ભલે કેટલા પણ કેમ અમીર કેમ ન હોય પરંતુ આ 6 રાશિના લોકોએ ભૂલથી પણ ન પહેરવો જોઈએ આ ડાયમંડ, થાય છે મોટું નુક્સાન

ધાર્મિક

જ્યોતિષશાસ્ત્રમાં રત્નો દ્વારા વ્યક્તિના નસીબને ચમકાવવાની વાત મળે છે. પરંતુ આ રત્ન પણ તમારે જ્યોતિષ સલાહ વગર ન પહેરવા જોઈએ. દરેક રત્નની પોતાની એક અલગ લાક્ષણિકતાઓ અને ગેરફાયદા હોય છે. આ ચીજ તમારી રાશિ પર પણ આધાર રાખે છે. હીરો એક એવું રત્ન છે જે દરેકને આકર્ષિત કરે છે. દરેક વ્યક્તિ તેને પહેરવાનું સપનું પણ જુવે છે. પરંતુ જ્યોતિષીય સલાહ વગર હીરો પહેરવો ન જોઈએ, નહીં તો તે અશુભ સાબિત થઈ શકે છે. ખાસ કરીને આ 6 રાશિઓ માટે હીરા પહેરવા શુભ નથી.

મેષ રાશિ: મેષ રાશિના લોકોએ હીરા પહેરવાથી બચવું જોઈએ. આ રાશિના શુક્ર બીજા કે સાતમા ભાવના સ્વામી હોય છે. આવી સ્થિતિમાં મેષ રાશિના લોકો માટે હીરા પહેરવા શુભ માનવામાં આવતું નથી. જો તમે તેને પહેરી પણ લો છો તો તે તમારા જીવનની સમસ્યાઓમાં વધારો કરે છે. આ કારણે તમારા જીવનમાં એક પછી એક ઘણી સમસ્યાઓ આવવા લાગે છે.

કર્ક રાશિ: જોકે કર્ક રાશિના લોકોએ હીરા પહેરવાથી બચવું જોઈએ, પરંતુ જો તમારા પર શુક્રની મહાદશા છે તો હીરા પહેરવા તમારા માટે સારું સાબિત થઈ શકે છે. જો કે સાવચેતી તરીકે તમે કોઈ જાણકાર જ્યોતિષની સલાહ લીધા પછી જ તેને પહેરો. જો તમે બિનજરૂરી રીતે હીરા પહેરો છો, તો દુર્ભાગ્ય તમારી પાછળ હાથ ધોઈને પડી જશે.

સિંહ રાશિ: સિંહ રાશિના લોકો માટે શુક્ર શુભ માનવામાં આવતો નથી. આવી સ્થિતિમાં તેમને હીરા પહેરવાની સલાહ પણ આપવામાં આવતી નથી. તેથી તેમણે જ્યોતિષીય સલાહ વગર હીરા પહેરવાથી બચવું જોઈએ. જો તેઓ હીરા પહેરે છે તો તેમના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી શકે છે. સાથે જ પૈસાના નુક્સાનની સંભાવના પણ બને છે. તેથી અશુભ ફળથી બચવા માટે સિંહ રાશિના લોકો એ હીરો ન પહેરવો જોઈએ.

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના સ્વામી મંગળને માનવામાં આવે છે. જ્યારે મંગળ અને શુક્રનો એકબીજા સાથે 36 નો આંકડો છે. એટલે કે બંને વચ્ચે દુશ્મની છે. તેથી આ રાશિના લોકો પણ હીરો પહેરવાથી બચો. જો તમે ભૂલથી હીરો પહેર્યો છે તો તમારા જીવનમાં સમસ્યાઓનું પૂર આવી શકે છે. તમારું કામ પણ બગડી શકે છે. તેથી તમે હીરા પહેરવાનું વિચારો પણ નહિં.

ધન રાશિ: ધન રાશિના લોકો પણ હીરા પહેરવાનું ન વિચારે તો જ સારું છે. આ રત્ન તમારા માટે શુભ નથી. જો તમે તેને પહેરો છો તો તમારે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમારું નસીબ પણ તમારો સાથ આપવાનું છોડી શકે છે. આવી સ્થિતિમાં હીરાથી અંતર રાખવું તમારા માટે વધુ સારો વિકલ્પ છે. નહિં તો તમારા જીવનની મુશ્કેલીઓ વધતા સમય લાગતો નથી.

મીન રાશિ: આ રાશિમાં શુક્ર ગ્રહ ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે. સાથે જ મીન રાશિના સ્વામી બૃહસ્પતિ છે, તે દેવ ગુરુ છે, બીજી બાજુ શુક્ર રાક્ષસ ગુરુ માનવામાં આવે છે. આ બંને વચ્ચે દુશ્મનાવટ હોવાને કારણે મીન રાશિના લોકોને હીરા પહેરવાની મંજૂરી નથી. તે તેમના માટે અશુભ પરિણામ લાવે છે.