ફિલ્મી દુનિયામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક પ્રખ્યાત અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. વાત કરી રહ્યા છીએ ટીવી અભિનેત્રી નિશી સિંહની. નિશી સિંહનું માત્ર 50 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. જણાવી દઈએ કે નિશીએ લોકપ્રિય સીરિયલ ‘કુબૂલ હૈ’માં કામ કર્યું હતું.
નિશી સિંહના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. તેમની આ જવાની ઉંમર ન હતી. માત્ર 50 વર્ષની ઉંમરમાં તેમના નિધનથી દર્શકોને મોટો ઝટકો લાગ્યો છે. નિશીએ ‘કુબૂલ હૈ’માં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. આ સિરિયલ ઝી ટીવી પર પ્રસારિત થતી હતી.
તાજેતરમાં ઉજવ્યો હતો 50મો જન્મદિવસ: જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિનેત્રી નિશી સિંહે પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ તેનો છેલ્લો જન્મદિવસ હતો. પોતાના 50મા જન્મદિવસના બે દિવસ પછી જ નિશીનું નિધન થઈ ગયું. છેલ્લા સમયમાં અભિનેત્રીની હાલત ખૂબ જ ખરાબ થઈ ચુકી હતી. તેનું શરીર ખૂબ નબળું પડી ગયું હતું. તેમના નિધનના દુઃખદ સમાચાર તેમના પતિ અને લેખક-અભિનેતા સંજય સિંહ ભદલીએ શેર કર્યા.
2022 થી શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહી હતી નિશી: નિશી સિંહની તબિયત વર્ષ 2020 થી ખરાબ થઈ ગઈ હતી. તેની હાલત સતત બગડી રહી હતી. મે 2022માં અભિનેત્રીને સ્ટ્રોક આવ્યો હતો. બીજી તરફ તે ગંભીર શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહી હતી જ્યારે તેની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી.
પરિવારે માંગી હતી આર્થિક મદદ: નિશી સિંહના પરિવારે તેની સારવારમાં ખૂબ પૈસા ખર્ચ કર્યા હતા. છતાં પણ અભિનેત્રીને બચાવી શકાઈ નહિં. નિશીના પતિ અને તેમના પરિવારે સંકટ સમયે લોકો પાસે મદદ પણ માંગી હતી.
પતિએ કહ્યું- માત્ર પ્રવાહી જ ખાઈ રહી હતી, વાત કરી શકતી ન હતી: અભિનેત્રીના પતિ સંજયે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે, “3 ફેબ્રુઆરીએ (પહેલા સ્ટ્રોકના એક વર્ષ પછી) બીજો સ્ટ્રોક આવ્યા પછી, તેના ઠીક થવાના લક્ષણ દેખાવાનું શરૂ થઈ ગયું હતું. જો કે, મે 2022 માં તેમને બીજો સ્ટ્રોક આવ્યો અને તેમની તબિયત બગડવા લાગી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા અને પછી તેને રજા આપવામાં આવી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ગળામાં ગંભીર ચેપને કારણે તેના માટે ખાવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેણે નક્કર ખોરાક ખાવાનું બંધ કરી દીધું અને અમે તેને માત્ર પ્રવાહી જ ખવડાવી શક્યા. સૌથી મોટી વિડંબના એ છે કે અમે તેમનો 50મો જન્મદિવસ ઉજવ્યો. જો કે તે વાત કરી શકતી ન હતી, પરંતુ તે ખૂબ જ ખુશ લાગી રહી હતી.”
કાર અને ઘર વેચવું પડ્યું: આગળ અભિનેત્રીના પતિએ કહ્યું કે, “હું કોઈ કામ કરી શકતો ન હતો, કારણ કે તેને દરેક સમય મારી જરૂર હતી. મારા કેટલાક મિત્રો અને ઈન્ડસ્ટ્રીના લોકો જેમ કે રમેશ તૌરાની, ગુલ ખાન, સુરભી ચંદના અને સિંટા એ અમને આર્થિક મદદ કરી. જો કે, ખર્ચને પહોંચી વળવા માટે મારે માર્ચમાં મારું ઘર અને કાર વેચવી પડી હતી. હવે બધું સમાપ્ત થઈ ગયું છે.”