બોલીવુડ અભિનેત્રી કરતા પણ વધારે સુંદર છે IPL ખિલાડી નીતીશ રાણાની પત્ની, જુવો તસવીરો

રમત-જગત

ભારતમાં જ્યારે પણ સ્પોર્ટ્સની વાત ચાલતી હોય છે ત્યારે સૌથી પહેલા ક્રિકેટનું નામ મગજમાં સૌથી પહેલા આવે છે. ભારતમાં તમને ઘણા બધા ક્રિકેટ ચાહકો જોવા મળશે. આ જ કારણ છે કે આ ક્રિકેટરોની લોકપ્રિયતા બોલિવૂડ સ્ટાર્સને પણ ટક્કર આપે છે. માત્ર ક્રિકેટર જ નહિં પરંતુ તેમની સાથે તેમનો પરિવાર પણ પ્રખ્યાત થઈ જાય છે. નીતીશ રાણાની પત્ની સાંચી મારવાહ ને જ લઈ લો.

કોલકાતા નાઈટ રાઇડર્સનો શ્રેષ્ઠ બેટ્સમેન નીતીશ રાણા તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. જોકે આજે અમે તમને તેની સુંદર પત્ની સાંચી મારવાહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાહકોને નીતીશ અને સાંચીની જોડી ખૂબ જ સુંદર લાગે છે.

સાંચીની સુંદરતા વિશે વાત કરવામાં આવે તો તે લૂકમાં કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી. તેને જોઈને લાગે છે કે તે એક ફિલ્મ અભિનેત્રી છે. જોકે તે વ્યવસાયે એક ઈંટીરિયર ડિઝાઇનર છે. નીતિશ રાણા અને સાંચી મારવાહએ ફેબ્રુઆરી 2019 માં 7 ફેરા લીધા હતા. ત્યારે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તેનું એક કારણ એ પણ હતું કે સાંચી પણ ખૂબ જ સુંદર હતી.

નીતીશ રાણાના લગ્ન પછી દરેક તેની પત્ની વિશે જાણવા માટે આતુર હતા. આ કોણ છે, તે ક્યાંથી આવી છે, તે શું કરે છે? તમારી માહિતી માટે જણાવી દઈએ કે નીતીશની પત્ની સાંચી તેના ફિલ્ડ ઈંટીરિયર ડિઝાઇનરની નિષ્ણાત ખેલાડી છે. તેનું કામ દૂરથી ચમકે છે. તેણે વર્ષ 2015 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

સાંચી મારવાહ એ અંસલ યૂનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સુશાંત સ્કૂલ ઓફ ડિઝાઈન થી પોતાનો ઈંટીરીયર ડીઝાઈનિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે ઘણા પ્રખ્યાત ઈંટીરીયર ડિઝાઇનરો સાથે તાલીમ પણ લીધી છે. આ જ કારણ છે કે નીતીશની પત્ની હોવા છતાં તે તેના કામ માટે પણ જાણીતી છે.

નીતીશ અને સાંચી વચ્ચેનો સંબંધ પ્રેમ અને નાની-મોટી લડાઈ વાળો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બંને નાની નાની બાબતો પર પણ ઝઘડી પડે છે. નીતિશ રાણાએ કહ્યું કે, અમારા રૂમમાં એક નાનું ઓશીકું છે. અમે બંને હંમેશાં આ નાના ઓશીકાને લઈને લડીએ છીએ. લડાઈ માત્ર આ વાતની હોય છે કે તેના ઉપર કોણ સૂશે.