કરીના સાથે લગ્નના દિવસે સૈફે અમૃતાને લખી હતી એક ચિઠ્ઠી, જાણો આ ચિઠ્ઠીમાં સૈફે શું લખ્યું હતું

બોલિવુડ

સૈફ અલી ખાનને બોલિવૂડના નાના નવાબ કહેવામાં આવે છે. સૈફે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર સાથે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. સૈફ સાથે લગ્ન કર્યા પછી કરીના બોલિવૂડની બેગમ બની ગઈ અને કરીના કપૂર ખાન તરીકે ઓળખાવા લાગી. લગ્ન પછી, તેમને એક પુત્ર પણ થયો, જેનું નામ તૈમૂર અલી ખાન છે. તૈમૂર ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં જ કરીના કપૂરની પ્રેગ્નેંસીને લઈને પણ સમાચાર આવ્યા છે. આવતા વર્ષ સુધીમાં, કરીના તેના બીજા બાળકને જન્મ આપશે અને તે તેના માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે.

તમને જણાવી દઈએ કે, સૈફ અને કરીનાની જોડી તેમના ચાહકો ખૂબ પસંદ કરે છે અને તેઓ તેમને પ્રેમથી ‘સૈફિના’ કહે છે. પબ્લિક પ્લેસમાં પણ બંને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની કોઈ તક છોડતા નથી. જો કે આ જણાવવું પણ જરૂરી છે કે કરીના પહેલા સૈફની પત્ની બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ હતી. સૈફ અને અમૃતાના બે બાળકો પણ છે, જેના નામ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. સૈફ અને અમૃતાના લગ્ન વર્ષ 1991 માં થયા હતા. લગ્નના થોડા સમય પછી જ તેમના સંબંધોમાં તિરાડ પડવા લાગી અને વર્ષ 2004 માં તેમના છૂટાછેડા થઈ ગયા.

જ્યારથી સૈફ અને કરીનાના લગ્ન થયા છે ત્યારથી જ તેઓ એક આદર્શ કપલ તરીકે ઉભરી આવ્યા છે. બંને એકબીજાને સારી રીતે સમજે છે અને દરેક નિર્ણયમાં એકબીજાને સાથ આપે છે. લગ્નના ઘણા વર્ષો પછી પણ બંને વચ્ચે ક્યારેય ઝઘડો થયો હોવાની વાત સામે આવી નથી. આજની આ પોસ્ટમાં અમે તમને સૈફ અને કરીનાના લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. આ કિસ્સા વિશે ભાગ્યેજ તમે જાણતા હશો.

ખરેખર કોફી વિથ કરણની સિઝન 6 માં જ્યારે સૈફ અલી ખાન તેની પુત્રી સારા અલી ખાન સાથે પહોંચ્યા હતા, ત્યારે સૈફે ઘણાં ખુલાસા કર્યા હતા. તેમાનો એક ખુલાસો તેમણે કરીના સાથેના પોતાના લગ્નનો પણ કર્યો હતો. સૈફે જણાવ્યું હતું કે જે દિવસે તેમના લગ્ન કરીના સાથે થયા હતા તે દિવસે સૈફે અમૃતાને એક ચિઠ્ઠી લખી હતી. સૈફે આ ચિઠ્ઠી કરીનાને પણ વંચાવી હતી. કરીનાને સૈફની આ વાત ખૂબ પસંદ આવી હતી અને કરીનાએ તેમનો સાથ પણ આપ્યો.

સૈફે લગ્નના દિવસે લખી હતી અમૃતાને ચિઠ્ઠી: સૈફે અમૃતાને જે ચિઠ્ઠી લખી હતી, હતી તેમાં તેમણે અમૃતાને આગળની જિંદગી માટે શુભેચ્છાઓ આપી હતી. સૈફે જણાવ્યું કે જ્યારે સારાને આ વિશે ખબર પડી તો સારા એ પણ તેને સાથ આપ્યો. સારાએ કહ્યું, “પહેલા તો હું તમારા લગ્નમાં માત્ર આવી જ રહી હતી, પણ હવે હું ખુલ્લા મનથી લગ્નમાં ભાગ લઈશ.” . કોફી વિથ કરણના આ એપિસોડમાં પિતા-પુત્રીની જોડીએ ખૂબ ધમાલ મચાવી હતી. તેમાં કોઈ શંકા નથી કે આ એપિસોડે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. આ એપિસોડ ખૂબ જ મજેદાર રહ્યો હતો. એપિસોડનો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકો તેને જોવા માટે રાહ જોઈ રહ્યા હતા.

પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતું કે શોમાં સૈફ ઘણાં ખુલાસાઓ કરી રહ્યા છે, તેથી દર્શકો પણ આ એપિસોડને મિસ કરવા ઇચ્છતા ન હતાં. આ એપિસોડમાં કરણે સૈફ સાથે કરીનાના જીમ લુક વિશે પણ વાત કરી હતી. કરણે કહ્યું હતું કે કરીનાનો જીમ લુક ખૂબ લોકપ્રિય થયો છે. આ અંગે સૈફે કહ્યું, “જિમ જતા પહેલાં, હું તેમને બેડરૂમમાં ખૂબ જ નજીકથી જોઉં છું”. જેના પર કરણ કહે છે કે, “શું જિમ જતા પહેલા તમે તેને ચેક કરો છો?” પિતા સૈફ અને કરણ વચ્ચેની વાતચીત સાંભળીને સારા પોતાના કાન બંધ કરે છે. સૈફ તેના જવાબમાં કહે છે કે, “બિલકુલ આવતા સમયે અને જતા સમયે પણ”.

લગ્ન અંગે સારાનું રિએક્શન: શોમાં કરણ જોહરે સારાના લગ્ન વિશે પણ વાત કરી હતી. લગ્નના સવાલ પર સારા કહે છે કે, “જ્યાં સુધી લગ્ન કરવાની વાત છે તો હું રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઇચ્છું છું. તેમને હું ડેટ કરવા ઇચ્છતિ નથી”. તે જ સમયે, સારાએ કાર્તિક આર્યનને ડેટ કરવાની વાત કહી હતી. જ્યારે પિતા-પુત્રીની આ જોડી કરણના ચેટ શોમાં પહોંચી ત્યારે સારાની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ રીલીઝ થવાની હતી. તેના કારણે સૈફ અલી ખાન પણ ચર્ચામાં રહ્યા હતા. કહેવામાં આવે છે કે શરૂઆતમાં સૈફ ઈચ્છતો ન હતો કે સારા તેની કારકિર્દી બોલીવુડમાં બનાવે.

સૈફે એક વખત સારાનું ફિલ્મોમાં કામ કરવા વિશે કહ્યું હતું, “સારા શા માટે ફિલ્મમાં કામ કરવા ઇચ્છે છે? તમે જુઓ કે તેનો અભ્યાસ ક્યાંથી થયો છે. આ બધું કર્યા પછી, તે ન્યૂયોર્કમાં રહેવા અને કામ કરવાને બદલે આ બધું શા માટે કરશે?” સૈફના મતે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાની કોઈ ગેરેંટી નથી હોતી. ઘણી વાર, સારું પરફોર્મંસ આપ્યા પછી પણ દર્શકો તમને સ્વીકારતા નથી. આવી સ્થિતિમાં, કોઈ પણ માતાપિતા તેમના બાળક માટે આવું જીવન ઇચ્છશે નહીં. સારાની ફિલ્મની દુનિયામાં એન્ટ્રી વિશે સૈફે કહ્યું કે આ કિસ્સામાં તેની પૂર્વ પત્ની અમૃતા સિંહ અને તે એક સરખું જ વિચારતા હતા. સારાની આ બાબત વિશે તેમની વચ્ચે ક્યારેય કોઈ વાત ન થઈ હતી. છાતાં પણ, તેઓ સારાની દરેક ઇચ્છાને માન આપે છે અને તેણીની દરેક પગલા વિશે વિગતવાર ચર્ચા પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.