માત્ર સિદ્ધાર્થ જ નહીં પરંતુ આ 10 પ્રખ્યાત સ્ટાર્સ પણ ખૂબ જ નાની ઉમરમાં છોડી ચૂક્યા છે દુનિયા, નંબર 9 એ તો માત્ર 14 વર્ષની ઉમરમાં દુનિયાને કહ્યું હતું અલવિદા

બોલિવુડ

ખતરોં કે ખિલાડી 7 અને બિગ બોસ 13 ના વિજેતા અને ટીવીના પ્રખ્યાત અભિનેતા રહેલા સિદ્ધાર્થ શુક્લા હવે આપણી વચ્ચે નથી. ગુરુવારે વહેલી સવારે હાર્ટ એટેકથી તેમનું નિધન થઈ ગયું છે. માત્ર 40 વર્ષની નાની ઉંમરમાં તેમનું નિધન થઈ ગયું. ટીવી ઈન્ડસ્ટ્રી, બોલિવૂડ અને ચાહકો દરેક આશ્ચર્યચકિત છે કે સિદ્ધાર્થ આટલી નાની ઉંમરમાં કેવી રીતે ચાલ્યા ગયા. જોકે સિદ્ધાર્થ પહેલા ટીવી અને બોલિવૂડના ઘણા કલાકારો રહ્યા છે જે ખૂબ જ જલ્દી દુનિયા છોડીને ચાલ્યા ગયા. ચાલો આજે આવા જ 10 કલાકારો વિશે તમને જણાવીએ.

સુશાંત સિંહ રાજપૂત: સુશાંત સિંહ રાજપૂતના નિધને બધાને ચોંકાવી દીધા હતા. હિન્દી સિનેમાના ઉભરતા સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020 ના રોજ પોતાના મુંબઈવાળા ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના નિધન પર ખૂબ હોબાળો મચી ગયો હતો. લોકોને એ વાતની પણ શંકા હતી કે તેણે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. જોકે, સીબીઆઈની તપાસમાં આવું કંઈ સામે આવ્યું નથી. માત્ર 34 વર્ષની નાની ઉંમરમાં સુશાંતનું અચાનક નિધન થઈ ગયું હતું.

જિયા ખાન: જિયા ખાને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે વર્ષ 2007 માં આવેલી ફિલ્મ ‘નિશબ્દ’ થી કરી હતી. જો કે ખૂબ જ નાની ઉમરમાં તે ચાલી ગઈ હતી. જિયા ખાને 3 જૂન 2013 ના રોજ તેના જુહુમાં આવેલા ઘરમાં આત્મહત્યા કરી હતી. જિયાએ ગજની અને હાઉસફુલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

પ્રત્યુષા બેનર્જી: પ્રત્યુષા બેનર્જીને સિરિયલ ‘બાલિકા વધૂ’થી મોટી ઓળખ મળી હતી. આ શોએ તેમને ઘર – ઘરમાં પ્રખ્યાત કરી હતી. પ્રત્યુષા બેનર્જીએ પણ પોતાના હાથથી પોતાનું જીવન સમાપ્ત કર્યું હતું. તેણે માત્ર 25 વર્ષની નાની ઉંમરમાં દુનિયા છોડી દીધી હતી. પ્રત્યુષાએ 1 એપ્રિલ 2016 ના રોજ પોતાના ઘર પર ફાંસી લગાવી હતી. તે, તે સમય દરમિયાન અભિનેતા રાહુલ રાજ સિંહ સાથે રિલેશનમાં હતી. શંકાની સોય તેના પર પણ ફરી અને પોલીસે રાહુલને રિમાન્ડમાં પણ લીધો હતો પરંતુ પછી તેને છોડી દેવામાં આવ્યો હતો.

ઈન્દર કુમાર: ઈન્દર કુમાર હિન્દી સિનેમાના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા હતા. ઈન્દર કુમારે માત્ર 44 વર્ષની ઉંમરમાં દુનિયા છોડી દીધી હતી. 28 જુલાઈ 2017 ના રોજ તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. વર્ષ 2011 માં, એક ફિલ્મના શૂટિંગ દરમિયાન હેલિકોપ્ટરથી સીધા તે જમીન પર પડી ગયા હતા અને અહીંથી તેના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ હતી.

