350 કરોડની સંપત્તિના માલિક છે સાઉથના આ સુપરસ્ટાર, માત્ર અભિનેતા જ નહિં પરંતુ શૂટર, રેસર અને પાયલોટ પણ છે

Uncategorized

બોલિવૂડ સ્ટાર્સની જેમ દક્ષિણ ભારતની ફિલ્મોના સ્ટાર્સ પણ આખા દેશમાં પોતાની ઓળખ ધરાવે છે. સાઉથના ઘણા એવા સ્ટાર્સ છે જે એક્ટિંગની સાથે દરેક બાબતમાં બોલીવુડ સ્ટાર્સને ટક્કર આપે છે. આવા જ એક સાઉથ સુપરસ્ટાર છે અજિત કુમાર. અજિત કુમાર દક્ષિણ ભારતીય ફિલ્મોનું એક જાણીતું નામ છે.

અજિતકુમાર તમિલ ફિલ્મોના સૌથી સફળ અભિનેતામાંના એક માનવામાં આવે છે. તેઓ છેલ્લાં 30 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. એવું કહેવામાં આવે છે કે અજિતકુમારની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1990 માં તમિલ ફિલ્મ દ્વારા થઈ હતી. આ ફિલ્મમાં તેની ખૂબ નાની ભૂમિકા હતી.ત્યર પછી તે આગળ જઈને પોતાના શ્રેષ્ઠ કામથી સુપરસ્ટારનો દરરજો મેળવવામા સફળ રહ્યા. ચાલો આજે તમને આ જ અભિનેતા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જણાવીએ.

અજિત કુમારનો જન્મ 1 મે 1971 ના રોજ તેલંગણાના સિકંદરાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ પી.સુબ્રહ્મણ્યમ છે જ્યારે માતાનું નામ મોહિની છે. સાઉથમાં અજિત કુમારની ફેન ફોલોઇંગ ખૂબ જોરદાર છે અને ચાહકો તેમને પ્રેમથી ‘થાલા’ કહે છે. અજિત તે સાઉથ ઈન્ડિયન સ્ટાર્સમાંના એક છે જે બોલીવુડમાં પણ જાણીતા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, અજિતકુમારે 10 સુધી પણ અભ્યાસ કર્યો નથી. જ્યારે તે 10 માં ધોરણમાં હતા ત્યારે તેણે શાળા છોડી દીધી હતી અને તે એક મિકેનિક તરીકે કામ કરવા લાગ્યા હતા. સાથે જ અજીતે આ દરમિયાન એક્સપોર્ટ હાઉસમાં નોકરી કરી હતી. જ્યારે અજીતે બિઝનેસ ડેવલોપર તરીકે પણ નોકરી કરી હતી.

અજિતકુમાર બહુમુખી કુશળતાના અમીર છે. તે વ્યવસાયે એક ફિલ્મ અભિનેતા છે, જોકે એક શ્રેષ્ઠ અભિનેતા હોવાની સાથે, તે ફોર્મ્યુલા કાર રેસર, શૂટર અને પાઇલટ પણ છે. નોંધપાત્ર વાત એ છે કે, અજિત 2004 માં બ્રિટનમાં યોજાયેલા ફોર્મ્યુલા સીઝન 3 માં ફોર્મ્યુલા 2 રેસર તરીકે ભાગ લઈ ચુક્યા છે. તેણે આ કાર્યમાં નિપુણતા પ્રાપ્ત કરી છે.

શૂટિંગ ચેમ્પિયનશીપમાં જીત્યા 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ: શૂટિંગ અજિત કુમારના વ્યક્તિત્વમાં વધારો કરે છે. એક શ્રેષ્ઠ અભિનેતા અને ફોર્મ્યુલા કાર રેસર હોવાની સાથે, તે એક ગજબના શૂટર પણ છે. તેનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કે, તાજેતરમાં જ જ્યારે 46 મી તમિલનાડુ સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, ત્યારે અજિતકુમારે 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા.

પાયલોટ પણ છે અજિત કુમાર: અજિતકુમારનું પાયલોટ હોવું પણ તેને અન્ય અભિનેતાઓથી ખાસ અને અલગ બનાવે છે. અજિતકુમાર ફાઇટર જેટ સાથે પણ ઉડાન ભરી શકે છે. એવું કહેવામાં આવે છે કે, ઘણીવાર અજિત કુમાર ઘરે પણ વિમાનના મોડલ બનાવતા રહે છે.

અજિત કુમારની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેણે વર્ષ 2000 માં અભિનેત્રી શાલિની સાથે લગ્ન કર્યા. આ પહેલા બંને રિલેશનશિપમાં હતાં. અજિતકુમાર અને શાલિની બે બાળકો અનુષ્કા કુમાર અને અદ્વિક કુમારનાં માતા-પિતા છે.

350 કરોડની સંપત્તિ છે અજિત કુમાર પાસે: અજીત કુમાર આવકની દ્રષ્ટિએ પણ દરેકને એક ટક્કર આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજિત કુમાર પાસે લગભગ 350 કરોડની સંપત્તિ છે. એવું કહેવામાં આવે છે કે તેઓ એક ફિલ્મ માટે 25 થી 30 કરોડ રૂપિયા લે છે. અજિત કુમારની ગણતરી દક્ષિણ ભારતની ફિલ્મોના સૌથી મોંઘા સ્ટાર્સમાં થાય છે.

અજિત કુમારના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેની આગામી ફિલ્મ ‘વલિમઈ’ છે. તાજેતરમાં જ તેનું પોસ્ટર અજીતના જન્મદિવસ પર રિલીઝ થવાનું હતું, પરંતુ કોરોનાને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્માણ બોલીવુડના પ્રોડ્યૂસર બોની કપૂર કરી રહ્યા છે.