હનીમૂન પર નિકળ્યા “નેહુપ્રીત”, દુબઈમાં કંઈક આ રીતે સજાવ્યો પોતાનો રૂમ, જુવો તસવીરો

બોલિવુડ

બોલીવુડમાં આ દિવસોમાં લગ્ન ચાલી રહ્યા છે. 24 ઓક્ટોબરે બોલીવુડ સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે લગ્ન કર્યાં હતા. આ લગ્ન આ વર્ષના સૌથી વધુ ચર્ચિત લગ્નમાંના એક રહ્યા છે. બંને છેલ્લા ઘણા સમયથી તેમના ગીત “નેહુ દા વ્યાહ” માટે ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યા હતા. પરંતુ ગીત રિલીઝ થયાના થોડા દિવસ પછી જ નેહાના લગ્ન થશે, તેવું કોઈએ વિચાર્યું ન હતું. જો કે બંને હવે હંમેશા માટે એકબીજાના થઈ ચુક્યા છે. બંનેનાં લગ્ન શીખ રિવાજોમાં ગુરુદ્વારામાં થયાં છે. તેમની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહી છે. તે જ સમયે, તાજેતરમાં આવેલા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ હવે હનીમૂન માટે રવાના થઈ છે.

સોશિયલ મીડિયા પર રોહનપ્રીત સિંહ અને નેહા કક્કરની કેટલીક તસવીરો સામે આવી છે, જેના પરથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બંને હવે હનીમૂનની તૈયારીઓ કરી રહ્યા છે. બંનેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરેલી તસવીરોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે બંને ભારતથી રવાના થઈ રહ્યા છે. ખરેખર, ઇન્સ્ટાગ્રામ પર બંનેએ એક સાથે એરપોર્ટ પર કેટલીક તસવીરો કેપ્ચર કરીને પોસ્ટ કરી છે, આ તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ સિવાય નેહાના પતિ રોહનપ્રીત સિંહે પણ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નેહાના કેટલાક વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં નેહા કક્કર કોફી પીતી જોવા મળી શકે છે. જણાવી દઈએ કે ફોટામાં જોવા મળેલ એરપોર્ટ મુંબઈ એરપોર્ટ છે. તો રોહનપ્રીતે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “સ્ટે સેફ.”

બીજી તરફ નેહાએ પણ આ પોસ્ટ પર પોતાના રિએક્શન આપ્યા છે. નેહાએ પણ પોતાના આ વીડિયોને તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. આ વીડિયો રાતોરાત ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દરેક બંનેને સારી મુસાફરીના અભિનંદન આપી રહ્યા છે. રોહનપ્રીત દ્વારા શેર કરેલા વીડિયો પરથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બંને દુબઈ હનીમૂન માટે જઈ રહ્યા છે. રોહનપ્રીતની પોસ્ટ પછી નેહાની એક ઇન્સ્ટા સ્ટોરી પણ સામે આવી છે, જેમાં તેણે તે રૂમની એક તસવીર શેર કરી છે જ્યાં તે બંને રહેવાના છે. તેણે સ્ટોરી સાથે હોટલના ઓફિશિયલ પેજને પણ ટેગ કર્યાં છે.

જો તમે તસવીરમાં જોશો તો તમે સમજી જશો કે આ કપલ હનીમૂન ને લઈને કેટલી એક્સાઈટેડ છે. કદાચ આ જ કારણ છે કે રોહનપ્રીતે નેહાની પસંદગીને ધ્યાનમાં રાખીને રૂમ શણગાર્યો છે. રૂમના ફ્લોર પર પણ ફૂલોથી ખાસ સજાવટ કરવામાં આવી છે. આ રૂમ દેખાવમાં ખૂબ જ સુંદર અને લક્ઝરી લાગી રહ્યો છે જે નેહુપ્રીત માટે એક સુંદર મેમરી બનશે.

Leave a Reply

Your email address will not be published.