લગ્નની પહેલી રાત્રે અક્ષય કુમારને લાગ્યો હતો ઝટકો, પત્ની ટ્વિંકલ વિશે જાણ થઈ હતી આ ચોંકાવનારી વાતો

બોલિવુડ

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલીવુડની પ્રખ્યાત મેરિડ કપલમાંથી એક છે. બંનેએ જાન્યુઆરી 2001 માં લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરીથી લગ્ન સુધીની સફર પણ ખૂબ રસપ્રદ છે. અક્ષય અને ટ્વિંકલની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. અક્ષય તો ટ્વિંકલને પહેલી નજરમાં જોતા જ દિલ આપી બેઠા હતા. જોકે બંનેનો પ્રેમ ‘ઇન્ટરનેશનલ ખિલાડી’ના શૂટિંગ દરમિયાન ચળ્યો હતો.

ટ્વિંકલ ત્યારે એક લાંબી રિલેશનશિપમાંથી બહાર નીકળી હતી. આવી સ્થિતિમાં તે માઈંડને ફ્રેશ કરવા અને એન્જોય કરવા માટે બીજો સંબંધ ઈચ્છતી હતી. ત્યારે તેમણે અક્ષયને 15 દિવસ માટે પોતાનો બોયફ્રેન્ડ બનાવ્યો હતો. જોકે આ 15 દિવસમાં તેને અક્ષય એટલો પસંદ આવી ગયો કે તેણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તે સમયે ટ્વિંકલની ‘મેલા’ ફિલ્મ રિલીઝ થવાની હતી. ટ્વિંકલે અક્ષયને કહ્યું હતું કે જો મારી આ ફિલ્મ ફ્લોપ જશે તો હું તારી સાથે લગ્ન કરીશ. પછી ફિલ્મ ફ્લોપ થઈ અને બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

લગ્ન કરતા પહેલા એક વર્ષ સુધી બંને લિવ-ઇન રિલેશનશિપમાં પણ રહ્યા હતા. આ વિચાર ટ્વિંકલની માતા ડિમ્પલ કાપડિયાનો હતો. તેણે અક્ષયને કહ્યું હતું કે હું લગ્નની મંજુરી ત્યારે આપીશ જ્યારે તુ મારી પુત્રી સાથે એક વર્ષ લીવ ઈનમાં રહેશે. જો એક વર્ષ સુધી બંને વચ્ચે બધું બરાબર ચાલ્યું તો તમે લગ્ન કરી શકો છો. અક્ષય અને ટ્વિંકલ આ શરત માટે માની ગયા હતા. તેમણે એક વર્ષ લીવ ઈનમાં રહ્યા પછી જ લગ્ન કર્યા હતા.

લગ્ન પછી 2002 માં પુત્ર આરવનો જન્મ થયો હતો. 2012 માં પુત્રી નિતારા આ દુનિયામાં આવી. નિતારાના જન્મ પહેલા જ ટ્વિંકલે અક્ષય સાથે એક શરત રાખી હતી કે તમે યોગ્ય ફિલ્મો કરવાનું શરૂ કરી દો ત્યારે જ આપણે બીજા બાળકનું પ્લાનિંગ કરશું. અક્ષયે પત્નીની શરત માનીને પછી સમજી-વિચારીને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરવાનું શરૂ કર્યું હતું.

અક્ષય અને ટ્વિંકલનો એક કિસ્સો પણ ખૂબ પ્રખ્યાત છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે લગ્નની રાત્રે જ તેમને પત્ની વિશે એક વાતની જાણ થઈ હતી. આ કિસ્સો તેમણે કોમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોમાં સંભળાવ્યો હતો. શોમાં અર્ચના પૂરન સિંહે અક્ષયને કેટલાક સવાલ પૂછ્યા હતા, જેના ખિલાડી કુમારે ખૂબ જ ગોલમોલ જવાબ આપ્યા હતા.

અર્ચનાનો પહેલો સવાલ હતો ‘શું તમે કિંગ સાઇઝ લાઇફ જીવો છો?’ તેના પર અક્ષયે ‘ના’ કહ્યું હતું. બીજા સવાલમાં અર્ચનાએ પૂછ્યું, ‘જ્યારે તમારી અને ટ્વિંકલની લડાઈ થાય છે ત્યારે કોણ જીતે છે?’ તેના પર અક્ષયે કહ્યું હતું કે દરેક વખતે ટ્વિંકલ જીતે છે. તેણે આ દરમિયાન તેની પત્ની વિશે ખુલાસો કર્યો હતો કે લગ્નની પહેલી રાત્રે તે સમજી ગયો હતો કે લડાઈમાં તે પોતાની પત્ની સાથે ક્યારેય નહિં જીતી શકે.

કામની વાત કરીએ તો અક્ષય ટૂંક સમયમાં બેલ બોટમ, પૃથ્વીરાજ, સૂર્યવંશી, બચ્ચન પાંડે, રક્ષાબંધન, અતરંગી રે, હેરા ફેરી 3, દુર્ગામતી, રામ સેતુ જેવી ફિલ્મોમાં જોવા મળશે.