નીતા અંબાણી એ ભત્રીજીના સંગીતમાં પતિ મુકેશ સાથે કર્યો હતો ડાંસ, દુલ્હનની ફઈ પર ટકી રહી ગઈ હતી દરેકની નજર, જુવો તેનો આ વીડિયો

વિશેષ

અંબાણી પરિવાર ભારતીય બિઝનેસમેનના પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક છે. અંબાણી પરિવારમાં કોઈપણ ફંકશન હોય ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં જ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની ભત્રીજી નેહા સતાના લગ્નની વિધિઓની કેટલીક ઝલક સામે આવી છે. ચાલો તમને બતાવીએ.

સૌથી પહેલા જાણી લો કે નેતા સતા નીતા અંબાણીના કઝિન ભાઈની પુત્રી છે. નેહાના લગ્ન વર્ષ 2018માં હૈદરાબાદના એન્જીન બાવલી વિસ્તારમાં આવેલા તાજ ફલકનુમા પેલેસમાં થયા હતા. આ લગ્નમાં નીતા અંબાણી તેમના પતિ મુકેશ અંબાણી, બંને પુત્રો આકાશ-અનંત અને શ્લોકા મેહતા અને રાધિકા મર્ચન્ટ સાથે પહોંચી હતી. જણાવી દઈએ કે રાધિકા, અંબાણી પરિવારની ભાવિ નાની વહુ છે.

હવે અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલને સ્ક્રોલ કરતી વખતે નેહાના સંગીતની કેટલીક ઝલક મળી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે દરેકની નજર દુલ્હનની ફઈ અને ફુવા એટલે કે નીતા અને મુકેશ પર ટકી રહી ગઈ હતી. અહીં નીતા રેડ શરારા સૂટમાં જોવા મળી હતી. તેના આ શરારા સૂટ પર દુપટ્ટાથી લઈને કુર્તી સુધીનું સુંદર કામ કરવામાં આવ્યું હતું. સિલ્ક મટિરિયલથી બનેલા આ આઉટફિટને ગોલ્ડન થ્રેડ વર્કથી સજાવવામાં આવ્યું હતું. આ સૂટ પર હાથ દ્વારા રિચ ભરતકામ કરવામાં આવ્યું હતું. સાથે જ કુર્તા સેટની બોર્ડર પર ગોટા-પટ્ટી સાથે સિક્વિન વર્ક હતું, જે નીતા અંબાણીના આ શરારા સૂટને ખૂબ જ સુંદર બનાવી રહ્યું હતું.

અંબાણી પરિવારના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલી આ ઝલકમાં, કેટલાક વીડિયોમાં નીતા ડાન્સ કરતા જોવા મળી રહી છે. એક વીડિયોમાં જ્યાં તે તેના પતિ મુકેશ અંબાણી સાથે ડાન્સ કરી રહી છે, તો અન્ય વીડિયોમાં તે તેના પૂરા પરિવાર, ભત્રીજી અને કઝિન સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ સાથે જ અમને શ્લોકા અને આકાશની પણ એક સ્પેશિયલ પરફોર્મંસની ઝલક જોવા મળી છે. હાલમાં, તમને અંબાણી પરિવારની ઝલક કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો.