પ્રિયંકા પહેલા આ 6 અભિનેત્રીઓ સાથે રિલેશનમાં રહી ચુક્યો છે નિક, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી પ્રિયંકા ચોપડા આજે માત્ર દેશમાં જ પ્રખ્યાત નથી, પરંતુ આજે તેનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. પ્રિયંકા ચોપડા આજે વર્લ્ડ પર્સનાલિટી બની ચુકી છે. પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018 માં અમેરિકન પૉપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. આ કપલે તેમના લગ્નને લઈને દેશભરમાં હેડલાઇન્સ બનાવી હતી. પ્રિયંકા અને નિકની જોડી સફળ જોડીમાંની એક માનવામાં આવે છે. સાથે જ આ બંનેના ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. પ્રિયંકા પણ તેની રોમેન્ટિક તસવીર તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. તેની તસવીરો પર તેના ચાહકો પણ સારો રિસ્પોન્સ આપે છે.

આજે પ્રિયંકા સાથે નિક ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો. પ્રિયંકા સાથે લગ્ન કરતા પહેલા, નિક જોનાસે હોલીવુડની ઘણી અભિનેત્રીઓને ડેટ કરી છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને હોલીવુડની અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમની સાથે નિક રિલેશનશિપમાં રહી ચુક્યો છે.

મિલી સાયરસ: આ લિસ્ટમાં પહેલું નામ મિલી સાયરસનું છે, જેમની સાથે નિક જોનાસે લાંબો સમય પસાર કર્યો છે. નિકની જેમ મિલી સાયરસ પણ હોલીવુડના સૌથી પ્રખ્યાત અને સફળ સિંગરમાંની એક છે. 13 વર્ષની ઉંમરમાં જ નિકે 2006 માં લિલીને ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ તે તેની પહેલી ગર્લફ્રેન્ડ પણ હતી. એક વર્ષ પછી બંનેનું બ્રેકઅપ થયું.

સેલેના ગોમેઝ: સેલેના ગોમેઝે પણ દુનિયાભરમાં એક અલગ ઓળખ બનાવી છે. સેલેના ગોમેઝ સેલેબ્સમાં એક મોટું નામ છે. મિલી સાયરસ સાથે બ્રેકઅપ પછી નિક સેલેના ગોમેઝના સંપર્કમાં આવ્યો હતો. વર્ષ 2018 માં બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી. પરંતુ તેમના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેમનું થોડા મહિનામાં જ બ્રેકઅપ થઈ ગયું.

ડેલ્ટા ગુડ્રેમ: સેલેનાથી અલગ થયા પછી, નિકનું નામ ડેલ્ટા ગુડ્રેમ સાથે જોડાયું હતું. તે નિક કરતા લગભગ 8 વર્ષ મોટી હતી. આ બંનેએ વર્ષ 2011 માં લગભગ 10 મહિના સુધી એકબીજાને ડેટ કરી હતી. ત્યાર પછી 2012 માં તેમનું બ્રેકઅપ થઈ ગયું

ઓલિવિયા કલ્પો: ડેલ્ટા ગુડ્રેમથી અલગ થયા પછી નિક જોનાસ ઓલિવીયા કલ્પો સાથે રિલેશનમાં આવ્યો હતો. 2013 થી શરૂ થયેલો તેમનો આ સંબંધ વર્ષ 2015 માં એટલે કે 2 વર્ષ સુધી ચાલ્યો પરંતુ પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા. એલિવિયા કલ્પો માટે નિક એ એક સોંગ પણ લખ્યું હતું.

કેટ હડસન: જ્યારે ઓલિવિયાએ નિકનું દિલ તોડ્યું ત્યારે નિકાનું દિલ કેટ હડસન પર આવ્યું. પોતાના 13 વર્ષ મોટી કેટ ને નિકે થોડા મહિના સુધી જ ડેટ કરી હતી. આ બંને ઘણીવાર સાથે ફરતા જોવા મળ્યા હતા પરંતુ આ બંનેએ ક્યારેય તેમના સંબંધનો સ્વીકાર કર્યો નથી. આવી સ્થિતિમાં પાછળથી બંને અલગ થઈ ગયા. ત્યાર પછી જ પ્રિયંકા ચોપડાએ નિકના જીવનમાં પ્રવેશ કર્યો. નિક માત્ર પ્રિયંકા ચોપરાના પ્રેમમાં પડ્યો જ નહીં, પરંતુ બંનેએ લગ્ન પણ કરી લીધા છે.