ગરીબ બનવાથી બચવું છે તો પર્સમાંથી તરત જ કાઢી નાખો આ 5 ચીજો, માતા લક્ષ્મી તેનાથી થાય છે નારાજ

ધાર્મિક

પૈસા એક એવી ચીજ છે જેની ઈચ્છા દરેકને હોય છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ દિવસ-રાત તેને કમાવવા માટે મહેનત કરે છે. પરંતુ ઘણી વખત મહેનત અને પ્રયત્નો કરવા છતાં પૈસા નથી મળતા. જો આવે પણ છે તો ટકી શકતા નથી. તેના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે આવક કરતાં વધુ ખર્ચ, બજેટ પ્લાન કરીને ન ચાલવું અથવા ચીજો સાથે જોડાયેલી ભુલ.

જો તમે ચીજો સાથે જોડાયેલી કોઈ ભૂલ કરો છો તો ધનની દેવી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે. પછી તમારી પાસે પૈસાની અછત થવા લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને પર્સ સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પર્સમાં કેટલીક ખાસ ચીજો રાખો છો તો પૈસાની બરકત રહેતી નથી. પર્સમાં ભૂલથી પણ ન રાખો આ 5 ચીજો.

1. ભગવાની તસવીર: ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પોતાના પર્સમાં ભગવાનની તસવીર રાખે છે. પરંતુ તેનાથી ફાયદાના બદલે નુકસાન થાય છે. આ ચીજ તમને દેવાના બોજ હેઠળ દબાવી દે છે. પર્સમાં ભગવાનની તસવીર ન રાખવી જોઈએ. ખરેખર, પર્સમાં રાખેલી તસવીરની ન તો પૂજા કરવામાં આવે છે અને ન તો તેની સાફ-સફાઈ કરવામાં આવે છે. સાથે જ પર્સમાં ઘણા લોકોના હાથમાંથી પસાર થયેલી ગંદી નોટ અને અન્ય ચીજો પણ હોય છે. જ્યારે ભગવાનની આસપાસનો વિસ્તાર સ્વચ્છ હોવો જોઈએ.

2. જૂના બિલ અથવા રસીદ: કેટલાક લોકો પર્સમાં જૂના બિલ-રસીદ પણ રાખે છે. આ ચીજ પણ ખોટી છે. તેને રાખવાથી પૈસાનું નુક્સાન થાય છે. તેનાથી તમારા ખર્ચ અટકવાનું નામ નથી લેતા. આ ચીજ તમારી બરકત પણ ઓછી કરે છે. તેથી આવી ચીજો પર્સમાં રાખવાની ભુલ ન કરો.

3. મૃત સંબંધીની તસવીર: ઘણા લોકો પોતાના મૃત સંબંધીઓની તસવીર પણ પર્સમાં રાખે છે. તેમનો તેમની સાથે ભાવુક લગાવ હોય છે. પરંતુ આવી તસવીરો પર્સમાં રાખવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. તમારા પરિવારજનોનો આત્મા સ્વર્ગમાં છે. તેમને દરેક સમયે નજીક રાખવાથી તેમનું ધ્યાન ભટકે છે અને તેઓ નારાજ થાય છે.

4. ધારદાર અથવા તીક્ષ્ણ વસ્તુઃ પર્સમાં કોઈ પણ ધારદાર ચીજો ન રાખવી જોઈએ. આવી ચીજો નકારાત્મકતા લાવે છે. અને જ્યાં નકારાત્મક ઉર્જા રહે છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય આવતા નથી. તેથી પર્સમાં ચાવી, પિન, છરી અથવા કોઈપણ ધારદાર ચીજો રાખવાથી બચો.

5. ફાટેલું પર્સઃ કેટલાક લોકો પર્સ ફાટી ગયા પછી પણ તેનો ઉપયોગ કરતા રહે છે. ફાટેલું પર્સ રાખવું શુભ માનવામાં આવતું નથી. તે ગરીબીની નિશાની છે. તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.