શુક્રવારે કરી લો આ 4 માંથી કોઈ એક કામ, માતા લક્ષ્મીના આશીર્વાદથી મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ખાસ કરીને જે લોકોના ઘરે આર્થિક સમસ્યા હોય છે તે લોકોએ આ ઉપાય જરૂર કરવા જોઈએ. આ ઉપાય કર્યા પછી તમારા ઘરે પૈસાની અછત ક્યારેય નહિં આવે. આટલું જ નહીં પૈસા કમાવાની નવી તકો પણ ખુલી જશે. પૈસાની દ્રષ્ટિએ તમારું નસીબ ચમકવા લાગશે. તો ચાલો આ ઉપાય વિશે જાણીએ.

લાલ અને સફેદ આ બંને રંગ માતા લક્ષ્મીને પ્રિય છે. તેથી શુક્રવારે સફેદ અથવા લાલ રંગના વસ્ત્રો પહેરીને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ સાથે શુક્રવારે રાત્રે માતા લક્ષ્મીની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો જોઈએ. આ દીવામાં એક ચપટી કેસર નાખવાનું ન ભૂલો. માતા લક્ષ્મીની સામે દીવો પ્રગટાવ્યા પછી તુલસીની સામે પણ દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે અને તમારા ઘરમાં વાસ કરશે.

માતા લક્ષ્મીની સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે. તેથી શુક્રવારે લક્ષ્મી અને ગણેશ બંનેની પૂજા કરવી જોઈએ. માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધન લાભ મળે છે જ્યારે ગણેશજીની પૂજા કરવાથી જીવનની બાધાઓ અને સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા દરમિયાન શ્રીફળ અને નારિયેળનો ઉપયોગ જરૂર કરો. પૂજા સમાપ્ત થયા પછી આ નારિયેળને ઘરની તિજોરીમાં રખી દો. ત્યાર પછી રાતના સમયે આ નારિયેળ કોઈ ગણેશ મંદિરમાં રાખી દો. આ દરમિયાન ભગવાન પાસે તમારી પૈસાની સમસ્યા દૂર કરવા માતે વિનંતી કરો.

માતા લક્ષ્મીની સાથે વિષ્ણુ ભગવાનની પૂજા પણ શુક્રવારે કરવામાં આવે છે. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને વિષ્ણુ ભગવાનનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થશે અને તમને ઇચ્છિત ફળ મળશે.

શુક્રવારના દિવસે લાલ રંગના પાંચ ફૂલ હાથમાં લો. ત્યાર પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરતા તમારી પૈસા સાથે સંબંધિત સમસ્યા તેમને જણાવો. હવે માતા લક્ષ્મીને હાથ જોડીને નમન કરો. તેમને પ્રાર્થના કરો કે તે તમારી આર્થિક તંગી દૂર કરે. હવે આ લાલ ફૂલોને ઘરની તિજોરી અથવા અલમારીમાં રાખી દો. તમારા ઘરે પૈસાની આવક રહેશે. ધન સંબંધી સમસ્યા પણ દૂર થશે.