પતિ અને પુત્રી સાથે પ્રિયંકા એ ધામધૂમથી સેલિબ્રેટ કરી દીવાળી, નિક જોનાસ એ તસવીરો શેર કરીને આપી શુભકામનાઓ, જુવો તેમની આ વાયરલ તસવીરો

બોલિવુડ

દિવાળીનો તહેવાર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બોલિવૂડ સેલેબ્સ પણ આ તહેવાર તેમના પરિવાર સાથે ધામધૂમથી ઉજવે છે. સાથે જ વિદેશમાં રહેતા બોલિવૂડ સેલેબ્સે પણ તેમના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો.

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવ્યો. જણાવી દઈએ કે અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા પછી પ્રિયંકા ભારત છોડીને અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી, પરંતુ તે અવારનવાર ભારત આવતી રહે છે. જોકે વિદેશમાં રહેવા છતાં પણ પ્રિયંકા ચોપરા પોતાની સંસ્કૃતિ અને પોતાના ધર્મને ભૂલી નથી.

પ્રિયંકા ચોપરા દરેક હિંદુ તહેવારની ચાહકોને શુભેચ્છા પાઠવે છે અને તે દરેક તહેવાર તેના સાસરિયામાં ધામધૂમથી ઉજવે છે. પ્રિયંકાએ વર્ષ 2021માં દિવાળી તેના યુએસમાં આવેલા ઘરે ઉજવી હતી અને આ વખતે પણ. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ગયા વર્ષે જ્યાં પ્રિયંકાએ દિવાળી તેના પતિ સાથે ઉજવી હતી, તો આ વખતે બંને સાથે તેમની પુત્રી પણ હાજર રહી, જેનો જન્મ આ વર્ષે થયો છે. ત્રણેયની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં ત્રણેય ભારતીય કપડામાં જોવા મળી રહ્યા છે.

દિવાળી માટે પ્રિયંકા અને નિકે સફેદ કપડા પસંદ કર્યા હતા. અભિનેત્રીના પતિ નિક જોનાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે, જેમાં તે તેની પત્ની પ્રિયંકા અને પુત્રી માલતી સાથે જોવા મળી રહ્યા છે. નિક જોનાસે બે તસવીરો શેર કરી છે અને બંને તસવીરોમાં ત્રણેય જોવા મળી રહ્યા છે. જોકે નિકે પુત્રીનો ચેહરો બતાવ્યો નથી. તેણે પોતાની પુત્રીનો ચહેરો હાર્ટ ઈમોજી વડે છુપાવ્યો છે.

નિકે આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “મારા પ્રેમ સાથે આટલો સુંદર દિવાળી ઉત્સવ. સૌને દિવાળીની શુભકામનાઓ.” સોશિયલ મીડિયા પર આ કપલની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ તસવીરોને 20 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી હતી. સાથે જ તેના પર ચાહકો અને સેલેબ્સ એ ખૂબ કમેંટ્સ પણ કરી છે.

2018માં થયા હતા નિક-પ્રિયંકાના લગ્ન: નિક જોનાસ અને પ્રિયંકાએ વર્ષ 2018માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન રાજસ્થાનમાં હિંદુ ધર્મ મુજબ ખૂબ જ ધામધૂમથી થયા હતા. ત્યાર પછી આ કપલે ક્રિશ્ચિયન લગ્ન પણ કર્યા હતા. જણાવી દઈએ કે વર્ષ 2022ની શરૂઆતમાં નિક અને પ્રિયંકા સરોગસી દ્વારા પુત્રી માલતીના માતા-પિતા બન્યા છે.

વાત પ્રિયંકાના વર્ક ફ્રન્ટ વિશે કરીએ તો, તે આગામી દિવસોમાં સિટાડેલ અને રોમેન્ટિક કોમેડી ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મીમાં જોવા મળશે. સાથે જ તે બોલિવૂડ ફિલ્મ ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અભિનેતા અને ડિરેક્ટર ફરહાન અખ્તર કરી રહ્યા છે.