એક સમયે રામલીલામાં ગાવા માટે સોનૂ નિગમને મળતા હતા માત્ર 5 રૂપિયા, આજે છે આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ સિંગર સોનુ નિગમ આજે તેનો 48 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. સંગીતની દુનિયામાં મોટું નામ કમાવનાર સોનુ નિગમનો જન્મ 30 જુલાઈ 1973 ના રોજ ફરીદાબાદમાં થયો હતો. તેમની ગણતરી સિનેમાના અત્યાર સુધીના ચર્ચિત, લોકપ્રિય અને સફળ સિંગરમાંથી એક તરીકે થાય છે. ચાલો આજે તમને સોનુ નિગમના 48 માં જન્મદિવસ પ્રસંગ પર તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો વિશે જણાવીએ.

નિગમ આજે ભલે કરોડો રૂપિયાના માલિક છે અને તે એક લક્ઝરી જીવન જીવતા હોય પરંતુ એક સમયે તે રામલીલામાં ગાતો હતો. તેમનું બાળપણ એક મધ્યમ વર્ગના પરિવારમાં પસાર થયું છે. સંગીત પ્રત્યે તે શરૂઆતથી જ જુનીની હતો અને તેમણે નાની ઉંમરમાં જ ગાવાનું શરૂ કરી દીધું હતું.

સોનુ નિગમે એક સિંગર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત લગ્નની પાર્ટીઓ અને સ્ટેઝ પ્રોગ્રામમાં ગાઈને કરી હતી. નોંધપાત્ર છે કે સોનુ નિગમના પિતા અગમ નિગમ પણ એક શ્રેષ્ઠ સિંગર છે. સોનુએ માત્ર 4 વર્ષની ઉંમરમાં તેના પિતા સાથે એક પ્રોગ્રામમાં સ્ટેજ પર ‘ક્યા હુવા તેરા વાદા’ ગીત ગાયું હતું. ત્યાર પછી તો સોનુ તેના પિતા સાથે અવારનવાર લગ્ન અને પાર્ટીઓમાં ભાગ લેવા લાગ્યા અને તેના પિતા સાથે ગીત ગાવા લાગ્યા.

કહેવાય છે કે સોનુ નિગમ દિલ્હીમાં રામલીલામાં પણ ગાતો હતો અને બદલામાં તેને માત્ર 5 રૂપિયા મળતા હતા. એક સમયે એક ગીત માટે માત્ર 5 રૂપિયા મેળવનાર સોનુ નિગમે 90 ના દાયકામાં બોલિવૂડમાં ધૂમ મચાવી હતી. તેમણે પોતાના મધુર અવાજથી દરેકને પોતાના દિવાના બનાવી લીધા હતા અને આજ સુધી તેમના ચાહકો તેમના અદ્ભુત ગીત સાંભળે છે. તે આજે પણ બોલીવુડમાં એક્ટિવ છે અને તેના ચાહકો આતુરતાથી તેના ગીતની રાહ જુવે છે.

સોનૂ નિગમે વર્ષ 1995 માં આવેલા ટીવી શો ‘સારેગામા’ ને હોસ્ટ કર્યો હતો અને તેણે તેમને મોટી ઓળખ અપાવી હતી. સોનુ આ દરમિયાન દિગ્ગઝ અને દિવંગત સિંગર અને તે સમયે ટી સીરિઝના માલિક ગુલશન કુમારને મળ્યો હતો. ગુલશન કુમારે સોનુ નિગમને એક ફિલ્મ ‘બેવફા સનમ’ માં ગાવાની તક આપી. આ ફિલ્મનું ગીત ‘અચ્છા સિલા દીએ તુને મેરે પ્યાર કા’ સોનુએ જ ગાયું છે અને આ ગીત જબરદસ્ત હિટ સાબિત થયું હતું. આ ગીત પછી તેની કારકિર્દી પાટા પર આવી ગઈ.

જણાવી દઈએ કે સોનુ નિગમે હિન્દી ભાષાની સાથે જ અંગ્રેજી, કન્નડ, બંગાળી, ઉડિયા, પંજાબી, તમિલ, મૈથિલી, ભોજપુરી, નેપાળી અને મરાઠી ભાષામાં પણ ગીત ગાયા છે. સોનુએ અત્યાર સુધી 320 ફિલ્મો માટે ગીત ગાઈ ચુક્યો છે. જ્યાં તેણે 2 વખત ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. સાથે જ સોનુને ફિલ્મ ‘કલ હો ના હો’ના ટાઇટલ ટ્રેક માટે નેશનલ ફિલ્મ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે.

સોનુ નિગમની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો સોનુએ 7 વર્ષના અફેર પછી અભિનેત્રી મધુરિમા નિગમ સાથે ફેબ્રુઆરી 2002 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે મધુરિમા ઉંમરમાં સોનૂથી લગભગ 15 વર્ષ નાની છે. બંનેની જોડી ચાહકોને ખૂબ પસંદ આવે છે. બંનેનો એક પુત્ર છે જેનું નામ નિવાન છે.