ઘરથી પણ વધુ લક્ઝરી છે નીતા અંબાણીનું 230 કરોડનું પ્રાઈવેટ ઝેટ, જુવો અંદરની તસવીરો

Uncategorized

એશિયાની પાવરફુલ બિઝનેસવુમનની વાત હોય તો તેમાં નીતા અંબાણીનું નામ જરૂર આવશે. નીતા અંબાણી એક એવી મહિલા છે જેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે. નીતા ઘણીવાર તેની સુંદરતા અને અનોખી સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણી માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. એશિયાના સૌથી ધનિક પુરુષ મુકેશ અંબાણીની પત્ની હોવા છતાં નીતા અંબાણીની પોતાની એક અલગ ઓળખ છે.

જણવી દઈએ કે રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી એશિયાના અમીર લોકોના લિસ્ટમાં ટોપ પર છે. દર વર્ષે આવતા આંકડા મુજબ બિઝનેસમેન મુકેશ અંબાણીની સંપત્તિ આશરે 5.60 લાખ કરોડની છે. નીતા અંબાણીની વાત કરીએ તો તે એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે લક્ઝરી લાઇફની પણ શોખીન છે.

57 વર્ષીય નીતા અંબાણી પાસે ખૂબ જ કિંમતી ચીજો છે અને તેમાંથી એક છે તેમની રોયલ સવારી એટલે કે તેમનું પ્રાઈવેટ જેટ. 8 કરોડની બીએમડબ્લ્યુ 760 માં ફરતી નીતા અંબાણી પાસે લાંબી મુસાફરી કરવા માટે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે. આ પ્રાઈવેટ જેટ તેમને મુકેશ અંબાણીએ તેના જન્મદિવસ પર આપ્યું હતું.

નીતા અંબાણીનું આ પ્રાઈવેટ જેટ અંદરથી કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછું નથી. વર્ષ 2007 માં 44 મા જન્મદિવસ પર, મુકેશે નીતા અંબાણીને આ કસ્ટમ ફીટેડ એરબસ -319 લક્ઝરી પ્રાઈવેટ જેટ ગિફ્ટ કર્યું હતું. આ વિમાનની કિંમત 230 કરોડ છે, જેમાં 10 થી 12 લોકો આરામથી મુસાફરી કરી શકે છે.

મુકેશ અંબાણીએ પ્રાઈવેટ જેટને નીતા અંબાણીની જરૂરિયાતો અનુસાર બનાવ્યું છે. આ વિમાન આજની બધી લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે. નીતા એક બિઝનેસવુમન પણ છે, તેથી આ જેટમાં મુકેશે તેના માટે એક મીટિંગ રૂમ તૈયાર કરાવ્યો છે. જેટની અંદર જમવા માટે એક ડાઇનિંગ હોલ પણ છે, જે જોવામાં કોઈ ફાઈવ સ્ટાર હોટલના રેસ્ટોરન્ટથી ઓછું નથી. મુડને હળવો બનાવવા માટે તેમાં સ્કાય બાર પણ છે.

મનોરંજનને ધ્યાનમાં રાખીને જેટમાં ગેમિંગની સુવિધા પણ છે. આ ઉપરાંત જેટમાં મ્યુઝિક સિસ્ટમ્સ, સેટેલાઇટ ટેલિવિઝન અને વાયરલેસ કમ્યુનિકેશન જેવી સુવિધાઓ પણ છે. એટલે કે, આ જેટમાં બોર થવાનો કોઈ વિકલ્પ જ નથી. નીતા અંબાણીના આરામ માટે વિમાનમાં માસ્ટર બેડરૂમ પણ છે. એમ કહેવું બિલકુલ ખોટું નથી કે નીતા અંબાણીનું આ જેટ તેના ઠાઠા-બાઠમાં વધારો કરે છે.

Leave a Reply

Your email address will not be published.