પ્રશ્નોના જવાબ સારી રીતે આપ્યા છે.

જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી સૌરવ ગાંગુલીની બાયોપિક અંગે અટકળો ચાલી રહી છે. જોકે, આ ફિલ્મ અંગે હજી સુધી કોઈ ઓફિસિયલ જાણ કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે શું સાચે સૌરવ ગાંગુલીની બાયોપિક આવશે કે કેમ? જો આવું થાય, તો તે તેમના ચાહકો માટે એક મોટી ભેટ હશે.

સૌરવ ગાંગુલીએ યુવરાજ સિંહ વિશે કર્યા ઘણા મોટા ખુલાસા:નેહાએ સૌરવ ગાંગુલીને પૂછ્યું કે તે કોણ છે કે જે આખી રાત પાર્ટી કરી શકે? આ પર સમય લીધા વિના દાદાએ યુવરાજસિંહનું નામ લીધું. આ પછી નેહાએ પૂછ્યું કે એવું કોણ છે, જેનું સૌથી ખરાબ ડ્રેસિંગ સેન્સ છે? નેહાના સવાલનો જવાબ પણ યુવરાજ સિંહ હતો. આ સિવાય નેહા ધૂપિયાએ પૂછ્યું કે કોણ છે જે એક્ટર બની શકે છે? આ વિશે પણ, દાદાએ તાપકથી યુવઝરસિંહનું નામ લીધું. જણાવી દઈએ કે નેહા અને દાદાની આ વાતચીતનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે, સાથે સાથે વીડિયો પર જોરદાર કમેન્ટ્સ પણ આવી રહી છે. જણાવી દઈએ કે આજ સુધી નેહા અને દાદાનો આ વીડિયો 50 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

3 thoughts on “સૌરભ ગાંગુલીની આ શરત માનીને જ બાયોપિકમાં રિતિક નિભાવી શકે છે ‘દાદા’ ની ભુમિકા, જાણો શું છે તે શરત

  1. Pingback: roof skylight
  2. Pingback: สล็อต

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *