જુનિયર NTR અને રામચરણના પરિવાર વચ્ચે છે ત્રણ દાયકા જૂની દુશ્મની, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

ડાયરેક્ટર એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ “RRR” આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ચાહકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ મેગા બજેટ ફિલ્મ એ રિલીઝ થયાના શરૂઆતના તબક્કામાં બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમાં સાઉથના બે મોટા સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભુમિકામાં જોવા મળી રહ્યા છે અને બંનેની સુંદર એક્ટિંગની દર્શકો પ્રસંશા કરતા થાકી રહ્યા નથી અને ફિલ્મ તાબડતોડ કમાણી કરી રહી છે. આ બંને સુપરસ્ટારની જોડી લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

જો આપણે આ ફિલ્મની સ્ટોરી મુજબ જોઈએ તો ભીમ (જુનિયર એનટીઆર) અને રાજુ (રામ ચરણ) બંનેની મિત્રતા દુશ્મનીમાં બદલાઈ જાય છે પરંતુ જ્યારે બંનેને એકબીજાની સત્યતાની ખબર પડે છે ત્યારે બંને મિત્રો બની જાય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ બંને રિયલ લાઈફમાં ખૂબ જ અલગ બેકગ્રાઉંડથી આવે છે. ફિલ્મ પહેલા જ બંનેના પરિવાર વચ્ચે લગભગ 35 વર્ષ જૂની દુશ્મની છે.

જુનિયર એનટીઆર અને રામ ચરણનો પરિવાર: જુનિયર એનટીઆરનો જન્મ 20 મે 1983ના રોજ પ્રખ્યાત અભિનેતા નંદામુરી હરે કૃષ્ણના ઘર પર થયો હતો. જુનિયર એનટીઆર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે અને પ્રખ્યાત અભિનેતા એનટી રામારાવના પૌત્ર છે. જુનિયર એનટીઆર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુપર ડુપર હિટ ફિલ્મો આપી ચુક્યા છે અને દુનિયાભરમાં તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. જુનિયર એનટીઆરએ માત્ર 8 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. જુનિયર એનટીઆરએ પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ નામ કમાવ્યું છે.

સાથે જ આપણે રામ ચરણ તેજાની વાત કરીએ તો તેમનો જન્મ 27 માર્ચ 1985ના રોજ થયો હતો. તે તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર છે. ચિરંજીવી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે અને તે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે. રામ ચરણ પણ ફિલ્મી દુનિયામાં સારું નામ કમાઈ ચૂક્યા છે.

જુનિયર એનટીઆરએ પોતે જણાવ્યું સત્ય: તમને જણાવી દઈએ કે જુનિયર એનટીઆરએ અનુપમા ચોપરા સાથેની વાતચીતમાં પોતે સત્ય કહ્યું હતું. તેમણે કહ્યું કે, “બે કલાકારો જે બંને અલગ-અલગ બેકગ્રાઉંડથી આવે છે, હું નથી જાણતો કે મારે આ કહેવું જોઈએ કે નહીં. પરંતુ અમારા બંનેના પરિવારો વચ્ચે લગભગ 30-35 વર્ષ જૂની દુશ્મની છે અને આજે અમે બંનેએ એક ફિલ્મ કરી છે.” જુનિયર એનટીઆરએ કહ્યું કે “અમે દુશ્મનો છીએ પરંતુ મિત્રો પણ છીએ. તેથી અમારી દુશ્મનાવટ ખૂબ જ સકારાત્મક છે.”

જુનિયર એનટીઆરએ કહ્યું કે “ફિલ્મ ‘RRR’ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે અને તે સિનેમામાં મલ્ટિ-સ્ટારર ફિલ્મોને પ્રોત્સાહન આપશે. અમારે દેશના ખુણે-ખુણાથી આર્ટિસ્ટ્સને લઈને આવવા પડશે, જેનાથી એક મોટી ઈંડિયન ફિલ્મ ઈંડસ્ટ્રી બનાવી શકીએ અને મને લાગે છે કે ભાષાની કોઈ સમસ્યા ન હોવી જોઈએ.”

જો આપણે ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી. લોકોને એસએસ રાજામૌલીનું વિઝન ખૂબ પસંદ આવ્યું. આ ફિલ્મના મુખ્ય કલાકારો ખૂબ જ શાનદાર છે. “RRR” ફિલ્મએ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ સારો બિઝનેસ કર્યો છે. પહેલા જ દિવસે તેની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો હતો. યુએસએમાં ફિલ્મ એ 26 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. જો આપણે ભારતની વાત કરીએ તો આ ફિલ્મ એ 156 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.