પ્રેમ કરશે પરંતુ લગ્નના મૂડમાં નથી બોલીવુડની આ 5 જોડી, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમાના ઘણા એવા સ્ટાર્સ છે જે વર્ષોથી એકબીજાને પ્રેમ કરી રહ્યા છે અને ચાહકોને પણ તેમની જોડી ખૂબ પસંદ આવે છે અને ટૂંક સમયમાં હવે ચાહકો તેમને લગ્નના બંધનમાં બંધાતા જોવા ઈચ્છે છે. જો કે તે સ્ટાર્સ લગ્ન કરવાના મૂડમાં નથી અને તેમણે હજુ સુધી લગ્ન માટે કોઈ પ્લાન બનાવ્યો નથી. તો ચાલો આજે જાણીએ બોલીવુડની 5 એવી જ જોડીઓ વિશે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર: અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરાની જોડી હંમેશા ચર્ચામાં રહે છે. બંનેનો સંબંધ કોઈથી છુપાયો નથી. જણાવી દઈએ કે બંને લગભગ 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંનેએ ઘણી વખત આ વાતના સંકેત આપી ચુક્યા છે કે તે લગ્ન પણ કરશે. જોકે, લગ્ન ક્યારે થશે તેનો જવાબ માત્ર તે બંને પાસે જ છે. અર્જુન કહી ચુક્યા છે કે જ્યારે લગ્ન થશે ત્યારે હું દરેકને જણાવીશ.

અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ: અર્જુન રામપાલ જો તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિડ્સ સાથે લગ્ન કરશે તો આ તેમના બીજા લગ્ન હશે. આ પહેલા તે મેહર જેસિયા સાથે લગ્ન કરી ચુક્યા હતા પરંતુ વર્ષ 2019માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. અર્જુન લાંબા સમયથી સાઉથ આફ્રિકાની મોડલ ગેબ્રિએલા ડેમેટ્રિડ્સ સાથે રિલેશનશિપમાં છે. બંને લિવ-ઈન રિલેશનશીપમાં રહે છે અને બંને વર્ષ 2019માં એક પુત્ર એરિકના માતા-પિતા પણ બન્યા છે. જો કે છતાં પણ આ કપલે લગ્ન કર્યા નથી.

સુષ્મિતા સેન અને રોહમન શાલ: વર્ષ 1994માં સુષ્મિતા સેન મિસ યુનિવર્સનો એવોર્ડ જીતનાર પહેલી ભારતીય મહિલા બની હતી. ત્યાર પછી તેમણે ફિલ્મોમાં કામ કર્યું અને લગભગ એક ડઝન અફેર રહ્યા હતા. જોકે અભિનેત્રી 46 વર્ષની ઉંમરમાં પણ કુંવારી છે. પરંતુ તે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનાથી લગભગ 15 વર્ષ નાના રોહમન શૉલને ડેટ કરી રહી છે. બંનેનો પ્રેમ જગજાહેર થઈ ચુક્યો છે અને ચાહકો આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જો કે બીજી તરફ સુષ્મિતા અને રોહમનનો હાલમાં લગ્ન માટે કોઈ પ્લાન નથી.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર: ફરહાન અખ્તર વર્ષ 2000માં અધુના સાથે લગ્ન કરી ચુક્યા છે અને વર્ષ 2017માં તેમની સાથે છૂટાછેડા લઈ ચુક્યા છે. ત્યારથી ફરહાન અભિનેત્રી શિબાની દાંડેકર સાથે રિલેશનશિપમાં છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેમના પરિવારના સભ્યો પણ તેમના સંબંધોથી ખુશ છે, જો કે બંનેએ હજુ સુધી લગ્ન કરવાની કોઈ યોજના બનાવી નથી. આ જોડીને પણ ચાહકો ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાતા જોવા ઈચ્છે છે.

અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાની: અભિનેતા અરબાઝ ખાને વર્ષ 1998માં મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2017માં કપલે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે, તો અરબાઝ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે સંબંધમાં છે. જ્યોર્જિયા એન્ડ્રિયાની એક ઈટાલિયન મોડલ છે, તે ખૂબ જ સુંદર પણ છે.

અરબાઝની ગર્લફ્રેન્ડ તેના કરતા લગભગ 22 વર્ષ નાની છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે અને 4 વર્ષથી રિલેશનશિપમાં છે. આટલા લાંબા સમય પછી હવે ચાહકો બંનેને પતિ-પત્ની તરીકે જોવા ઈચ્છે છે, જો કે બંને તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.