નીરજ ચોપરા નથી ઈચ્છતા કે તેના જીવન પર કોઈ ફિલ્મ બને, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

બોલિવૂડમાં ઘણા વિષયો પર ફિલ્મો બને છે. આ દિવસોમાં અહીં બાયોપિકનો ટ્રેન્ડ ખૂબ પ્રચલિત છે. ફિલ્મ મેકર્સ કોઈને કોઈ પ્રખ્યાત પર્સનાલિટી પર બાયોપિક બનાવવાની તૈયારીમાં રહે છે. પછી તે કોઈ સ્ટાર હોય કે ખેલાડી. ખેલાડીઓની બાયોપિકની વાત કરીએ તો છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલિસ્ટ મેરી કોમ, દિગ્ગઝ એથલીટ મિલ્ખા સિંહ, બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ, ક્રિકેટર એમએસ ધોની જેવા સ્ટાર્સના જીવન પર બાયોપિક બની ચુકી છે. આ સાથે જ કપિલ દેવ પર પણ ટૂંક સમયમાં બાયોપિક આવનાર છે.

આ દરમિયાન ચાહકો ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભાલા ફેંક એક્સપર્ટ નીરજ ચોપરા પર બાયોપિક બનાવવાની માંગ કરી રહ્યા છે. નીરજે જ્યારથી ભારતના નામે ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ચાહકો તેના લુક અને ટેલેંટના દિવાના છે. કેટલાક લોકો મજાકમાં એમ પણ કહે છે કે જ્યારે નીરજ પર બાયોપિક બનશે ત્યારે તે પોતે તેમાં હીરો બની શકે છે. પરંતુ જ્યારે નીરજને તેની બાયોપિક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેનો જવાબ સાંભળીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

ખરેખર સોશિયલ મીડિયા પર ટોક્યો ઓલિમ્પિકમાં સ્ટાર નીરજ ચોપરાની બાયોપિક પર ચર્ચા ચાલી રહી છે. ચાહકો પણ બાયોપિકમાં મુખ્ય હીરો માટે તેમની પસંદગી જણાવી રહ્યા છે. દરેકની એ જ ઈચ્છા છે કે ભારત માટે ગોલ્ડ જીતનાર આ એથલીટની સ્ટોરીને સિલ્વર સ્ક્રીન પર જરૂર આવવું જોઈએ. આ દરમિયાન નીરજનું એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેણે જણાવ્યું છે કે તે પોતાના જીવન પર બનનારી બાયોપિક વિશે શું વિચારે છે.

ચાહકો ભલે નીરજ પર બાયોપિકની માંગણી કરી રહ્યા હોય, પરંતુ નીરજ પોતે નથી ઈચ્છતો કે તેના જીવન પર ફિલ્મ બને. જ્યારે નીરજને આ બાયોપિક વિશે સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘હું બાયોપિક વિશે જાણતો નથી. હું બસ મારી રમત પર ધ્યાન આપવા ઈચ્છું છું. જ્યારે હું રમવાનું બંધ કરીશ ત્યારે આ બધું યોગ્ય થશે. ત્યારે મારી પાસે એક નવી સ્ટોરી હશે. હાલમાં હું મારું સંપૂર્ણ ધ્યાન માત્ર રમત પર જ કેંદ્રિત કરવા ઈચ્છું છું.’

નીરજ આગળ કહે છે કે ‘એક એક્ટિવ ખેલાડી પર ક્યારેય બાયોપિક ન બનવી જોઈએ. હું પણ નિવૃત્તિ પછી તેના વિશે વિચાર કરીશ’ નીરજનું આ નિવેદન સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ સાથે નીરજનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેને પૂછવામાં આવ્યું કે જો જેવલિન પર ફિલ્મ બને છે તો કયો બોલીવુડનો હીરો તેનો રોલ સારી રીતે નિભાવી શકશે? તેના પર નીરજે કહ્યું કે ‘જો આવું થાય તો તે સારી વાત છે. જોકે મને હરિયાણાના રણદીપ હુડ્ડા પસંદ છે. પરંતુ અક્ષય કુમાર પણ મારા ફેવરિટ છે.

જણાવી દઈએ કે નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યા પછી તેના બંને ફેવરિટ સ્ટાર્સે તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા. અક્ષય કુમારે ટ્વિટ કરીને લખ્યું હતું, ‘આ સોનું છે. નીરજ ચોપરા તમને આ જીત માટે હાર્દિક અભિનંદન. આજે તમે કરોડો લોકોની ખુશીના આંસુ માટે જવાબદાર છો.’