ભૂલથી પણ તમારા ભાઈને ન બાંધો આ પ્રકારની રાખડી, આવી રાખડી માનવામાં આવે છે ખૂબ જ અશુભ

ધાર્મિક

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પૂનમ 22 ઓગસ્ટના રોજ આવી રહી છે. રક્ષાબંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ -સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે અને આ તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. જોકે એવી ઘણી બહેનો છે. જેને આ તહેવાર કેવી રીતે ઉજવવો અને ભાઈને કેવા પ્રકારની રાખડી બાંધવી તેના વિશે કોઈ માહિતી નથી હોતી. જેના કારણે તેઓ ખોટી પદ્ધતિથી આ તહેવાર ઉજવે છે. ખોટી રીતે રાખડી બાંધવાથી શુભ પરિણામ મળતું નથી. તેથી રક્ષાબંધનના દિવસે તમે નીચે જણાવેલી બાબતોનું ધ્યાન જરૂર રાખો અને રાખડી બાંધતી વખતે આ ભૂલ ન કરો.

આ પ્રકારની રાખડી માનવામાં આવે છે અશુભ: બજારમાં અનેક પ્રકારની રાખડીઓ વેચાય છે. જે ખૂબ જ સુંદર છે. પરંતુ રાખડી ખરીદતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. કારણ કે ખોટા પ્રકારની રાખડી બાંધવાથી અશુભ પરિણામ મળે છે. રક્ષાબંધનના દિવસે કેવા પ્રકારની રાખડી ભાઇને ન બાંધવી જોઇએ તેની માહિતી નીચે મુજબ છે.

ભૂલથી પણ ક્યારેય તૂટેલી રાખડી પોતાના ભાઈને ન બાંધો. તૂટેલી રાખડીનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. પ્લાસ્ટિકની રાખડીનો ઉપયોગ કરવાથી બચો. કારણ કે આ ધાતુ કેતુ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે અને અશુભ માનવામાં આવે છે. રાખડી ખૂબ જ સ્વચ્છ હોવી જોઈએ. રાખડી પર કોઈ પણ પ્રકારની ગંદકી ચોંટેલી ન હોવી જોઈએ. રાખડીનો રંગ સુંદર હોવો જોઈએ. કાળા, વાદળી વગેરે જેવા રંગોની રાખડી ન ખરીદો. રાખડી પર કોઈ તીક્ષ્ણ ચીજ અથવા હથિયાર ન બનેલું હોવું જોઈએ. જો રાખડીમાં લોખંડની ધાતુ લાગેલી હોય તો તેને ન ખરીદો.

આ પ્રકારની રાખડી માનવામાં આવે છે શુભ: લાલ, પીળા અને ગુલાબી રંગની રાખડી શુભ માનવામાં આવે છે. તેથી તમારે આ રંગોની રાખડીનો જ ઉપયોગ કરવો જોઈએ. માત્ર તે જ રાખડી ખરીદો જેમાં રેશમનો દોરો હોય. અન્ય દોરાથી બનેલી રાખડી ખરીદવાથી બચો. જોકે સૂતરની રાખડીનો પણ ઉપયોગ કરી શકાય છે. જે રાખડી પર ભગવાનની છબી બનેલી હોય છે તે પણ શુભ માનવામાં આવે છે.

યોગ્ય દિશામાં બેસીને બાંધો રાખડી: રાખડી માત્ર શુભ સમય દરમિયાન જ બાંધો અને તેને બાંધતી વખતે તમારા ચહેરાની દિશા યોગ્ય રાખો. રાખડી બાંધતી વખતે ભાઈનું પૂર્વ દિશામાં બેસવું શુભ માનવામાં આવે છે. જ્યારે બહેનનો ચહેરો પશ્ચિમ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત રાખડી બાંધતા પહેલા તેને મંદિરમાં થોડા સમય માટે જરૂર રાખો અને ત્યાર પછી જ તેને બાંધો.

જરૂર કરો આ મંત્રના જાપ: ભાઈને તિલક અને રાખડી બાંધતી વખતે બહેનો નીચે જણાવેલા મંત્રના જાપ જરૂર કરો. આ મંત્રના જાપ કરવાથી વિશેષ ફળ મળે છે. રાખડીનો મંત્ર ‘યેન બદ્ધો બલિરાજા, દાનવેન્દ્રો મહાબલઃ તેનત્વામ પ્રતિ બદ્દનામી રક્ષે, માચલ-માચલઃ’.