મુકેશ અંબાણીના પડોશમાં રહે છે આ 5 અબજોપતિ, એન્ટિલિયાથી ઓછું નથી તેમનું ઘર

વિશેષ

દેશના સૌથી પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણી અવારનવાર ચર્ચામાં રહે છે. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેમની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ હેડલાઇન્સમાં રહે છે. આ ઉપરાંત તેમના ઘરમાં કામ કરતા નોકરોની પણ ખૂબ ચર્ચા થાય છે. આવી સ્થિતિમાં, તમે અંદાજ લગાવી શકો છો કે જે લોકો મુકેશ અંબાણીના પડોશી છે તેઓ પણ તેમનાથી ઓછા નહીં હોય.

હા.. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા જે દુનિયાનું સૌથી મોંઘું ઘર છે. આવી સ્થિતિમાં આ ઘરની પડોશમાં રહેતા વ્યક્તિ પણ અબજોપતિઓના લિસ્ટમાં શામેલ થઈ જાય છે. આટલું જ નહીં પરંતુ જે એરિયામાં મુકેશ અંબાણીનો પરિવાર રહે છે તે એરિયાને ‘રિચ એરિયા’ કહીએ તો પણ કંઈ ખોટું નહીં હોય. આજે અમે તમને જણાવીશું કેટલાક એવા અબજોપતિઓ વિશે જેઓ મુકેશ અંબાણીના પડોશી છે અને એન્ટિલિયાની આસપાસ તેમનું ઘર છે જેની કિંમત કરોડોમાં જણાવવામાં આવે છે.

રાણા કપૂર: આ લિસ્ટમાં પહેલું નામ છે ‘યસ બેંક’ના ફાઉંડર રાણા કપૂરનું. જણાવી દઈએ કે રાણા કપૂર કોઈ નાની સેલિબ્રિટી નથી, પરંતુ તે એક પ્રખ્યાત બિઝનેસમેન છે અને અબજોપતિઓના લિસ્ટમાં શામેલ છે. રાણા કપૂર અંબાણીના પડોશી છે જેમના કોમ્પ્લેક્સની કિંમત 128 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ તેમાં 6 અલગ-અલગ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ પણ છે. તેમના ઘરનું નામ ખુરશીદાબાદ છે. જણાવી દઈએ કે યસ બેંકની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી. આ બેંકની શરૂઆત રાણા કપૂરે અશોક કપૂર સાથે મળીને કરી હતી જે એક પ્રાઈવેટ બેંક છે.

નટરાજન ચંદ્રશેખરન: ‘ટાટા સન્સ’ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનું ઘર પણ મુકેશ અંબાણીના ઘરની નજીક જ છે. જણાવી દઈએ કે તેમણે 100 કરોડની કિંમત ચૂકવીને આ ઘર ખરીદ્યું છે. તેમનું આ ઘર ટાવરમાં 11મા અને 12મા માળે છે, જે ખૂબ જ લક્ઝરી છે. જણાવી દઈએ કે નટરાજન ચંદ્રશેખર પોતાના આખા પરિવાર સાથે આ ઘરમાં રહે છે.

હર્ષ જૈન: ડ્રિમ 11 વિશે તો તમે સાંભળ્યું જ હશે. હા.. એ જ ડ્રમ ડ્રીમ11 જેનો ક્રેઝ IPL દરમિયાન લોકોમાં વધુ જોવા મળે છે. જણાવી દઈએ કે ડ્રીમ 11ના ફાઉન્ડર હર્ષ જૈન પણ અંબાણી પરિવારની પાસે જ રહે છે. ખરેખર, જ્યાં એન્ટિલિયા બનેલું છે તેની નજીક જ ડ્રીમ11ના ફાઉંડર હર્ષ જૈનનું ઘર પણ છે. રિપોર્ટ મુજબ હર્ષ જૈનના ઘરની કિંમત 72 કરોડ આંકવામાં આવી છે. જણાવી દઈએ કે તે તેના પૂરા પરિવાર સાથે લક્ઝરી લાઈફ જીવે છે.

મોતીલાલ ઓસવાલ: મોતીલાલ ઓસવાલ પણ અબજોપતિઓના લિસ્ટમાં શામેલ છે અને તેમનું ઘર પણ અંબાણીના ઘરની બાજુમાં છે. રિપોર્ટનું માનીએ તો મોતીલાલ ઓસવાલના ઘરની કિંમત 33 કરોડ હોવાનું જણાવવામાં આવે છે. તે પોતાના પૂરા પરિવાર સાથે આ ઘરમાં રહે છે.

પ્રશાંત જૈન: JSW ગ્રુપ ઓફ કંપનીઝના CEO પ્રશાંત જૈન મુકેશ અંબાણીના પડોશી છે. ખરેખર, પ્રશાંત જૈને ગયા વર્ષે જ અહીં એક ડુપ્લેક્સ ખરીદ્યો છે, જેની કિંમત 45 કરોડથી વધુ છે. આ ડુપ્લેક્સમાં પ્રશાંત તેના આખા પરિવાર સાથે રહે છે.