બોલીવુડમાં આ વર્ષે એન્ટ્રી કરશે આ 10 ન્યૂકમર્સ, જાણો કોણ કઈ ફિલ્મથી કરશે એન્ટ્રી

બોલિવુડ

વર્ષ 2021 થી હિન્દી સિનેમાને પણ ઘણી આશા છે. વર્ષ 2020 માં બોલિવૂડને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વર્ષ 2021 આ કારણથી પણ ખાસ થઈ જશે કારણ કે આ વર્ષે બોલીવુડને ઘણા નવા ચેહરા જોવા મળશે. આજે અમે તમને આવા જ ન્યૂકમર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમાંથી કોઈ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીથી છે તો કોઈ ટીવી થી તો કોઈ સ્ટાર કિડ છે. તો ચાલો એક નજર આ ન્યૂકમર્સ પર કરીએ.

માનુષી છિલ્લર: માનુષી દેશ અને દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી ચુકી છે. 2017 માં મિસ વર્લ્ડનો ખિતાબ તેણે પોતાના નામે કર્યો હતો. તે ત્યારથી બોલીવુડમાં એન્ટ્રી કરવાને લઈને ચર્ચામાં છે. એવી આશા છે કે માનુષી આ વર્ષે પડદા પર આવી શકે છે. એવા સમાચાર પણ ઘણી વાર આવી ચુક્યા છે કે તે સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે ઐતિહાસિક ડ્રામા ફિલ્મ પૃથ્વીરાજથી એંટ્રી કરશે.

શાલિની પાંડે: શાલિની પાંડે એક ટોલીવુડ અભિનેત્રી છે. એવી આશા છે કે તે આ વર્ષે બોલીવુડ અભિનેત્રી બની શકે છે. જણાવી દઈએ કે, શાલિનીએ 2017 માં તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીથી હેડલાઇન્સ બનાવી હતી. તે આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની ગર્લફ્રેન્ડ પ્રીતિ બની હતી. અભિનેતા રણવીર સિંહ સાથે શાલિની ફિલ્મ જયેશભાઇ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે.

લક્ષ્ય લાલવાની: લક્ષ્‍ય લાલવાની ટીવી શોમાં સુંદર કામ કરીને એક્ટિંગ માટે પ્રસંશા મેળવી ચુક્યો છે. હવે તે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જણવી દઈએ કે લક્ષ્ય કરણ જોહરની ફિલ્મ દોસ્તાના 2 માં કાર્તિક આર્યન અને જાન્હવી કપૂર સાથે જોવા મળશે.

શરવારી વાઘ: કબીર ખાનની વેબ સિરીઝ ધ ફોરગોટન આર્મી-આઝાદી માં શરવારી વાઘના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર આવી હતી. સમાચાર છે કે ટૂંક સમયમાં શરવારી યશ રાજની ફિલ્મ બંટી અને બબલી 2 થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે અભિનેતા સૈફ અલી ખાન, રાની મુખર્જી અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરશે.

અહાન શેટ્ટી: અહાન શેટ્ટી બોલિવૂડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીનો પુત્ર છે. સુનીલની પુત્રી અથિયા થોડા વર્ષો પહેલા જ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી ચૂકી છે, જ્યારે હવે તેનો પુત્ર તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરવા જઇ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહાન સાજીદ નડિયાદવાળાની તેલુગુ હિટ ફિલ્મ આરએક્સ 100 ના હિન્દી રિમેકથી બોલિવૂડમાં પ્રવેશ કરશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તારા સુતરિયા પણ હશે.

શર્લી સેતિયા: યુટ્યુબ પર પોતાના અવાજથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. મળતી માહિતી મુજબ તે આ વર્ષે સબ્બીર ખાનની એક્શન એન્ટરટેનર નિકમ્મા સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેમાં તેની સાથે અભિમન્યુ દસાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

પ્રણીતા સુભાષ: પ્રણિતા સુભાષ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તે હિન્દી સિનેમામાં ફિલ્મ હંગામા 2 સાથે પ્રવેશ કરશે. તાજેતરમાં જ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તે જાણીતી અને સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી, અભિનેતા પરેશ રાવલ, રાજપાલ યાદવ, મીજાન જાફરી અને આશુતોષ રાણા સાથે જોવા મળશે.

નમાશી ચક્રવર્તી: નમાશી ચક્રવર્તી હિન્દી સિનેમાના દિગ્ગજ મિથુન ચક્રવર્તીનો પુત્ર છે. તે બોલીવુડમાં ફિલ્મ બેડ બોયથી એન્ટ્રી કરશે. નમાશી લુકમાં બિલકુલ તેના પિતા મિથુન જેવો લાગે છે.

પલક તિવારી: પલક વિવેક ઓબેરોયના પ્રોડક્શન વેંચર, રોઝી: ધ કેસર ચેપ્ટરથી બોલિવૂડમાં પ્રવેશ કરશે. જણાવી દઈએ કે તે એક ટીવી કલાકાર છે. તેની પહેલી ફિલ્મ ‘કસૌટી’ હશે. જણાવી દઈએ કે, પલક ટીવીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે.

રશ્મિકા મંદાના: રશ્મિકા મંદાના બોલિવૂડમાં ફિલ્મ ‘મિશન મજનુ’ થી એન્ટ્રી કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં હશે. જણાવી દઈએ કે રશ્મિકા સાઉથ ઈંડસ્ટ્રીનું એક પ્રખ્યાત નામ છે. તે પોતાની સ્ટાઈલથી લાખો દિલોને પોતાના દિવાના બનાવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.