બોલીવુડની આ 9 અભિનેત્રીઓ ખૂબ જ સુંદર હોવા છતા પણ બોલીવુડમાં નથી જમાવી શકી પોતાનો સિક્કો, જાણો કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ એક એવી ઈંડસ્ટ્રી છે જ્યાં પુરુષોને જ સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. અથવા તો એમ કહીએ કે પુરુષ પ્રધાન ઉદ્યોગ છે. અહિં શરૂઆતથી જ મહિલાઓનું શોષણ થતું રહે છે. મહિલાઓને અહીં ક્યારેય યોગ્ય માન આપવામાં આવ્યું નથી. જે મહિલાઓ પાસે ઓળખ છે માત્ર તે કામ મેળવી શકે છે. આટલું જ નહિં જે ન્યૂ કમર હોય છે તેને અનેક રીતે પરેશાન કરવામાં આવે છે. ઘણી અભિનેત્રીઓ કાં તો ઈન્ડસ્ટ્રી છોડી દે છે અથવા રાહમાં ઉંમર પસાર કરી દે છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે છેલ્લા ઘણા સમયથી આ ઈન્ડસ્ટ્રીમાં છે, પરંતુ આજે પણ તેઓ તેમની ઓળખ માટે ચિંતિત છે. તેમની મહેનતનો દરેક વખતે ન્યાય કરવામાં આવતો નથી. આ અભિનેત્રીઓ પણ ખૂબ જ સુંદર છે.

અમૃતા રાવ: અમૃતા રાવ જ્યારે આવી હતી ત્યારે તે બોલિવૂડની સ્ટાર માનવામાં આવતી હતી. તેણે ફિલ્મ મેં હૂં ના, વિવાહ અને ઇશ્ક વિશક અને જોલી એલએલબી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઘણી હિટ ફિલ્મો આપવા છતાં પણ તેને એ-લિસ્ટ અભિનેત્રીઓમાં ક્યારેય ગણવામાં આવી. તે છેલ્લે ફિલ્મ ઠાકરે માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી.

યામી ગૌતમ: યામીએ 2012 માં વિક્કી ડોનર ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં આવતા પહેલા તે દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મો અને ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો રહી ચૂકી છે. તે ઈન્ડસ્ટ્રીમાં ફેર એંડલવલીની એડ વાળી છોકરીના નામથી પ્રખ્યાત છે. તે યુઆરઆઈ અને બાલા જેવી કેટલીક સુંદર ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મોમાં પણ યામીને ખૂબ ઓછું મહત્વ આપવામાં આવતું હતું.

પ્રાચી દેસાઈ: પ્રાચી દેસાઈ ટીવીમાંથી આવેલી અભિનેત્રી છે. ટીવી પર તેણે ખૂબ નામ કમાવ્યું છે. ફિલ્મોમાં તેણે પોતાની એક્ટિંગથી ટિકાકારોને પ્રભાવિત કર્યા છે. પ્રાચીએ બોલીવુડમાં તેની શરૂઆત રોક ઓન ફિલ્મથી કરી હતી. તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી પરંતુ તેને સારી સ્ક્રિપ્ટ મળી નહીં.

એલી અવરામ: એલી અવરામે મનીષ પોલ સાથે ફિલ્મ મિકી વાયરસથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ અભિનેત્રી એકથી એક ચઢિયાતી ફિલ્મની અભિનેત્રી રહી ચૂકી છે. તેમાંથી તેની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ પણ રહી છે. છતા પણ અભિનેત્રીને ઓળખ ન મળી. તેમણે આ ઈંડસ્ટ્રીમાં આજ સુધી 8 વર્ષ પસાર કર્યા છે.

સોનલ ચૌહાણ: સોનલ ચૌહાણે 2008 ની બ્લોકબસ્ટર ફિલ્મ જન્ન્તથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીએ 3 જી, અને શેર જેવી ફિલ્મો પણ કરી હતી. બોલિવૂડમાં કામ ન મળ્યા પછી તેણે ટોલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું.

અમાયરા દસ્તૂર: 2013 ની રોમેન્ટિક ફિલ્મ ઇશ્કમાં અમાયરા દસ્તુર જોવા મળી હતી. પછી તેણે ઈમરાન હાશ્મી અને સૈફ અલી ખાન સાથે પણ ઘણી ફિલ્મો કરી હતી. આ સમય દરમિયાન અભિનેત્રીને તેની એક્ટિંગ માટે ક્યારેય કોઈ પણ પ્રકારની પ્રસંશા મળી નથી. તે તેની ફિલ્મ રાજમા ચાવલ પછી ચર્ચામાં આવી હતી.

ઝરીન ખાન: ઝરીન ખાનને કેટરીના કૈફની કોપી તરીકે લાવવામાં આવી હતી. તેણે સલમાન ખાન સાથેની ફિલ્મ વીરથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે હેટ સ્ટોરી 3 થી પોતાની છબીને સંપૂર્ણપણે બદલી નાખી હતી. આજ સુધી તેને કોઈ મોટી ઓળખ મળી નથી.

તમન્ના ભાટિયા: 2000 ની શરૂઆતમાં, તમન્ના ભાટિયાએ ફિલ્મ ચાંદ સા રોશન ચેહરાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બોલિવૂડ તરફથી પછી તેને કોઈ ઓફર ન મળી અને તે સાઉથ ઇન્ડસ્ટ્રી તરફ વળી. તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત થઈ અને હિંમતવાલાથી બોલિવૂડમાં પરત ફરી. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો કરી પરંતુ તે પોતાને સ્થાપિત કરી શકી નહીં.

એમી જેકસન: અભિનેત્રી એમી જેક્સને ફિલ્મ એક દીવાના થા માં પ્રતીક બબ્બર સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એમી ફિલ્મ 2.0માં સુપરસ્ટાર રજનીકાંતની સાથે જોવા મળી હતી. આટલી બધી ફિલ્મો કર્યા પછી પણ તેને એ-લિસ્ટ અભિનેત્રી માનવામાં આવતી નથી. આ સાથે આ લિસ્ટમાં ઘણી વધુ અભિનેત્રીઓના નામ પણ શામેલ છે.