‘તારક મેહતા….’ ને મળી ગયા નવા નટ્ટૂ કાકા, સામે આવી તેમની તસવીરો, તમે જાતે જ જોઈ લો નવા નટ્ટૂ કાકાની તસવીરો

મનોરંજન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની ખૂબ જ લોકપ્રિય કોમેડી સિરિયલ છે. આ સિરિયલ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોનું દરેક પાત્ર દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આ શો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.

પાંચ વર્ષ પહેલા આ શો છોડી ચૂકેલી દિશા વાકાણી આ શોમાં દયાબેનનું પાત્ર નિભાવતી હતી. સમાચાર છે કે મેકર્સ દયાબેનના કમબેકમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ‘તારક મેહતા’નું પાત્ર નિભાવનાર અભિનેતા શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. લાંબા સમયથી રાજ ઉનડકટ પણ શોમાંથી ગાયબ છે. તે શોમાં ‘ટપ્પુ’ના પાત્રમાં જોવા મળે છે.

હવે આ શો સાથે જોડાયેલા એક અન્ય નવા સમાચાર આવ્યા છે અને આ નવા સમાચાર શોના દર્શકોને રોમાંચિત કરી શકે છે. સમાચાર છે કે લાંબા સમય પછી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નટ્ટુ કાકા જોવા મળવાના છે. શોમાં નવા નટ્ટુ કાકાની ઝલક પણ બતાવવામાં આવી છે.

તાજેતરમાં, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં નવા નટ્ટુ કાકાની ઝલક જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પરથી એક તસવીર શેર કરવામાં આવી છે. તેમાં શોના નિર્માતા અસિત મોદી જોવા મળી રહ્યા છે. તેની બરાબર બાજુમાં ઉભા છે નવા નટુ કાકા.

આ પોસ્ટને શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “તમે દરેકે અમને અને નટ્ટૂ કાકાને જેટલો પ્રેમ આપ્યો છે તેના માટે અમે આભારી છીએ. આ પ્રેમ હંમેશા જાળવી રાખો… આ વાત પર પ્રસ્તુત છે આપણા નવા નટુ કાકા”. મેકર્સે આગળ રહીને નવા નટ્ટુ કાકાની ઝલક દરેકને બતાવી છે. હવે ફરી એકવાર ઘણા મહિનાઓ પછી શોમાં નટુ કાકા અને ભત્રીજા બાગાની જોડી દર્શકોને હસાવતા જોવા મળશે.

ઘનશ્યન નાયક નિભાવતા હતા ‘નટ્ટુ કાકા’નું પાત્ર: નોંધપાત્ર છે કે શોમાં પહેલા નટ્ટુ કાકાના પાત્રમાં અભિનેતા ઘનશ્યામ નાયક જોવા મળતા હતા. ઘનશ્યામ નાયક શોની જાન હતા. તેમનું કામ દર્શકોને ખૂબ જ પસંદ આવતું હતું. પરંતુ માત્ર શો જ નહીં પરંતુ આપણા બધાનો સાથ છોડીને ઘનશ્યામ નાયકે આ દુનિયાથી 3 ઓક્ટોબર 2021ના રોજ વિદાઈ લઈ લીધી. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે નવા નટ્ટૂ કાકા દર્શકોને કેટલા પસંદ આવે છે.