જો ઈચ્છો છો કે સુખ અને શાંતિથી ભરેલું રહે જીવન, તો આ 6 જગ્યા પર પહેરીને ન જાઓ જૂતા અને ચંપલ

ધાર્મિક

હિન્દુ ધર્મમાં પવિત્ર જગ્યાઓ પર ચંપલ પહેરીને જવું અયોગ્ય માનવામાં આવે છે અને આ જ કારણ છે જ્યારે પણ આપણે કોઈ પવિત્ર જગ્યા પર જઈએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા આપણા ચંપલ ઉતારીએ છીએ અને ત્યાર પછી જ પ્રવેશ કરીએ છીએ. વાસ્તુ શાસ્ત્રમાં પવિત્ર જગ્યાઓ ઉપરાંત એવી ઘણી જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યાં ચંપલ પહેરીને જવાથી દોષ લગી જાય છે. તેથી જ્યારે પણ તમે નીચે જણાવેલ જગ્યાઓ પર જાઓ છો, ત્યારે તમારા પગરખાં અને ચપ્પલ ઉતારો અને ખુલ્લા પગે જ ત્યાં પ્રવેશ કરો.

તિજોરીની પાસે: તિજોરી ખોલતી વખતે તમારા ચંપલ ઉતરી દો. ક્યારેય પણ ચંપલ પહેરીને તિજોરી ન ખોલો અને તિજોરી પાસે ન જાઓ. શાસ્ત્રો અનુસાર તિજોરીની અંદર ધનની દેવી માતા લક્ષ્મી રહે છે. આવી સ્થિતિમાં જો ચંપલ અથવા જૂતા પહેરીને તિજોરી પાસે જવામાં આવે તો માતા મારાજ થઈ શકે છે અને ઘરમાં પૈસાની અછત થવા લાગે છે. તેથી કોઈ પણ ચીજ તિજોરીમાં મુકતા અને કાઢતા પહેલા પોતાના જૂતા અને ચંપલ કાઢી નાખો. જેથી આર્થિક તંગીનો સમનો કરવો ન પડે.

પવિત્ર નદી: જ્યારે પણ તમે કોઈ પવિત્ર નદી પર જાઓ, ત્યારે જૂતા અને ચંપલ કાઢીને જાઓ. એવું કહેવામાં આવે છે કે જે લોકો પવિત્ર નદીની પાસે જૂતા અને ચંપલ પહેરીને જાય છે. તેમના જીવનમાંથી સુખ અને શાંતિ દૂર થાય છે. ઘરમાં હંમેશા લડાઈ-ઝઘડાનું વાતાવરણ રહે છે. તેથી આ ભૂલ ન કરો અને આ ચીજનું ધ્યાન રાખો.

પૂજા અને મંદિર: મંદિર ભગવાનનું ઘર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્યારેય જૂતા અને ચપ્પલ પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો ન જોઈએ. એવું માનવામાં આવે છે કે મંદિરની અંદર જૂતા અને ચપ્પલ પહેરીને પ્રવેશ કરવાથી ભગવાન અને દેવી-દેવતાઓ નારાજ થઈ જાય છે અને જીવનમાં મુશ્કેલીઓ શરૂ થાય છે.

ધર્મિક ગ્રંથ: જ્યારે પણ તમે કોઈ ધાર્મિક ગ્રંથને સ્પર્શ કરો છો, ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તમારા પગમાં જૂતા અને ચપ્પલ ન હોવા જોઈએ. જૂતા અને ચપ્પલ પહેરીને ધાર્મિક ગ્રંથ ઉપાડવા પાપ સમાન માનવામાં આવે છે. તેવી જ રીતે હંમેશા ઉઘાડા પગે જ ભગવાનની મૂર્તિને સ્પર્શ કરો.

ભંડાર ઘરમાં: વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય પણ ભંડાર ઘરમાં જૂતા અને ચપ્પલ પહેરીને ન જાઓ. ખરેખર ભંડાર ઘરમાં અનાજ રાખવામાં આવે છે અને આવી સ્થિતિમાં જો તમે જૂતા અથવા ચપ્પલ પહેરીને ત્યાં જવામાં આવે તો અન્નપૂર્ણા માતા ગુસ્સે થાય છે. અન્નપૂર્ણા માતા નારાજ થવાથી ઘરમાં અનાજની અછત થવા લાગે છે. તેથી જ્યારે પણ તમે ભંડાર ઘરમાં પ્રવેશ કરો ત્યારે જૂતા અને ચંપલ બહાર કાઢી નાખો. ભંડાર ઘર ઉપરાંત રસોઈ ઘરમાં પણ હંમેશા ખુલ્લા પગે જ જવું જોઈએ. રસોઈ ઘરમાં જૂતા અને ચંપલ પહેરીને જવાથી વાસ્તુ દોષ લાગી જાય છે અને પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી.

Leave a Reply

Your email address will not be published.