નિક જોનાસનું શૂટિંગ દરમિયાન થયું એક્સીડંટ, લઈ જવામાં આવ્યા હોસ્પિટલ, હવે આવ્યા તેમની સાથે જોડાયેલા આ સમાચાર

બોલિવુડ

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ના પતિ અમેરિકન સિંગર નિક જોનાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે માહિતી બહાર આવી છે તે મુજબ નિક જોનાસ અમેરિકામાં તેના ટીવી સિંગિંગ રિયાલિટી શો ‘ધ વોઇસ’નું શૂટિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. આથી તેને ઉતાવળમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તેને કેવી રીતે અને કેટલી ગંભીર ઈજા થઈ છે તે વિશે વધારે માહિતી બહાર આવી નથી. કેટલાક અન્ય સમાચર અનુસાર, એક રાત હોસ્પિટલમાં રહ્યા પછી નિક જોનાસને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જણાવી દઈએ કે આ મુશ્કેલ સમયમાં નિક સાથે તેની પત્ની પ્રિયંકા ચોપરા પણ નથી. જ્યારે નિક અમેરિકામાં તેના શોના શૂટિંગમાં વ્યસ્ત છે, તો તેમની પત્ની પ્રિયંકા ચોપડા લોસ એન્જલસથી 8700 કિલોમીટર દૂર હાલમાં લંડનમાં છે. આ દરમિયાના આ પતિ-પત્ની આ સમયે ભારતની મદદ કરી રહ્યા છે. આ કપલે છેલ્લા દિવસોમાં ભારતની મદદ માટે સોશિયલ મીડિયા દ્વારા 30 મિલિયન ડોલર એટલે કે 22 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે નિક જોનાસને સેટ પર ઈજા પહોંચી હોય. પરંતુ આ પહેલા વર્ષ 2018 માં પણ મૈક્સિકોમાં નિક સાથે આવું જ થયું હતું અને તે દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ હતી.

ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે 1 ડિસેમ્બર 2018 ના રોજ રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. આ બંને સ્ટાર્સના રોયલ લગ્ન હિંદુ અને ઈસાઈ બંને રિવાજો સાથે થયા હતા. આજે પ્રિયંકા અને નિકના લગ્નને બે વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. થોડા સમય પહેલા જ પ્રિયંકાએ તેની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. પ્રિયંકાએ સિંગર નિક જોનાસ વિશે કહ્યું હતું કે તે કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. તેમની સકારાત્મક ઉર્જાને કારણે પ્રિયંકા પણ તેના તરફ આકર્ષિત થઈ હતી.

પ્રિયંકાએ કહ્યું હતું કે તેને પહેલી વાર નિક જોનાસ માટે ફીલિંગ તે સમયે થઈ હતી જ્યારે તે નિક જોનાસ ગોસપાલ સિંગર માટે એક ઈવેંટ કરી રહ્યો હતો. તે જ ઇવેન્ટ દરમિયાન પ્રિયંકાને પહેલીવાર નિક સાથે પ્રેમ થયો હતો. બંનેની મુલાકાત ઘણીવાર થઈ અને બંને વચ્ચે ઘણીવાર અંતર પણ રહ્યૂં. નિકે કહ્યું કે જ્યારે તે પ્રિયંકા સાથે ડોજર્સ ગેમમાં ગયો હતો અને આ તે સમય હતો જ્યારે તેને પ્રિયંકા સાથે પ્રેમ થયો હતો. જણાવી દઈઈ કે તે મુલાકાતની 48 કલાક પછી, બંનેએ એકબીજાને ‘આઈ લવ યુ’ કહ્યું હતું.

જો આપણે પ્રિયંકાના વર્ક પ્રોજેક્ટની વાત કરીએ, તો પ્રિયંકા ચોપડા જોનાસ આ દિવસોમાં એમેઝોન પ્રાઇમ વીડિયો સીરીઝ ‘સીટાડેલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં સ્કોટિશ એક્ટર રિચાર્ડ મેડન પણ છે. આ ઉપરાંત પ્રિયંકા ચોપરાના આગામી પ્રોજેક્ટમાં ‘ધ મેટ્રિક્સ 4’ અને ‘ટેક્સ્ટ ફોર યુ’ પણ શામેલ છે. જણાવી દઈએ કે નિક જોનાસના ત્રણ ભાઈઓ છે અને કેવિન જોનાસ (32 વર્ષ) સૌથી મોટા છે. તેમના પછી જો જોનાસ (30 વર્ષ), નિક જોનાસ (27 વર્ષ) અને ફ્રેન્કી જોનાસ (19 વર્ષ) છે. આ ચાર ભાઈઓ અમેરિકન સિંગર અને અભિનેતા છે