ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર નવી પ્રેમ કહાનીઓ જન્મે છે. બોલીવુડ સ્ટાર્સ તેમના લગ્ન કરતા વધારે તેમના એકસ્ટ્રા મેરિટલ અફેયરને લઈને હેડલાઇન્સ બનાવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્સ્ટ્રા મેરીટલ અફેરના ઘણા કિસ્સા તમે અત્યાર સુધીમાં સાંભળ્યા હશે. આ લિસ્ટમાં મોટા-મોટા નામ શામેલ છે, જેમણે લગ્ન કર્યા પછી પ્રેમ કર્યો. અમિતાભ બચ્ચન, દિલીપકુમાર, ધર્મેન્દ્ર, આમિર ખાન, અજય દેવગણથી માંડીને રિતિક રોશન સુધી ઘણા એવા સ્ટાર્સ છે, જેઓ પરણિત હોવા છતા બીજી અભિનેત્રીને દિલ આપી ચુક્યા હતા. જો કે, ઇન્ડસ્ટ્રીમાં કેટલાક સ્ટાર્સ એવા પણ છે, જેઓ લગ્ન પછી પત્ની ભક્તો બની રહ્યા અને તેમની પત્ની સિવાય બીજા કોઈને દિલ ન આપ્યું. આજની આ પોસ્ટમાં, અમે તમને આવા સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ.
અભિષેક બચ્ચન: અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયને ઇન્ડસ્ટ્રીમાં આદર્શ કપલ માનવામાં આવે છે. એશ્વર્યા સાથે લગ્ન કરતા પહેલા અભિષેક બચ્ચનનું નામ બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને રાની મુખર્જી સાથે જોડાયું હતું. જો કે કરિશ્મા અને અભિષેકની સગાઈ પણ થઈ હતી, પરંતુ થોડા મહિના પછી તેમનો સંબંધ તૂટી ગયો હતો. રાની મુખર્જી પણ બચ્ચન પરિવારની પુત્રવધૂ બનવાની ઇચ્છતી હતી, પરંતુ બાજી એશ્વર્યા રાય રમી ગઈ. એશ્વર્યા સાથે લગ્ન કર્યા પછી, અભિષેક એક સંપૂર્ણ ફેમિલી મેન બની ગયા છે. અભિષેક માટે તેની પત્ની એશ્વર્યા અને પુત્રી આરાધ્યા જ બધુ છે.
બોબી દેઓલ: બોબી દેઓલ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. લગ્ન પછી પણ બોબીના પિતા ધર્મેન્દ્ર અને ભાઈ સન્ની દેઓલના અફેર રહ્યા છે. જોકે, આ કેસમાં બોબી તેની પત્ની તાન્યા પ્રત્યે લોયલ રહ્યા છે. બંનેના લગ્નને 24 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ આ દરમિયાન બોબીનું કોઈ અન્ય મહિલા સાથેના અફેરના સમાચાર બહાર આવ્યા નથી. બોબી અને તાન્યાના લવ મેરેજ થયા હતા. બોબી તાન્યાને ખૂબ જ પ્રેમ કરે છે. એટલું જ નહીં, તાન્યાને હોમ ડેકોર પ્રોફેશનમાં પણ બોબી તેમને સપોર્ટ કરે છે.
સુનીલ શેટ્ટી: સુનીલ શેટ્ટીના લગ્ન માના કાદરી સાથે થયા છે. બંનેના લગ્નને 29 વર્ષ થયાં છે, પરંતુ આ સમય દરમિયાન સુનીલનું દિલ કોઈ પણ અન્ય અભિનેત્રી પર ગયું નથી. 90 ના દાયકામાં સુનીલ શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત હીરો તરીકે ઓળખાતા હતા. સુનીલનાની પર્સનાલિટી પર છોકરીઓ મરતી હતી. તેના ચાહકોના લિસ્ટમાં સોનાલી બેન્દ્રેનું નામ પણ શામેલ હતું. આ જાણતા હોવા છતા કે સુનીલ પરિણીત છે છતા પણ સોનાલીને તેમની સાથે પ્રેમ થયો હતો. સુનિલ તેની પત્ની માનાને એટલો પ્રેમ કરે છે કે તેણે સોનાલી સાથે માત્ર મિત્રતા સુધીનો જ સંબંધ રાખ્યો હતો.
સોનુ સૂદ: સોનુ સૂદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો નહીં પણ વિલન તરીકે ઓળખાય છે. જો કે, કોરોના વાયરસને કારણે, લોકડનમાં સોનુ એક રિયલ લાઈફ હીરો બની ગયા છે. સોનુની પત્નીનું નામ સોનાલી છે, જેને તે ખૂબ જ પ્રેમ કરે છે. ફિલ્મોમાં આવતા પહેલા સોનુ સૂદે સોનાલી સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવ્યા પછી પણ સોનુનું દિલ કોઈ અન્ય અભિનેત્રી પર આવ્યું નથી. સોનુ અને સોનાલીના લગ્નને 25 વર્ષ થયા છે અને આજે પણ તે બંને એક બીજાને ખૂબ જ પ્રેમ કરે છે.
શાહિદ કપૂર: લોયલ પતિના લિસ્ટની વાત કરીએ તો શાહિદ કપૂરનું નામ તેમાં ચોક્કસપણે આવશે. શાહિદની ધર્મ પત્નીનું નામ મીરા રાજપૂત છે. મીરાની એન્ટ્રી જ્યારે શાહિદના જીવનમાં થઈ, ત્યારે બોલિવૂડના આ મિસ્ટર કોસાનેવા પણ પરફેક્ટ પતિ બની ગયા. મીરા રાજપૂત સાથે લગ્ન કરતા પહેલા શાહિદનું નામ બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીઓ જેમ કે પ્રિયંકા ચોપરા, કરીના કપૂર અને વિદ્યા બાલન સાથે જોડાયું હતું. જો કે લગ્ન પછી શાહિદ તેની પત્ની મીરા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે અને આવનવાર સોશ્યલ મીડિયા પર પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરે છે.
રિતેશ દેશમુખ: રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝાની જોડી બોલીવુડની સૌથી ક્યૂટેસ્ટ જોડી છે. બંનેની જોડીને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે. જેનીલિયા અને રિતેશે એક સાથે ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. બંને લગ્ન પહેલા 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. જેનીલિયા અને રિતેશનાં લગ્નને 8 વર્ષ વીતી ગયાં છે અને આજે પણ આ કપલ એકબીજા પર જાન છિડકે છે. લગ્નના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ રિતેશના કોઈ અન્ય અભિનેત્રી સાથેના અફેયરના સમાચાર આવ્યા નથી. આ કપલ બાકીની કપલ માટે પરફેક્ટ કપલ ગોલ સેટ કરે છે.
sexygame66
sa
เซ๊กซี่บาคาร่า
jokerslot
ufa
ยูฟ่าเบท
sexygame
sagame
live22
918kiss
superslot
doglotto
sagame1688
sexybaccarat
jili slot
allbet
ae sexy
pragmatic
afb
สล็อตโรม่า
sweetbonanza
pgsoft
sagame350
joker123
spadegaming
wmcasino
sagame77
สล็อต666
slotv9
xlot1688
thailotto
siamlotto
ltobet
แทงหวย24
สล็อตเว็บตรง
ทัวร์ปอยเปต
บุหรี่ไฟฟ้า
967524 228984Thanks for providing such a fantastic post, it was excellent and very informative. It is my first time that I go to here. I identified plenty of informative stuff inside your write-up. Keep it up. Thank you. 628326