‘અનિતા ભાભી’ પછી હવે આ અભિનેત્રી પણ છોડી રહી છે ‘ભાભી જી ઘર પર હૈ’ શો, જાણો કેમ

મનોરંજન

ટીવી સિરિયલોમાં ઘણા કલાકારો કામ કરે છે, તેમના પાત્રો લોકોને ખૂબ પસંદ આવે છે. એકવાર સ્ક્રીન પર છવાય ગયા પછી તેમની છાપ લોકોના દિલ પર છોડી જાય છે. જો કે, આ કલાકારોને તેમની રિયલ લાઈફમાં પણ તેમના પાત્રોના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ ઘણા કલાકારો ટીવી શો માં આવે છે અને થોડા સમય પછી શો છોડી દે છે અને આજે અમે તમને તેવા જ એક કલાકાર વિશે જણાવીશું.

ખરેખર, ટીવીનો પ્રખ્યાત શો ‘ભાભી જી ઘર પર હૈ’ તો તમે જરૂર જોતા હશો. આ ટીવી શોની ‘અનિતા ભાભી’ ના શો છોડ્યા પછી જ બીજી અભિનેત્રીના શો છોડવાના સમાચાર આવી રહ્યા છે. જણાવી દઈએ કે ‘ટેલી ચક્કર’ ના એક અહેવાલ મુજબ, શોમાં ગુલફામ કલીનું પાત્ર નિભાવનાર ફાલ્ગુની રજનીએ શો છોડી દીધો છે. સમાચારો અનુસાર ફાલ્ગુનીએ આ શો મરાઠી શો કરવા માટે છોડી દીધો છે. તે છેલ્લા ઘણા સમયથી શોમાં કામ કરી રહી હતી.

જો કે, છેલ્લા ઘણા સમયથી ફાલ્ગુની શોમાંથી ગાયબ છે. લાંબા સમયથી તે શોમાં જોવા મળી રહી નથી. ખરેખર તે મોટાભાગે હપ્પુ સિંહ સાથે જોવા મળી હતી, પરંતુ જ્યારથી હપ્પુ સિંહનો નવો શો ‘હપ્પુ કી પલટન’ શરૂ થયો છે ત્યારથી ફાલ્ગુની પણ શોમાં ઓછી જોવા મળી રહી હતી. જો કે આ વિશે હજી સુધી શોના મેકર્સ અને એક્ટ્રેસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ સમાચાર બહાર આવી રહ્યા છે. જણાવી દઈએ કે, શોમાં હજી સુધી નવા અનીતા ભાભી આવ્યા નથી. સૌમ્યા 5 વર્ષ સુધી આ શોનો એક ભાગ રહી હતી. ચાહકો આ પાત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

શો છોડવા પર શું કહ્યું સૌમ્યા ટંડને: જણાવી દઈએ કે, સૌમ્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ભાભી જી ઘર પર હૈ’ શોએ મારી વૃદ્ધિમાં મોટો ફાળો આપ્યો છે. મારી યાદગાર મુસાફરી રહી છે. પરંતુ હવે હું આવનાર સમયમાં પોતાને આ ભુમિકામાં જોવા માંગતી નથી. તેથી મેં આ શો છોડી દીધો.

સૌમ્યાના શો છોડવા પર અંગૂરી ભાભીએ કહી હતી આ વાત: ખરેખર અંગૂરી ભાભીનું પાત્ર નિભાવતી શુભાંગી અત્રેએ કહ્યું હતું, ‘અમે અનિતા ભાભીને ખૂબ યાદ કરીશું. તે ગોરી મેમના પાત્રમાં ખૂબ જ પરફેક્ટ લાગતી હતી. હું તેમના શો છોડવાના નિર્ણયનું સમ્માન કરું છું કારણ કે મને લાગે છે કે દરેક અભિનેતાની એક મુસાફરી હોય છે. તે જરૂરી નથી કે જો શો 15 વર્ષ ચાલે, તો અભિનેતાને તેટલા વર્ષો સુધી શોમાં કામ કરવું પડે. દરેક વ્યક્તિ પોતાની કારકિર્દીમાં આગળ વધવા માંગે છે ‘. અને જીવનમાં આગળ વધવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published.