દુનિયાનું સૌથી મોંઘું પર્સ લઈને ફરે છે નીતા અંબાણી, કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

વિશેષ

ભારતના સૌથી અમીર પરિવાર એટલે કે અંબાણી પરિવાર સાથે સંબંધ ધરાવનાર નીતા અંબાણીને કોણ નથી ઓળખતું. નીતા અંબાણી અવારનવાર પોતાના મોંઘા શોખ માટે ચર્ચામાં રહે છે. વર્ષ 1985માં દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા પછી નીતા અંબાણી રાણીની જેમ જીવે છે. નીતા અંબાણી પાસે ઘણી એવી કિંમતી ચીજો છે જે દુનિયામાં માત્ર તેમની પાસે જ છે.

આ ઉપરાંત નીતા અંબાણી પાસે એક એવું કીમતી પર્સ છે જેને દુનિયાનું સૌથી મોંઘું પર્સ કહેવામાં આવે છે. જો કે નીતા અંબાણીની લક્ઝરી કારથી લઈને શૂઝ, જ્વેલરી અને અન્ય એસેસરીઝ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે અને તેમની પાસે તેનું મોટું કલેક્શન છે, પરંતુ તેમની પાસે એક એવું પણ બેગ છે જે માત્ર ગણેલા અમીર પાસે જ હોય છે. ચાલો જાણીએ નીતા અંબાણીના આ પર્સની ખાસિયત વિશે?

જણાવી દઈએ કે નીતા અંબાણી વર્ષ 2015માં લેક્મે ફેશન વીકમાં જોવા મળી હતી. આ દરમિયાન તેમના હાથમાં દુનિયાનું સૌથી મોંઘું પર્સ જોવા મળ્યું. 37મી એજીએમ દરમિયાન, નીતા અંબાણી ગ્લેમરસ ગુલાબી રંગના હર્મેસ બર્કિન બેગ સાથે જોવા મળી હતી, જેની કિંમત 48,42,337 રૂપિયાથી વધુ જણાવવામાં આવી હતી.

આ ઉપરાંત વર્ષ 2013માં નીતા અંબાણી બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાને પણ મળી હતી. આ સમયે નીતા અંબાણી ગોલ્ડન કલરના સ્પાર્કલિંગ ક્લચ સાથે જોવા મળી હતી. કહેવાય છે કે નીતા અંબાણીના હાથમાં જોવા મળેલું આ બેગ સાંપની સ્કિનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ આ બેગમાં 240 ખૂબ જ કિંમતી હીરા જડવામાં આવ્યા હતા અને 18 કેરેટ વ્હાઇટ ગોલ્ડનું વર્ક પણ કરવામાં આવ્યું હતું, તે સમયે સોશિયલ મીડિયા પર તેની કિંમત લગભગ 2.6 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી.

રસપ્રદ વાત એ છે કે આ પ્રકારની બેગ માત્ર અમીર લોકો પાસે જ હોય છે જેમાં નીતા અંબાણી પણ શામેલ છે. નીતા અંબાણી ઉપરાંત આ પ્રકારનું પર્સ હોલિવૂડ અભિનેત્રી કિમ કાર્દશિયન, વિક્ટોરિયા બેકહમ, હર્ટ એવાંગેલિસ્ટા, ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી મેલાનિયા ટ્રમ્પ પાસે છે. આ ઉપરાંત નીતા અંબાણી ઘણીવાર જીમી ચૂ, ચનેલ અને ગોયાર્ડ જેવી મોંઘી બ્રાન્ડની હેન્ડબેગ લઈને જોવા મળે છે. આ હેન્ડબેગ્સની કિંમત પણ લગભગ 30 થી 40 લાખ રૂપિયા હોય છે.

જણાવી દઈએ કે નીતા અંબાણીની પાસે દુનિયાની સૌથી મોંઘી કારમાંથી એક કાર છે. રિપોર્ટનું માનીએ તો નીતાની આ કાર ભારતમાં મળતી નથી, પરંતુ તેને સ્પેશિયલ વિદેશથી મંગાવવામાં આવી છે. આ કાર જર્મનીની લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની ઓડીની સ્પેશિયલ એડિશન કાર ‘ઓડી A9 કેમેલિયન’ છે, જેની કિંમત 90 કરોડ જણાવવામાં આવેછે.

જોકે ભારત પહોંચતા-પહોંચતા આ કારની કિંમત 100 કરોડ રૂપિયા થઈ જાય છે. આ ઉપરાંત નીતાના કાર કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ એસ ક્લાસ, બેન્ટલે કોન્ટિનેંટલ ફ્લાઈંગ સ્પર, રોલ્સ રોયસ ફેન્ટમ અને BMW 7 સિરીઝ જેવી ઘણી કાર શામેલ છે.