‘તારક મેહતા…’ માં શૈલેશ લોઢાની જગ્યા એ આ અભિનેતાની થઈ એંટ્રી, પ્રોડ્યૂસર એ કર્યું કંફર્મ

મનોરંજન

આજના સમયમાં જોવામાં આવ્યું છે કે લોકો ટીવી સિરિયલો જોવાનું સૌથી વધુ પસંદ કરે છે. જોકે જોવામાં આવે તો ટીવીની ઘણી પ્રખ્યાત સિરિયલો છે, પરંતુ મોટાભાગના લોકો કોમેડી શો જોવાનું પસંદ કરે છે. ટીવીનો પ્રખ્યાત કોમેડી શો “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બનેલો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને દરેક ઉંમરના લોકો આ શો જોવાનું ખૂબ પસંદ કરે છે.

સાથે જ આ શો ટીઆરપીમાં પણ સૌથી આગળ રહ્યો છે. એવું કહેવાય છે કે “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” શો ટેલિવિઝનના ઇતિહાસનો સૌથી હિટ શો પણ છે. આ શોના તમામ કલાકારોએ પોતાના પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યું છે. દરેક કલાકાર પોતાની આગવી સ્ટાઈલથી દર્શકોનું મનોરંજન કરતા જોવા મળે છે. આ શોને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ લોકોએ આ શોમાં કામ કરી રહેલા કલાકારો પર ખૂબ પ્રેમ પણ વરસાવ્યો છે.

આ શો લોકોને એ હદે પસંદ છે કે 14 વર્ષ પછી પણ તેની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે. આટલું જ નહીં પરંતુ છેલ્લા થોડા સમયથી ઘણા કલાકારો આ શો છોડી ચુક્યા છે, પરંતુ છતાં પણ મેકર્સ સતત દર્શકોનું મનોરંજન કરવા માટે દરેક શક્ય પ્રયત્ન કરતા રહે છે. આ દરમિયાન આ શો સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા કેટલાક દિવસો પહેલા આ શોના પ્રખ્યાત કલાકાર શૈલેષ લોઢાએ આ સીરિયલને અલવિદા કહી દીધું હતું. જ્યારે શૈલેષ લોઢાએ શો છોડ્યો ત્યારે લોકો નવા તારક મેહતાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, તાજેતરમાં એક અપડેટ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, મેકર્સને શોના મુખ્ય કલાકાર તારક મેહતા માટે નવો ચેહરો મળી ચુક્યો છે. હા, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા સચિન શ્રોફ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં શૈલેષ લોઢાને રિપ્લેસ કરી શકે છે.

સચિન શ્રોફ એ લીધી શૈલેશ લોઢાની જગ્યા, અસિત મોદીએ કર્યું કંફર્મ: તમને જણાવી દઈએ કે આજતક સાથેની વાતચીતમાં શોના મેકર્સ અસિત મોદીએ આ વાતનો ખુલાસો કર્યો કે સચિન શ્રોફને શોમાં તારક મેહતાની ભુમિકા નિભાવવા માટે પસંદ કરવામાં આવ્યો છે અને તેણે શૂટિંગ શરૂ કરી દીધું છે. અસિત કુમાર મોદીએ કહ્યું કે, “હા અમે અમારા શોમાં સચિન શ્રોફને કાસ્ટ કર્યો છે. આ શોમાં શૈલેષ લોઢાની જગ્યાએ સચિન આવી રહ્યો છે. સચિને શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે કહ્યું કે જુઓ, આ 15 વર્ષની સફર છે, સ્પષ્ટ છે કે ઉતાર-ચઢાવ આવતા રહેશે. છેવટે, દર્શકો અમારી પ્રાથમિકતા છે. હું તેમને નિરાશ કરવા ઈચ્છતો નથી. અમારી પાસે એક ટીમ છે, સારા લેખકો અને નિર્દેશનની, તેથી આશા છે કે લોકો સચિનને ​​તારક મેહતાની ભુમિકામાં સ્વીકારશે.

તમને જણાવી દઈએ કે સચિન શ્રોફ ટીવીના એક પ્રખ્યાત અભિનેતા છે, જે “આશ્રમ” ઉપરાંત “ગમ હૈ કિસી કે પ્યાર મેં” માં પોતાની ભૂમિકા માટે પ્રખ્યાત છે. તે “કુમકુમ” ફેમ જુહી પરમારના પૂર્વ પતિ છે. બંનેએ એક સાથે રિયાલિટી શો ‘પતિ પત્ની ઔર વો’માં પણ ભાગ લીધો હતો.

તમને જણાવી દઈએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં દિલીપ જોશી, મંદાર ચંદવાડકર, મુનમુન દત્તા અને અન્ય ઘણા કલાકારો છે. આ શોમાં શૈલેષ લોઢા ઉપરાંત દિશા વાકાણીના દયાબેનના પાત્રના સમાચાર પણ ઘણા લાંબા સમયથી સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં શોમાં દયાનું પાત્ર નિભાવવા માટે કોઈ નવી અભિનેત્રી આવશે. પરંતુ હજુ સુધી આ રોલ માટે કોઈનું નામ ફાઈનલ થયું નથી.