કેટરીનાને લગ્નમાં બોલાવવા ઈચ્છતી ન હતી દીપિકા પરંતુ બોલાવવી પડી, જાણો શું હતું તેનું કારણ

બોલિવુડ

દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફના સંબંધ વચ્ચેની કડવાશથી કોઈ અજાણ નથી. અહીં સુધી કે બંને તેના વિશે પહેલા ખુલીને વાત પણ કરી ચુકી છે. હવે ભલે તે બંને પોતાની જૂની બાબતો ભૂલી ચુકી હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે બંને એકબીજાનો ચહેરો જોવો પણ પસંદ કરતી ન હતી. અહીં સુધી કે દીપિકા એ તો કેટરીનાને પોતાના લગ્નમાં બોલાવવાની પણ ના પાડી દીધી હતી. પરંતુ છતાં પણ દીપિકા અને રણવીર સિંહના લગ્નમાં કેટરિના કૈફ જોવા મળી હતી, તેના દાવાથી વિરુદ્ધ, કેટરિનાને બોલાવવાનું કારણ દીપિકાએ પોતે જ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

ફિલ્મ બચના-એ-હસીનમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સાથે હતા. વર્ષ 2007 માં ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા અને એકબીજાને પ્રેમ કરી બેઠા. બંનેનો સંબંધ એટલો મજબૂત અને સારો હતો, તેના પર તે મીડિયા સામે પણ ખુલીને વાત કરતા હતા. વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે બંને લગ્ન પણ કરી શકે છે. પરંતુ આવું બની શક્યું નહિં અને બંનેના સંબંધો વચ્ચે આવી ગઈ કેટરીના કૈફ.

અજબ પ્રેમ કી ગજબ કહાની: દીપિકા અને રણબીરનો સંબંધ ભલે લાંબા સમય સુધી ન ચાલ્યો પરંતુ કેટરિના અને રણબીરનો સંબંધ જરૂર લાંબો ચાલ્યો. 2008 માં રણબીર અને કેટરિના ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાનીનું શૂટિંગ કરી રહ્યા હતા, આ દરમિયાન તેમની નિકટતા વધી અને આ નિકટતા સંબંધમાં બદલાઈ ગઈ. પિતા બંનેના સંબંધના સમાચાર પિતા ઋષિ કપૂરે પણ કંફર્મ કર્યા હતા. અહીં સુધી કે કહેવામાં આવી રહ્યું હતું કે બંનેએ સગાઈ પણ કરી લીધી છે.

જ્યારે કેટરિના રણવીરના જીવનમાં આવી તે પહેલા જ દીપિકા અને રણબીર એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ વાત દીપિકાને ખબર પડી તો તેને બિલકુલ પણ સારું ન લાગ્યું અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યાર પછીથી જ દીપિકા અને કેટરિના એકબીજાના દુશ્મન બની ગયા હતા બંને એકબીજાને બિલકુલ પસંદ કરતી ન હતી.

પછી દીપિકા રણબીર સિંહ સાથે રિલેશનશિપમાં આવી ગઈ. તેના લગ્ન પહેલા જ એક ઈન્ટરવ્યુમાં તેને કોઈએ પૂછ્યું હતું કે શું તમે કેટરિનાને પોતાના લગ્નમાં બોલાવશો તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમનું આ નિવેદન તે સમયે ખૂબ ચર્ચામાં હતું.

પરંતુ 2018 માં જ્યારે દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા અને કેટરિના કૈફ તેના રિસેપ્શનમાં જોવા મળી તો લોકોએ દીપિકાને તેની જૂની વાત યાદ અપાવતા પુછ્યું કે છેવટે તમારું મન કેવી રીતે બદલાઈ ગયું. ત્યારે દીપિકાએ જવાબ આપતા કહ્યું કે “મેં તેની સાથે પેચઅપ કરી લીધું છે.” હું તેમનું અને તેમના કામનું સન્માન કરું છું. કેટરિનાએ પણ દીપિકાના લગ્નમાં શામેલ થવા વિશે કહ્યું હતું કે હું લગ્નમાં આવેલા મહેમાનોમાં સૌથી છેલ્લે નિકળાનારા માંથી એક હતી, મેં તેના લગ્નમાં ખૂબ ખાધું અને ખૂબ ડાન્સ કર્યો.

તાજેતરમાં કેટરિના કૈફનું નામ વિકી કૌશલ સાથે જોડાયું હતું જેમાં બંનેની સગાઈના સમાચાર હતા. રણબીર કપૂર પણ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. જ્યારે દીપિકાએ 3 વર્ષ પહેલા જ રણવીર સિંહ સાથે લગ્ન કરી ચુકી છે.