ભાઈના લગ્નમાં ભાભીની સામે ફીકી પડી નિયા શર્મા, દુલ્હનની સુંદરતાએ લૂંટી લીધી મહેફિલ, જુવો તસવીરો

બોલિવુડ

દેશભરમાં આ દિવસોમાં લગ્નની સિઝન જોરશોરથી ચાલી રહી છે. બોલીવુડ અને ટીવીની હસ્તીઓ પણ લગ્ન એન્જોય કરતા જોવા મળી રહી છે. હવે લોકપ્રિય ટીવી અભિનેત્રી નિયા શર્માને જ લઈ લો. નિયા તાજેતરમાં પોતાના ભાઈ વિનય શર્માના દિલ્હીમાં થયેલા લગ્નમાં શામેલ થઈ હતી. આ દરમિયાન પોતાના સુંદર આઉટફિટ દ્વારે તેણે દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું.

નિયાથી વધુ સુંદર છે તેની ભાભી: જોકે લગ્નમાં બધી મહેફિલ નિયા શર્માની નવી નવેલી ભાભી લૂટી ગઈ. જો કે દરેક છોકરી પોતાના લગ્નમાં સૌથી સુંદર અને યૂનિક દેખાવાનું પસંદ કરે છે. પરંતુ નિયાની ભાભીએ ન તો ઓવર ધ ટોપ લહેંગા પસંદ કર્યો અને ન તો કોઈ હેવી જ્વેલરી કેરી કરી. પરંતુ છતાં પણ તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. લગ્નમાં આવેલા તમામ મહેમાનો તેને ટકી નજરે જોઈ રહ્યા હતા.

વ્હાઈટ લહેંગામાં પ્રિંસેસ લાગી નિયા: સામાન્ય રીતે લગ્નમાં છોકરીઓ ચમકદાર રંગથી બનેલો ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ નિયા પોતાના ભાઈના લગ્નમાં વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી. તેનો આ ડ્રેસ ડિઝાઈનર સુમન ગુહાએ ખાસ રીતે નિયા માટે બનાવ્યો હતો. તેનો ડ્રેસ ફ્લેયર્ડ વ્હાઈટ સ્કર્ટ અને ફેન્સી ચોલીનો લહેંગા સેટ હતો. તેમાં નિયા કોઈ રાજકુમારીથી ઓછી લાગી રહી ન હતી.

આ ડ્રેસમાં લેયર્ડ ધેરદાર સ્કર્ટ પર થ્રેડ વર્ક અને શિમરી ડીટેલ સાથે ડ્રીમી ટચ એડ હતું. સાથે જ ચોલીમાં ફ્રંટ પર કપ્સ અને અન્ય ભાગમાં શીયર ક્લોદનું કામ હતું. શોલ્ડર પર મોટું ફ્લાવર પણ ડ્રેસને ખાસ ટચ આપી રહ્યું હતું. નિયાએ આ ડ્રેસ પર રેડ હીલ્સ અને લિપસ્ટિક પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

દુલ્હનએ પહેર્યો પિંક કલરનો લહેંગો: નિયા શર્માની ભાભી મહકની વાત કરીએ તો, તેણે મોસ્ટ કોમન લાલ લહેંગાના બદલે હળવા ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો. આ લહેંગામાં પિંકના અલગ-અલગ શેડ્સ અને સિલ્વર કલરનું કોમ્બિનેશન વર્ક હતું. આ લહેંગો દુલ્હન પર ખૂબ જ ખીલી રહ્યો હતો. તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

દુલ્હન એ પ્રિન્સેસ કટ બ્લાઉઝ પહેર્યું હતું. માથા પર દુપટ્ટો રાખ્યો હતો. કોન્ટ્રાસ્ટિંગ શેડની જ્વેલરી કેરી કરી હતી. હેવી જડાઉ ચોકર નેકલેસ, બુટ્ટી, માંગટીકા અને હાથફૂલ પણ પહેર્યા હતા. સાથે જ હાથમાં લાલ બંગડીઓ તેની સુંદરતામાં વધારો કરી રહી હતી.

સફેદ શેરવાનીમાં હેન્ડસમ લાગતો હતો નિયાનો ભાઈ: દૂલ્હા વિનય શર્માની વાત કરીએ તો તેણે બહેન નિયાની જેમ સફેદ રંગ પસંદ કર્યો હતો. તેણે વ્હાઈટ શેરવાની પર પ્રિન્ટેડ દુપટ્ટો કેરી કર્યો હતો. સાથે જ ગળામાં વ્હાઈટ એંડ ગ્રીન પર્લ લેયર્ડ નેકપીસ અને માથા પર પાઘડી હતી. આ લુકમાં વિનય ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. જ્યારે આ કપલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે દરેકે કહ્યું કે દૂલ્હા-દૂલ્હન એક સાથે ખૂબ જ સુંદર અને ખુશ લાગી રહ્યા છે.

જણાવી દઈએ કે નિયા શર્માનો ભાઈ વિનય શર્મા દિલ્હીની એક MNC કંપનીમાં કામ કરે છે. તેણે પોતાની મિત્ર મહકને દુલ્હન તરીકે પસંદ કરી છે. આ લગ્નમાં નિયા ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી.