એક લાંબા સમયથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ફરીથી ‘દયાભાભી’ને લાવવાની ચર્ચા ચાલી રહી છે. જણાવી દઈએ કે આ શોમાં દયાભાભીનું પાત્ર અભિનેત્રી દિશા વાકાણી નિભાવતી હતી. વર્ષ 2017માં દિશાએ શો છોડી દીધો હતો, પરંતુ ત્યારથી શોમાં તેના કમબેકની સતત ચર્ચા થઈ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી ઘણી વખત એ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે દિશા વાકાણી શોમાં પરત ફરશે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના તાજેતરના એપિસોડમાં પણ આ પ્રકારની ઉથલ-પુથલ જોવા મળી રહી છે. મેકર્સે પૂરો પ્રયત્ન કર્યો છે કે દિશાને ફરીથી શોમાં દયાભાભીના પાત્રમાં લાવવામાં આવે જોકે મેકર્સના પ્રયત્નો નિષ્ફળ રહ્યા.
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે, તે ખરાબ સમાચાર છે કે શોમાં દયાભાભી પરત ફરશે પરંતુ દિશા વાકાણી આ રોલ નહીં નિભાવે, પરંતુ મેકર્સે દયાના પાત્ર માટે નવી અભિનેત્રી શોધી લીધી છે. સતત દિશાની શોમાં કમબેક કરવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ આ દરમિયાન દર્શકોને મોટો ઝટકો મળવાની આશા છે.
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શોમાં દયાભાભીનું પાત્ર અભિનેત્રી રાખી વિઝન નિભાવશે. રાખી વિઝન પ્રખ્યાત અભિનેત્રી છે. જણાવી દઈએ કે રાખી ‘દેખ ભાઈ દેખ’, ‘બનેગી અપની બાત’, ‘નાગિન 4’ જેવા શોમાં પોતાની એક્ટિંગના જલવા ફેલાવી ચુકી છે. સાથે જ તેણે 90ના દાયકાના સિટકોમ ‘હમ પાંચ’માં સ્વીટી માથુરની ભૂમિકા નિભાવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે મેકર્સની શોધ રાખીના રૂપમાં પૂર્ણ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા શોના નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે નવી દયાભાભી માટે ઓડિશન ચાલી રહ્યા છે અને હવે લાગે છે કે તેમણે રાખીને દયાના રોલ માટે ફાઈનલ કરી લીધી છે. ટૂંક સમયમાં જ રાખી શોમાં દયાભાભીના પાત્રમાં જોવા મળી શકે છે.
અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, દયા ભાભી આવશે. અમે ઈચ્છીએ છીએ કે દિશા વાકાણી શોમાં દયાબેન તરીકે પરત આવે, પરંતુ સાથે જ અમે આ પાત્ર માટે ઓડિશન લઈ રહ્યા છીએ. જો દિશા પરત આવે છે તો ખૂબ સારું હશે કારણ કે તે પરિવાર જેવી છે.
શોમાં તેનું કમબેક શક્ય લાગી રહ્યું નથી, તેથી અમે તેનું રિપ્લેસમેંટ શોધી રહ્યા છીએ. એક મેકર્સ તરીકે હું ઈચ્છું છું કે દયાબેન પરત આવે. અમારા પ્રયત્નો ચાલુ છે. આવનારા થોડા મહિનામાં દયા ભાભી પણ જોવા મળશે અને અન્ય ઘણા બધા જોવા મળશે.