દિવ્યા ભારતી: દિવ્યા ભારતી આ લિસ્ટમાં સૌથી આશ્ચર્યજનક નામમાંથી એક છે. દિવ્યા ભારતીએ પોતાની ખૂબ જ ટૂંકી કારકિર્દીમાં કોઈ સુપરસ્ટારની જેમ ઓળખ બનાવી હતી. તેણે માત્ર 19 વર્ષની ઉંમરમાં જ દુનિયા છોડી દીધી હતી. આ દરમિયાન તેમની ઘણી ફિલ્મો રીલીઝ થઈને હિટ પણ થઈ ચૂકી હતી. જોકે અચાનક તેમનું નિધન થવાથી ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો. કહેવાય છે કે ઘરની બાલ્કનીમાંથી તે નશાની હાલતમાં નીચે પડી ગઈ હતી. પરંતુ તેના નિધનનું કારણ ક્યારેય સ્પષ્ટ થયું નથી.

સ્મિતા પાટીલ: સ્મિતા પાટિલ હિન્દી સિનેમાનું જાણીતું નામ હતું. માત્ર 31 વર્ષની ઉમરમાં સ્મિતાનું નિધન થયું હતું. જ્યારે તે તેના પુત્ર પ્રતીક બબ્બરને જન્મ આપી રહી હતી ત્યાર પછી અભિનેત્રીને કેટલીક મુશ્કેલીઓ થઈ હતી. ત્યાર પછી અભિનેત્રીનું 15 દિવસની અંદર 13 ડિસેમ્બર 1986 ના રોજ નિધનન થયું.

મધુબાલા: મધુબાલા ગયા જમાનાનું મોટું નામ હતું. ખૂબ જ દમદાર અભિનેત્રી હોવાની સાથે જ, મધુબાલા ખૂબ જ સુંદર પણ હતી. તેમની ફિલ્મી કારકિર્દી અને તેમનું જીવન બંને ટૂંકા રહ્યા. મધુબાલાએ 36 વર્ષની ઉમરમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. કહેવાય છે કે તેને હૃદયરોગ હતો અને તેના કારણે તે લાંબુ જીવી શકી નહીં.

મીના કુમારી: મીના કુમારી હિન્દી સિનેમાનું મોટું નામ પણ રહી છે. તે દાયકાઓ પહેલા દુનિયા છોડી ચૂકી છે, જોકે આજે પણ તેની એક્ટિંગ અને સુંદરતાની ખૂબ ચર્ચા થાય છે. માત્ર 39 વર્ષની ઉમરમાં મીનાનું નિધન થયું હતું. આલ્કોહોલના વધુ પડતા સેવનને કારણે તેને લીવર સિરોસિસ થઈ ગયું હતું. મીનાએ 31 માર્ચ 1972 ના રોજ અંતિમ શ્વાસ લીધા.

તરુણી સચદેવ: તરુણી સચદેવનું નિધન માત્ર 14 વર્ષની નાની ઉંમરમાં થયું હતું. જણાવી દઈએ કે તરુણી ‘રસના ગર્લ’ તરીકે પણ જાણીતી હતી. વર્ષ 2009 માં દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘પા’માં પણ કામ કર્યું હતું. તરુણીએ તેના 14 મા જન્મદિવસના દિવસે આ દુનિયાને અલવિદા કહયું હતું. જણાવી દઈએ કે તેમનું નિધન પ્લેન ક્રેશમાં થયું હતું.

પ્રેક્ષા મહેતા: પ્રેક્ષા મહેતાએ ગયા વર્ષે જ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. માત્ર 25 વર્ષની ઉંમરમાં તેણે પોતાના હાથથી પોતાનું જીવન સમાપ્ત કરી લીધું હતું. પ્રેક્ષાએ ક્રાઈમ પેટ્રોલ, લાલ ઈશ્ક જેવા ટેલિવિઝન શોમાં કામ કર્યું. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન તેણે ઈન્દોરમાં પોતાના ઘરમાં ફાંસી લગાવી હતી. એવું કહેવાય છે કે તે કામ ન મળવાથી પરેશાન હતી અને ટેન્શનમાં આવી ગઈ હતી.