ઉત્તરાખંડની સુંદર વાદિઓમાં આવેલું છે નીના ગુપ્તાનું ઘર, નજારો છે એવો કે થઈ જશો દિવાના, જુવો તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી નીના ગુપ્તાએ બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1994 માં આવેલી ફિલ્મ ‘વો છોકરી’ એ નીના ગુપ્તાને રાતોરાત દેશભરમાં પ્રખ્યાત કરી દિધી હતી. આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલ નિભાવવા છતાં તે પોતાની છાપ છોડવામાં સફળ રહી. તેને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેણે ‘મંડી’, ‘રિહાઇ’ અને ‘દ્રષ્ટિ’ જેવી ભારતીય ફિલ્મોમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે.

નીના ગુપ્તા ઘણીવાર તેની ફિલ્મો અને એક્ટિંગની સાથે સાથે તેની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. જો કે આજે અમે તમને ઉત્તરાખંડની ટેકરીઓમાં આવેલા અભિનેત્રીના ઘરની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં નીના ગુપ્તા પતિ વિવેક મેહરા અને પુત્રી મસાબા સાથે મુક્તેશ્વર વાળા ઘરમાં રહે છે, તે અહીં અવારનવાર પરિવાર સાથે જોવા મળે છે.

નીનાનું ઘર ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં પર્વતો અને સુંદર વાદળોની નજીક બનેલું છે. આ ઘરમાંથી પ્રકૃતિનો અદભૂત નજારો જોવા મળે છે. નીના ઘણીવાર તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી તેની તસવીરો શેર કરતી રહે છે. મોટે ભાગે તે ઘરની બાલ્કનીથી તસવીર પોસ્ટ કરે છે.

નીનાના ઘરમાં એક પાલતુ કૂતરો પણ છે, જેનું નામ ‘મિલા’ છે. નીનાના આ ઘરની સુંદરતા જોતા જ બને છે. આ સુંદર નજારો દરેકના મનને મોહિત કરે છે. નીનાએ આ ઘરને અંદરથી અને બહારથી બંને બાજુથી ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે.

નીના ગુપ્તાને વાદીઓ અને પર્વતોની વચ્ચેની આ જગ્યા ખૂબ પસંદ આવે છે. અહીં આવીને તે તેના પરિવાર સાથે આરામદાયક ક્ષણોનો આનંદ માણે છે. આ હિલ સ્ટેશન મુક્તેશ્વર કોઈનું પણ મન મોહિત કરવા માટે પૂરતું છે.

આ છે ઘરનો અંદરનો નજારો. જ્યાં નીના તેના કૂતરા સાથે સમય પસાર કરી રહી છે. નીનાનું ઉત્તરાખંડમાં આ ઘર અંદરથી કોઈ ફાઇવ સ્ટાર હોટલ જેવું લાગે છે. ઘરની દિવાલોને સફેદ પેઇન્ટથી સજાવવામાં આવી છે અને દિવાલો પર ઘણી તસવીરો પણ લગાવવામાં આવી છે.

નીનાના આ ઘરમાં જરૂરિયાતની બધી ચીજો હાજર છે. તેણે પોતાના આ ઘરમાં હરિયાળીને પણ ઘણી જગ્યા આપી છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે દરેક બાજુ માત્ર હરિયાળી જ હરિયાળી છે.

નીનાનું આ ઘર એટલા સુંદર લોકેશન પર બનેલું છે કે મન થાય છે કે તસવીરોમાં સુંદરતાને જોતા જ રહીએ. નીના મોટેભાગે ઈન્સ્ટાગ્રામ પરથી તેના ઘરની સુંદર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

જણાવી દઈએ કે નીનાએ વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સને ડેટ કરી હતી. લગ્ન વગર બંને પુત્રી મસાબાના માતા-પિતા બન્યા. પછી બંને અલગ થઈ ગયા. વિવિયનથી અલગ થયાના ઘણા વર્ષો પછી નીનાએ 49 વર્ષની ઉંમરમાં 2008 માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા. બંને સાથે સુખી જીવન જીવી રહ્યા છે.