બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની જોડી સૌથી પાવરફુલ છે. અભિષેક અને એશ્વર્યા હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.
નોંધપાત્ર છે કે એશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્ન વર્ષ 2007માં થયા હતા પરંતુ તેમની પહેલી મુલાકાત વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. સાથે જ જ્યારે એશ્વર્યા રાયે અભિષેક સાથે પોતાના સંબંધ પર ચુપ્પી તોડી હતી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ચાલો જાણીએ અભિષેક સાથે પોતાના સંબંધ પર એશ્વર્યા રાય એ શું કહ્યું હતું?
બોબી દેઓલના કારણે થઈ હતી એશ્વર્યા અને અભિષેકની પહેલી મુલાકાત: જણાવી દઈએ કે એશ્વર્યા રાયે ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ જોવા મળ્યા હતા અને તેમની આ પહેલી ફિલ્મ સફળ સાબિત થઈ હતી. સાથે જ એશ્વર્યા પોતાની પહેલી જ ફિલ્મથી દરેકનું ધ્યાન ખેંચવામાં સફળ રહી. કહેવાય છે કે એશ્વર્યા અને અભિષેકની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગુરુ’ના સેટ પર થઈ હતી.
પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે, તેમની પહેલી મુલાકાત વર્ષ 1997માં ‘ઔર પ્યાર હો ગયા’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. હા, બોબી દેઓલની મદદથી આ બંનેની પહેલી મુલાકાત થઈ હતી અને પહેલી મુલાકાત પછી અભિષેક એશ્વર્યાને દિલ આપી બેઠા હતા. કહેવાય છે કે આ મુલાકાત પછી એશ્વર્યા અભિષેકની ક્રશ બની ચુકી હતી.
સાથે જ જ્યારે આ વિશે એશ્વર્યા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે, “તેને ક્યારેય અભિષેક પર ક્રશ ન હતો. અહિં સુધી કે જ્યારે અભિનેતા સાથે તેના લગ્ન થયા ત્યારે પણ તેને એવો કોઈ અનુભવ થયો ન હતો. તેને સ્કૂલ અથવા કોલેજમાં પોતાનાથી નાની ઉંમરના કોઈ પણ છોકરા પર ક્યારેય કોઈ ક્રશ નથી રહ્યો.” જણાવી દઈએ, એશ્વર્યા અભિષેક થી 2 વર્ષ મોટી છે.
જ્યારે એશ્વર્યાને પૂછવામાં આવ્યું કે, શું તમને લાગે છે કે મિસિસ બચ્ચન બનવાથી કોઈ પણ રીતે, એશ્વર્યા રાય જે હતી તે પાછળ છૂટી ગઈ છે? તેના જવાબમાં તે કહે છે, “મારા વિચારમાં લગ્ન કોઈ સમાધાન નથી. મારા માટે તે એક સંબંધ છે જે આગળ વધી રહ્યો છે અને પ્રામાણિકતાથી સંપૂર્ણ છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું. હું તેને દિલથી સ્વીકારું છું. હું તેનો અનુભવ કરી રહી છું. ત્યાર પછી એશ્વર્યા કહે છે કે હું દરેકને લગ્ન કરવાની સલાહ આપું છું.”
જણાવી દઈએ કે,એશ્વર્યા અને અભિષેકના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. આ પહેલા બંનેએ એકબીજાને લગભગ 3 વર્ષ સુધી ડેટ કરી હતી. એશ્વર્યા અને અભિષેકે પોતાની કારકિર્દીમાં ‘ગુરુ’, ‘કુછ ના કહો’, ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ જેવી ફિલ્મો કરી છે, જેમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા. સાથે જ લગ્ન પછી બંનેએ ‘રાવણ’, ‘સરકાર રાજ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. બંને આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને સુખી જીવન જીવી રહ્યા છે.
નોંધપાત્ર છે કે લગ્ન પહેલા એશ્વર્યાનું નામ પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન સાથે જોડાઈ ચુક્યું છે. આ ઉપરાંત તેનું નામ અભિનેતા વિવેક ઓબેરોય, અક્ષય ખન્ના જેવા કલાકારો સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જોકે છેલ્લે તેણે અભિષેકને ડેટ કરી અને તેની પત્ની બની. ત્યાર પછી વર્ષ 2011 માં, તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ આરાધ્યા છે.
એશ્વર્યાની આગામી ફિલ્મ: વાત કરીએ એશ્વર્યાના વર્ક ફ્રન્ટ વિશે તો, તે ટૂંક સમયમાં મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલવાન’માં જોવા મળશે. સાથે જ અભિષેક છેલ્લે ફિલ્મ ‘દસવી’માં જોવા મળ્યા હતા, જેમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.