પ્રિયંકા સાથે લગ્ન કરતા પહેલા આ છોકરીઓને ડેટ કરી ચુક્યો છે નિક, દેશી ગર્લ પર આવી રીતે થયો હતો ફિદા

બોલિવુડ

બોલિવૂડની દેશી ગર્લ કહેવાતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસને કોણ જાણતું નથી. નિકે ગઈ કાલે તેનો 28 મો જન્મદિવસ ઉજવ્યો હતો. જણાવી દઈએ કે નિકનો જન્મ 16 સપ્ટેમ્બર 1992 ના રોજ યુએસના ટેક્સાસમાં થયો હતો. નિક જોનાસ એક પ્રખ્યાત પોપ સિંગર છે. પરંતુ આજે અમે તેની કારકીર્દિને નહીં, પરંતુ તેના અંગત જીવનને લગતી કેટલીક વાતો જણાવીશું. ચાલો જાણીએ નિકને લગતી કેટલીક રસપ્રદ બાબતો વિશે.

નોંધનીય છે કે નિક જોનાસે વર્ષ 2018 માં પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કર્યા હતા, તે પહેલાં બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટિંગ કર્યું હતું. જણાવી દઈએ કે નિકના જીવનમાં પ્રિયંકા પહેલા પણ ઘણી છોકરીઓ રહી ચૂકી છે. હા, નિક જોનાસની લવ લાઇફ હંમેશા ચર્ચામાં રહે છે. સમાચારો અનુસાર પ્રિયંકા પહેલા તેના જીવનમાં 4 છોકરીઓ હતી. ચાલો જાણીએ, દેસી ગર્લ પહેલા નિકને કઈ 4 છોકરીઓ સાથે પ્રેમ હતો.

માઇલી સાયરસ:નિકને માત્ર 14 વર્ષની ઉંમરમાં એટલે કે શાળાના દિવસોમાં પહેલો પ્રેમ થયો હતો. નિકનો પહેલો પ્રેમ માઇલી સાયરસ છે, જે ડિઝની સ્ટારની પ્રખ્યાત એક્ટ્રેસ છે. આ વાતનો ખુલાસો નિકે તેના એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે માઇલી એ પહેલી છોકરી હતી જેને મેં કિસ કરી હતી. તેના પ્રથમ કિસ વિશે, નિકે કહ્યું કે મેં માઇલઈને હોલીવુડમાં કેલિફોર્નિયા પિઝા કિચનની બહાર કિસ કરી. નિક અને માઇલીનો સંબંધ લગભગ 1 વર્ષ ચાલ્યો.

સેલેના ગોમેઝ:આ પછી, વર્ષ 2008 માં, નિકના જીવનમાં એક નવી છોકરીની એંટ્રી થઈ. આ છોકરીનું નામ સેલેના ગોમેઝ હતું. રસપ્રદ વાત એ છે કે સેલેના નિકના મ્યુઝિક વીડિયો ‘બર્નિન’ અપ’નો એક ભાગ હતી. જો કે, નિકનો આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

ડેલ્ટા ગુડરેમ:સેલેના ગોમેઝ સાથે બ્રેકઅપ પછી નિકને વર્ષ 2011 માં ડેલ્ટા ગુડરેમ તરીકે નવી ગર્લફ્રેન્ડ મળી હતી. ડેલ્ટા ગુડરેમ એક ઓસ્ટ્રેલિયન સિંગર છે. આ સંબંધ પણ માત્ર 10 મહિના સુધી ચાલ્યો હતો અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. રસપ્રદ વાત એ છે કે ડેલ્ટા ગુડરેમ પણ નિક કરતા લગભગ 8 વર્ષ મોટી હતી.

ઓલિવીયા કલ્પો:વર્ષ 2013 માં, નિકને ફેશન દુનિયાની પ્રખ્યાત મોડેલ ઓલિવીયા કુલ્પો સાથે પ્રેમ થયો હતો. નિક અને ઓલિવિયાનો આ સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યો. 2015 માં બંનેએ એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું હતું.

પ્રિયંકા ચોપડા:ઓલિવિયાથી અલગ થયા પછી, નિકને પોતાની લાઇફ પાર્ટનર પ્રિયંકા ચોપરા મળી. જણાવી દઈએ કે નિકે પ્રિયંકાને ગ્રીસમાં પ્રપોઝ કર્યું હતું, ત્યાર પછી બંનેએ વર્ષ 2018 માં લગ્ન કર્યાં હતાં. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન વર્ષ 2018 ના સૌથી ચર્ચિત વિષયોમાં હતા, તેમના લગ્નના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જણાવી દઈએ કે નિક-પ્રિયંકા આ સમયે ખુશહાલ લગ્ન જીવન પસાર કરી રહ્યા છે. આ બંનેના ઉંમરના ગેબને ઘણી બધી હેડલાઇન્સ મળી, પરંતુ તે કપલના સ્ટ્રોંગ બોંડિંગની વચ્ચે ક્યારેય દિવાલ બની શકી નહીં.

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા તેના પતિ નિક જોનાસ કરતા લગભગ 10 વર્ષ મોટી છે, પરંતુ બંને ખૂબ જ વૈભવી જીવન જીવે છે. ઘણા પ્રસંગોએ, આ પરિણીત કપલની અજીબ બોંન્ડિંગ જોવા મળી હતી. નિક અને પ્રિયંકા જે પણ ઇવેન્ટમાં પહોંચે છે, તે લાઈમલાઇટ તેમની તરફ ખેંચે છે.

Leave a Reply

Your email address will not be published.