ખૂબ જ શુભ હોય છે હિન્દુ નવવર્ષની પહેલી પૂનમ, આ દિવસે કરી લો આ કામ પાપોથી મળશે મુક્તિ

ધાર્મિક

હિન્દુ નવા વર્ષની પહેલી પૂનમ ચૈત્ર મહિનામાં આવે છે. આ વર્ષે, આ પૂનમ 27 એપ્રિલના રોજ છે. ચૈત્ર પૂનમના દિવસે હનુમાન જયંતી પણ ઉજવવામાં આવે છે. જેથી આ પૂર્ણિમા વધુ ખાસ બની જાય છે. પૂનમ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ફળદાયક માનવામાં આવે છે અને નદીઓમાં સ્નાન કરવાથી પાપો દૂર થાય છે. આ દિવસે હનુમાન જયંતી પણ આવે છે. તેથી ભગવાન હનુમાનજીની પૂજા જરૂર કરો. માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીનો જન્મ પણ થયો હતો અને તેમની ખાસ પૂજા કરવાથી દુ: ખનો નાશ થાય છે. હનુમાનજીની પૂજા ઉપરાંત આ દિવસે વિષ્ણુજીના સ્વરૂપમાં ભગવાન સત્યનારાયણની પૂજા કરવાનો પણ નિયમ છે. ઘણા લોકો આ દિવસે સત્યનારાયણ વ્રત પણ રાખે છે. તેથી, જો તમે ઈચ્છો તો તમે આ દિવસે વ્રત રાખી શકો છો.

ચૈત્ર પૂનમ 2021 નું શુભ મુહૂર્ત: પૂનમ તિથિની શરૂઆત 26 એપ્રિલ 2021 થી શરૂ થાય છે. પૂનમ તિથિ સમાપ્ત 27 એપ્રિલ 2021 મંગળવાર ના રોજ સવારે 09:01 વાગ્યે થશે.

ચૈત્ર પૂનમનું મહત્વ: એવું માનવામાં આવે છે કે ચૈત્ર પૂનમના દિવસે, શ્રીકૃષ્ણએ બ્રજમાં રાસ ઉત્સવ ઉજવ્યો હતો. જેને મહારાસ કહેવામાં આવે છે. જે લોકો આ દિવસે વિષ્ણુજીની પૂજા કરે છે, તેઓને સુખ અને શાંતિ મળે છે. આ રીતે પૂજા કરો.

ચૈત્ર પૂનમની સવારે વહેલા ઉઠીને તમારા ઘરને સારી રીતે સાફ કરો. પછી સ્નાન કરીને પવિત્ર થઈ જાઓ. જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી, તો પછી ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરો. સ્નાન કર્યા પછી, સ્વચ્છ કપડા પહેરો અને મંદિરમાં એક ચોકી સ્થાપિત કરો. આ ચોકી પર વિષ્ણુજીની મૂર્તિ રાખી દો અને તેમની પૂજા કરો.

આ દિવસે હનુમાન જયંતી પણ છે. તેથી ભગવાન હનુમાનજીની પૂજા પણ કરો. હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરો અને તેમને લાલ સિંદૂર ચળાવો. સિંદૂર ચળાવ્યા પછી હનુમાન ચાલીસાના પાઠ કરો. આ દિવસે દાન આપવાનું પણ ખૂબ મહત્વ છે. તેથી તમે ગરીબ લોકોને ખાદ્ય ચીજોનું દાન પણ જરૂર કરો.