નિયા શર્માએ ખરીદી એક કરોડ રૂપિયાની આ નવી કાર તસવીરો પોસ્ટ કરતા લખ્યું કે…

બોલિવુડ

ટીવી અભિનેત્રી નિયા શર્માએ ખરીદી એક કરોડની કાર, તસવીર શેર કરીને લખી ભાવનાત્મક વાત. નિયાએ પોતાની કારની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરતા લખ્યું છે કે તમે ખુશીઓ ખરીદી શકતા નથી પરંતુ કાર ખરીદી શકો છો અને બંને સમાન જ છે. તેના ટેલેન્ટ અને સ્ટાઇલ માટે હંમેશા ગપસપમાં રહેતી અભિનેત્રી નિયા શર્માએ નવા વર્ષમાં પોતાની નવી કાર ખરીદી છે. તેણે આ ખુશખબર પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. નિયાએ તેની કારની તસવીરો શેર કરતાં લખ્યું છે કે, “તમે ખુશીઓ ખરીદી શકતા નથી પરંતુ કાર ખરીદી શકો છો અને બંને સમાન જ છે.”

આ વીડિયોમાં નિયા શર્મા કાર ઉપરનું કવર દૂર કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં નિયા શર્મા પોતાની કારને લઈને ખૂબ જ ઉત્સાહિત પણ જોવા મળી રહી છે. અભિનેત્રીની આ પોસ્ટને લઈને ટીવી અભિનેતાની સાથે સાથે ચાહકો પણ કમેંટ કરી રહ્યા છે અને સાથે અભિનંદન પણ આપી રહ્યા છે. નિયાએ વોલ્વો XC90D5 ઈંસક્રિપ્શન ખરીધી છે, જેની કિંમત ભારતમાં લગભગ એક કરોડ છે. આ વોલ્વો ગાડીની કિંમત 80.9 લાખ રૂપિયાથી શરૂ થાય છે, તેના ટોપ મોડેલની કિંમત 1.31 કરોડ રૂપિયા (એક્સ શો રૂમ) છે.

વોલ્વોની આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેનું એન્જિન 1969 સીસી, પાવર 235 થી 400 બીએચપી, ટોપ સ્પીડ 230 કિમી પ્રતિ કલાક, ડ્રાઈવ ટાઇપ ઓલ વ્હીલ ડ્રાઇવ છે. ડીઝલ વેરિએન્ટમાં 2.0-લિટર એન્જિન આપવામાં આવ્યું છે, જે 235 પીએસ મહત્તમ પાવર અને 480 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ વેરિએન્ટમાં 2.0 લિટરનું એન્જિન હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આપવામાં આવ્યું છે. આ એન્જિન 400 પીએસ પાવર અને 640 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યા છે, જે બધા પૈડા પર પાવર સપ્લાય કરે છે.

તેના મિત્રો અને સંબંધીઓ તેને સતત અભિનંદન આપી રહ્યા છે. કાર ખરીદ્યા પછી, નિયા તેના મિત્રોને સવારી પર પણ લઈ ગઈ અને તેમની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કર્યો. તેમાં એક્ટર રવિ દુબે પણ જોવા મળી રહ્યા છે. તેનો વીડિયો જોવા મળ્યો છે. અભિનેત્રી માટે નવું વર્ષ ખૂબ સારું છે. તાજેતરમાં નવા વર્ષ નિમિત્તે નિયાએ પોતાનું ઘર પણ ખરીદ્યું છે. આ માટે પણ લોકો સતત અભિનંદન આપી રહ્યા છે કે પહેલા પોતાના માટે નવું ઘર ખરીદ્યું અને હવે પોતાની કાર. થોડા દિવસ પહેલા નિયાએ આ નવા ઘરની ઝલક બતાવતા તસવીરો પોસ્ટ કરી હતી.

જણાવી દઈએ કે સપ્ટેમ્બર 1990 માં જન્મેલી નિયા શર્માની ઉંમર ત્રીસ વર્ષ છે. તેને ‘એક હજાર મેં મેરી બહના હૈ’ સિરિયલથી લોકપ્રિયતા મળી. ત્યાર પછી આ અભિનેત્રીએ ક્યારેય પણ પાછળ વળીને જોયું નથી. આ પછી તે ‘જમાઇ રાજા’માં જોવા મળી હતી. પછી ‘ઇશ્ક મેં મરી જાવાં’, ફીયર ફેક્ટર અને પછી ‘નાગિન’. દરેક સીરિયલમાં તેણે યાદગાર ભૂમિકાઓ નિભાવી છે અને લોકોને ખૂબ પસંદ આવી છે.

Leave a Reply

Your email address will not be published.