સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલ, બગડી શકે છે કે વાત

ધાર્મિક

તમે ઘણીવાર લોકોને સૂર્યને જળ અર્પણ કરતા જોયા હશે. ઘણી વાર લોકોને કહેવામાં આવે છે કે જો તેઓ ખૂબ ગુસ્સે થાય છે તો તેઓએ સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ છે. જે વ્યક્તિ સૂર્યની પૂજા કરે છે તેને માત્ર ક્રોધથી જ શાંતિ મળતી નથી પરંતુ તે વ્યક્તિને સમાજમાં માન-સમ્માનની સાથે ખ્યાતિ પણ મળે છે. સાથે જ સૂર્યના મંત્રોનો જાપ કરવાથી કુંડળીમાં સૂર્ય સાથે સંબંધિત બધા દોષ દૂર થાય છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યને જળ ચળાવતી વખતે અથવા પૂજા કરતી વખતે કરેલી ભૂલોથી સૂર્ય ભગવાન નારાજ થાય છે.

ખાલી જણ ન ચળાવો: સૂર્ય ભગવાનની પૂજા કરતી વખતે તેમને લાલ ફૂલો, જાસુદના ફૂલ અને ચોખા અર્પણ કરો. ગોળ અથવા ગોળથી બનેલી મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવને જળ ચળાવતી વખતે કેટલીક એવી બાબતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નહિં તો સૂર્યદેવ ગુસ્સે થઈ શકે છે.

જળ ન પડે પગમાં: સૂર્યદેવને જળ ચળાવવા માટે જળ ભરેલા કળશનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે સૂર્યદેવને જળ ચળાવો છો, ત્યારે તેના છાંટા તમારા પગ પર ન પડવા દો. એવું કહેવામાં આવે છે કે સૂર્યદેવને જળ ચળાવનાર વ્યક્તિ જો પોતાના પગમાં જળ પહોંચાડી દે છે, તો તેને સૂર્ય ભગવાનનું ફળ મળતું નથી. જળ ક્યારેય ખાલી ન ચળાવો, તેમાં ફૂલો અથવા અક્ષત જરૂર રાખો. જો તમે ઇચ્છો તો રોલી, ચંદન અને લાલ ફૂલ નાખીને પણ સુર્યદેવને જળ અર્પણ કરી શકો છો.

સવારે ઉઠતાની સાથે જ જળ અર્પણ કરો: જો કુંડળીમાં કોઈ દોષ છે તો રવિવારે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી મંદિરે જાઓ. આ પછી તમે ઘરે આવ્યા પછી પણ સૂર્યને જળ ચળાવી શકો છો. જે વ્યક્તિ આવું કરે છે તેની કુંડળીમાંથી બધા દોષ દૂર થાય છે. આ વાતનું ધ્યાન રાખો કે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યદેવને હંમેશાં જળ ચળાવવું જોઈએ. તેમજ સવારે ઉઠતાની સાથે જ સ્નાન કર્યા પછી તરત જ સૂર્યદેવને જળ ચળાવો.

તાંબાના વાસણનો ઉપયોગ: સૂર્યદેવને જળ ચળાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના માટે સ્ટીલ, ચાંદી, કાચ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરવો જોઇએ. સૂર્યદેવને હંમેશાં તાંબાનાં વાસણથી જળ ચળાવો. જળ ચળાવતી વખતે તાંબાના વાસણને બંને હાથથી પકડો. જળ હંમેશાં માથા ઉપરથી ચળાવો. તેનાથી સૂર્યનાં કિરણો શરીર પર પડે છે.

પૂર્વ દિશામાં જળ ચળાવો: સૂર્યદેવને જળ ચળાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો તમારું મોં પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. જો કોઈ દિવસે તમારે જળ ચળાવવું છે અને સૂર્ય ભગવાન દેખાઈ રહ્યા નથી તો પૂર્વ દિશા તરફ મોં રાખીને જળ ચળાવો. બંને હાથથી સૂર્યદેવને જળ ચળાવતી વખતે ધ્યાનમાં રાખો કે તેમાં સૂર્યના કિરણો જરૂર જોવા મળે.

સૂર્યને જળ ચળાવતી વખતે હંમેશાં આ બોલો: “સ્મરામિ તત્સવિતુરેણ્યમ રૂપં હિં મંડલમૃચોથ તનુર્યઝૂંષિ। સામાનિ યસ્ય કિરણાઃ પ્રભવાદિહેતું બ્રહ્માહરાત્મકમલક્ષ્યમચિન્ત્યરૂપમ્।”. પૂજા કર્યા પછી તમારા કપાળ પર ચંદન જરૂર લગાવો.