મુશ્કેલીમાં ફસાઈ એશ્વર્યા રાય બચ્ચન, ટેક્સ ન ભરવા પર ઘરે પહોંચી સરાકારી નોટિસ, આપવી પડશે આટલી રકમ

બોલિવુડ

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની તો દરેક જગ્યાએ પ્રસંશા થાય છે. એશ્વર્યા રાય એક એવી ભારતીય અભિનેત્રી છે, જેણે પોતાની એક્ટિંગ અને કળાથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી શ્રેષ્ઠ ફિલ્મોની ગિફ્ટ આપી છે. તેણે દરેક ફિલ્મમાં કંઈક નવી અને સારી ભૂમિકા નિભાવી છે. તેની ડાંસ અને એક્ટિંગ કુશળતાએ દરેક પાત્રમાં નવો જીવ લાવ્યો છે. હાલના સમયમાં એશ્વર્યા રાય બચ્ચન કોઈ ઓળખની મોહતાજ નથી.

એશ્વર્યા રાયના ચાહકો દરેક જગ્યાએ છે, પરંતુ ઘણી વખત અભિનેત્રીના એવા સમાચાર પણ સામે આવે છે, જેના કારણે તેના પર સવાલો ઉભા થાય છે. જો કે, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રવધૂ અને અભિનેતા અભિષેક બચ્ચનની પત્ની અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન ખૂબ જ લાઇમલાઇટમાં રહે છે. અવારનવાર તેના નામે કોઈને કોઈ હેડલાઈન્સ ચાલતી રહે છે.

પરંતુ આ વખતે એશ્વર્યા રાય બચ્ચનનું નામ બાકી ટેક્સને લઈને હેડલાઈન્સમાં આવી ગયું છે. હા, સમાચાર એ છે કે એશ્વર્યા રાય બચ્ચનની જમીન પર બાકી ટેક્સને ધ્યાનમાં રાખીને, નાસિકના તહસીલદારે અભિનેત્રી વિરુદ્ધ નોટિસ મોકલી છે.

એશ્વર્યા રાય બચ્ચનને નોટિસ: પ્રાપ્ત માહિતી મુજબ, એશ્વર્યા રાય બચ્ચનને સિન્નર (નાસિક) તહસીલદાર તરફથી નોટિસ મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નાસિકના સિન્નરના અડવાડી વિસ્તારમાં એશ્વર્યા રાય બચ્ચનની પવનચક્કી માટે જમીન છે. આ જમીન પર એક વર્ષ માટે ₹21960 ટેક્સ તરીકે ચૂકવવાના બાકી છે, જેના કારણે રાજ્યના તહસીલદાર તરફથી એશ્વર્યા રાય બચ્ચન સામે આ નોટિસ મોકલવામાં આવી છે.

સમાચાર એ પણ છે કે એશ્વર્યા રાય બચ્ચન પાસે સિન્નરના થાન ગામ પાસે અડવાડીના પહાડી વિસ્તારમાં લગભગ 1 હેક્ટર જમીન છે અને એશ્વર્યા રાય પર આ જમીનનો 1 વર્ષનો ટેક્સ બાકી છે. આવી સ્થિતિમાં એશ્વર્યા રાયની સાથે 1200 પ્રોપર્ટી માલિકોને પણ ટેક્સની બાકી રકમ માટે નોટિસ આપવામાં આવી છે. આ રીતે એશ્વર્યા રાય બચ્ચન મોટી મુશ્કેલીમાં છે.

માર્ચ સુધીમાં ચૂકવવાની રહેશે બાકી રકમ: જણાવી દઈએ કે 12 મહિનાના બાકી ટેક્સને લઈને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન તરફથી કોઈ જવાબ આવ્યો નથી, જેના કારણે મહેસૂલ વિભાગે હવે આ કડક વલણ અપનાવવું પડ્યું છે. મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ મહીનાના અંત સુધીમાં બાકી ટેક્સ વસૂલવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે નોટિસ એશ્વર્યા રાય બચ્ચનને આપવામાં આવી છે, કારણ કે માર્ચ મહિનો મહેસૂલ વિભાગ માટે ક્લોઝિંગ મહિનો છે. આવી સ્થિતિમાં મહેસૂલ વિભાગ દ્વારા એશ્વર્યા રાય બચ્ચન વિરુદ્ધ લેવામાં આવેલી આ કાર્યવાહી પછી અભિનેત્રીને વહેલી તકે સુનાવણી કરવી પડશે. જો ઐશ્વર્યા રાય બચ્ચન આ બાકી ટેક્સ ચૂકવવામાં વિલંબ કરે છે, તો વિભાગ અભિનેત્રી સામે કડક કાર્યવાહી પણ કરી શકે છે.

જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ મુજબ એશ્વર્યા રાય બચ્ચન 776 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. એશ્વર્યા પોતાની દરેક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા ફી લે છે. ફિલ્મો, બિઝનેસ, પ્રોપર્ટી અને વાહનો ઉપરાંત એશ્વર્યા રાય ઘણી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી એશ્વર્યા રાય વાર્ષિક 80 થી 90 કરોડ રૂપિયા કમાય છે.