નવા જમાનાની આ 7 અભિનેત્રીઓ કરોડોમાં લે છે ફી છતાં પણ છે ડિમાંડ, નંબર 4 ની ફી તો હીરો કરતા પણ છે વધારે

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં યુવા પેઢીની અભિનેત્રીઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. દરેક ફિલ્મમાં તેનો દબદબો જોવા મળી રહ્યો છે. આ કારણે તેમની ફી પણ કરોડોમાં હોય છે. આજે આ આર્ટિકલમાં અમે તમને અંડર 30 અભિનેત્રીઓને પ્રતિ ફિલ્મ મળતી ફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ આ લિસ્ટમાં ટોપ પર છે. દરેક ફિલ્મમાં તેમની ડિમાન્ડ રહે છે. તે જે પણ ફિલ્મમાં રહે છે લોકો તેને જોવા જાય છે. તે પોતાની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે 20 કરોડ ચાર્જ કરી રહી છે. આલિયાની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આલિયા એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા લે છે.

જાન્હવી કપૂર: જાન્હવી કપૂર અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ રહે છે. દરેક તેમની ગ્લૈમર ભરેલી હોટ તસવીરોના દીવાના છે. અત્યાર સુધી માત્ર ચાર ફિલ્મોમાં કામ કરનારી જાન્હવી કપૂરે પણ ખૂબ ઓછા સમયમાં ખૂબ નામ કમાવ્યું છે. તેમણે 2018માં આવેલી ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જાન્હવી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી છે. તે એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા લે છે.

દિશા પાટની: ભારતના ભાગ્યે જ કોઈ એવા યુવા હશે જે આ નામ ન જાણતા હોય. દિશા પાટની પોતાની તસ્વીરો દ્વારા પોતાની ટોન બોડી બતાવતી રહે છે. દિશાએ વર્ષ 2016માં એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી ડેબ્યૂ કર્યું હતું. દિશા પણ યંગ જનરેશનની લોકપ્રિય અભિનેત્રી છે. તેમણે ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ‘ભારત’, ‘મલંગ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા લે છે.

સારા અલી ખાન: બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી બની ચૂકેલી સારા અલી ખાન પણ ખૂબ દમદાર એક્ટિંગ કરે છે. તેમણે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી અભિનેત્રી તાજેતરમાં જ ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી હતી. સારા અલી ખાન પણ ઝડપથી બોલીવુડમાં જગ્યા બનાવી રહી છે. તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે. સારા એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા લે છે.

અનન્યા પાંડે: અનન્યા પાંડેએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અનન્યા પાંડે પણ પ્રૉમિસિંગ અભિનેત્રી માનવામાં આવી રહી છે. તેની આગામી ફિલ્મ ‘ગહરાઈયાં’ છે. અનન્યા બોલિવૂડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. તે એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે.

કિયારા અડવાણી: કિયારા અડવાણી પણ ખૂબ ઝડપથી વધી રહી છે. તેની સ્ટાઈલ, સાદગી અને ગ્લેમર દરેકને પસંદ આવે છે. કિયારા અડવાણીએ ફિલ્મ ‘ફગલી’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ તેણે ધીરે ધીરે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ‘કબીર સિંહ’ અને ‘શેરશાહ’ જેવી ફિલ્મોએ તેને ઉંચાઈ સુધી પહોંચાડી દીધી છે. કિયારા એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા લે છે.

તારા સુતરીયા: તારા સુતારિયાએ અનન્યા પાંડેની સાથે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ‘મરજાવાં’ અને ‘તડપ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે કરીના-કરિશ્મા કપૂરના કઝિન ભાઈ અરમાન જૈનને ડેટ કરવાને કારણે ચર્ચામાં રહે છે. તે એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લે છે.