નો મોબાઈલ ફોન જોનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે વિક્કી અને કેટરીના કેફ, દરેક માટે રાખી છે આ શરત

બોલિવુડ

આ દિવસોમાં મીડિયામાં અભિનેતા વિક્કી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફના લગ્નના સમાચાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બંનેના ચાહકોની વચ્ચે પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાચારોનું માનીએ તો આ લગ્ન ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં થવા જઈ રહ્યા છે. લગ્ન વિશે આ કપલ તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી અને અત્યાર સુધી તેમનું ઈનવિટેશન કાર્ડ પણ સામે આવ્યું નથી.

તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આ કપલ પોતાના લગ્નમાં સંપૂર્ણ ગુપ્તતા રાખવા ઈચ્છે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, આ જોડી પોતાના જીવનના સૌથી મોટા દિવસ પર સૌથી વધુ ગુપ્તતા જાળવી રાખવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. આ લગ્ન રાજસ્થાનના એક લક્ઝરી ફોર્ટ-રિસોર્ટમાં થવા જઈ રહ્યા છે.

મોબાઈલ વગર મળશે એંટ્રી: હવે, એક આંતરિક સૂત્રએ જણાવ્યું કે વિક્કી અને કેટરીના લગ્નના ઈંવીટેશનમાં મોબાઈલને ન લઈને આવવાનો નિયમ નાખવા જઈ રહ્યા છે. ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ તસવીર કે વીડિયો તેમની જાણ વગર સોશિયલ મીડિયા પર ન આવે.

સૂત્રએ સાથે એ પણ માહિતી આપી કે, “આ તે બંને માટે એક મોટો દિવસ છે, આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર તસવીર લીક ન થાય તેના માટે તેમણે એક પ્રાઈવેસી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખવા માટે પોતાની એક સ્પેશિયલ ટીમ બનાવી છે, જે આ વાતનું વિશેષ રીતે ધ્યાન રાખશે. રિપોર્ટ મુજબ વેડિંગ વેન્યૂ પર એક એરિયા હશે, જેની આગળ કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહિં.

તમને જણાવી દઈએ કે મીડિયામાં આ વાતનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દિવાળીના દિવસે બંનેએ સગાઈ કરી લીધી છે. વિક્કી અને કેટરિનાની રોકા સેરેમની ડિરેક્ટર કબીર ખાનના ઘરે થઈ હતી, જેમાં બંનેના પરિવારના સભ્યો શામેલ થયા હતા. અને બંને પરિવારના લોકોએ બંનેને આશીર્વાદ આપ્યા હતા. મીડિયામાં આ લગ્નમાં શામેલ થનારા ગેસ્ટનું લિસ્ટ પણ સામે આવી ચુક્યું છે.

પહેલા પણ બોલીવુડના લગ્નમાં થઈ ચુક્યા છે મોબાઈલ બેન: મીડિયામાં આવી રહેલી માહિતી મુજબ બંને પક્ષના પરિવારના સભ્યો ઉપરાંત બોલીવુડની એ-લિસ્ટ હસ્તિઓને પણ આ લગ્નમાં બોલાવવામાં આવ્યા છે. જો કે દરેક લોકો પર ફોન સાથે ન લાવવાની પોલિસી લાગુ પડશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટીના લગ્ન દરમિયાન મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય. દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પણ તેમના લગ્ન દરમિયાન આવું કર્યું હતું. આ ઉપરાંત દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ પોતાના લગ્નમાં તેમના મિત્રો અને પરિવાર ને આ પ્રકારની વિનંતી કરી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કેટરિના કૈફની ફિલ્મ ‘સૂર્યવંશી’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ત્યાર પછી તે ‘ફોન ભૂત’ અને ‘જી લે જરા’ ફિલ્મોમાં જોવા મળશે. કેટરીના કૈફ- સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. વિકી કૌશલની વાત કરીએ તો તેની ફિલ્મ ‘સરદાર ઉધમ’ થોડા દિવસો પહેલા રીલિઝ થઈ હતી. વિકી કૌશલ ટૂંક સમયમાં મહાભારતના યોદ્ધા અને ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા પર આધારિત ફિલ્મ ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.