હવે થયો ખુલાસો! શેરશાહ ફિલ્મ માટે કિયારા નહિં પરંતુ આ અભિનેત્રી હતી મેકર્સની પહેલી પસંદ

બોલિવુડ

વર્ષ 2021માં રિલીઝ થયેલી ઘણી ફિલ્મો હેડલાઇન્સમાં રહી, તો સાથે જ આ વર્ષે રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘શેર શાહ’ને કોણ ભૂલી શકે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી હતી અને આ ફિલ્મ ગયા વર્ષની સુપરહિટ ફિલ્મોમાં શામેલ રહી અને આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ અને સ્નેહ મળ્યો હતો. સાથે જ આ ફિલ્મની જે સૌથી મોટી વાત છે, શું તે તમે જાણો છો? જો નથી જાણતા તો ચાલો જાણીએ.

નોંધપાત્ર છે કે આ ફિલ્મમાં ડિમ્પલ ચીમાના પાત્રમાં કિયારા અડવાણીએ દર્શકો અને સમીક્ષકોને ખૂબ જ પ્રભાવિત કર્યા, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મમાં ડિમ્પલ ચીમાનું પાત્ર જેને કિયારા એ નિભાવ્યું, પહેલા આ પાત્ર તેના માટે ન હતું. હા જણાવી દઈએ કે પહેલા મેકર્સે આ રોલ આલિયા ભટ્ટને ઑફર કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર આ રોલ કિયારા સુધી પહોંચી ગયો.

સાથે જ તેના વિશે હવે એક સમાચાર આવ્યા છે, જે મુજબ આલિયા ભટ્ટે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ખરેખર બન્યું કંઈક એવું કે અભિનેત્રી આલિયા ને તારીખને લઈને થોડી સમસ્યા હતી અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેનું શેડ્યૂલ પહેલાથી જ ખૂબ પેક્ડ હતું. આવી સ્થિતિમાં જ્યારે ફિલ્મ કરવા વિશે તે મેકર્સ ને કોઈ કન્ફોર્મેશન આપી શકતી ન હતી. ત્યાર પછી મેકર્સે કિયારા અડવાણીનો સંપર્ક કર્યો.

સાથે જ તેમાં એક મજાની વાત એ રહી કે પહેલા તારીખોની સમસ્યાને કારણે ભલે આલિયા રોલ ન કરી શકી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી આલિયા ભટ્ટે ફિલ્મ અને તેમાં નિભાવેલા પાત્રોની પ્રશંસા કરતા એક સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી. જણાવી દઈએ કે આલિયા ભટ્ટે તેની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “જરૂર જરૂર જરૂર જુવો આ ફિલ્મ! આ ફિલ્મ એ મને રડાવી, હસાવી અને બધું જ કર્યું. સિદ્ધાર્થ મલ્હોત્રા, તમે ફિલ્મમાં સૌથી ખાસ જોવા મળ્યા. ખૂબ જ સુંદર અને કિયારા અડવાણી, તમે ફિલ્મમાં ખૂબ જ સુંદર જોવા મળ્યા અને યોગ્ય રીતે ચમક્યા. આખી ટીમ અને કલાકારોને અભિનંદન, ખૂબ જ સિંદર ફિલ્મ.”

સાથે જ છેલ્લે વાત આલિયા ભટ્ટના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં જોવા મળશે અને આ ફિલ્મ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ આલિયા રણબીર સાથે પણ જોવા મળશે અને બંને અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર એકબીજા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય સુપરપાવર શિવાની ભૂમિકા નિભાવી રહ્યો છે. સાથે જ ફિલ્મમાં રણબીર અને આલિયા ઉપરાંત સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન મુખ્ય ભુમિકામાં જોવા મળવાના છે. જ્યારે અભિનેત્રી મૌની રોય મુખ્ય વિલનની ભૂમિકા નિભાવી રહી છે.