સિંગર નેહા કક્કરને હતી આ ગંભીર બીમારી, તેના આ ખુલાસાથી તૂટી ગયું ચાહકોનું દિલ

બોલિવુડ

બોલિવૂડના ઘણા સિંગર એવા છે જે પોતાના અલગ અવાજ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે કોઇ પણ ગીત કેમ ન ગાય, તેના અવાજથી લોકો સિંગરની ઓળખ કરી જ લે છે. આવી જ એક સિંગર નેહા કક્કર છે, જેના અવાજમાં એક અલગ જ જાદુ છે. પોતાના અવાજના જાદુથી તે લોકોને પોતાના દિવાના બનાવી ચુકી છે.

નેહા કક્કર ગરીબી જોયા પછી આ જગ્યા સુધી પહોંચી છે જ્યાં પહોંચવું લોકો માટે એક સપનું છે. શું તમે જાણો છો કે સિંગર એક ગંભીર બીમારીનો સામનો કરી રહી હતી. તેનો ખુલાસો તેણે ગયા વર્ષે કર્યો હતો. બીમાર હોવાની જાણ થતાં તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ચાહકોના દિલ તૂટી ગયા હતા. ચાલો જાણીએ તેને કઈ બીમારી હતી.

દેશભરમાં સૌથી વધુ છે સિંગર નેહાના ફોલોવર: નેહા કક્કર એક સમયે નાના-મોટા જાગરાતોમાં ગાતી હતી. તે અહીં ગીત ગાઈને પોતાનું ઘર ચલાવતી હતી. ગરીબીમાં ઉછરેલી નેહાએ પોતાના દમ પર એક અલગ ઓળખ બનાવી છે. આજે તેની પાસે કરોડોની સંપત્તિથી લઈને ખ્યાતિ બધું જ છે. આવું તેણે પોતાની સિંગિંગના આધારે કર્યું છે. તેના ભાઈ અને બહેન પણ સિંગર છે.

નેહાની લોકપ્રિયતા એટલી છે કે પૂરા ભારતમાં જો કોઈ સિંગરની ફેન ફોલોઈંગની વાત કરીએ તો નેહાની સૌથી વધુ છે. નેહાને સોશિયલ મીડિયા પર લગભગ 7 કરોડ લોકો ફોલો કરે છે. તેના માટે તેણે તાજેતરમાં જ સેલિબ્રેશન પણ કર્યું હતું. આ સાથે પોતાના ચાહકોનો પણ આટલો પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો.

રોહનપ્રીત સિંહને બનાવ્યા હમસફર: નેહા કક્કર ભલે સિંગિંગમાં ખૂબ સફળ રહી હોય પરંતુ તે તેના પહેલા પ્રેમમાં નિષ્ફળ થઈ હતી. તેનું હિમાંશ કોહલી સાથે અફેર ચાલી રહ્યું હતું. જોકે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. આ કારણે નેહાનું દિલ પણ તૂટી ગયું હતું. તે ઘણી વખત રડતા પણ જોવા મળી હતી. હિમાંશથી દૂર જવાના દુ:ખમાં તે અંદરથી તૂટી ગઈ હતી.

જો કે તેનું દુ:ખ દૂર કરવા માટે પંજાબી મુંડો સામે આવ્યો. સિંગર રોહનપ્રીત સિંહની નેહા સાથે મિત્રતા થઈ. ત્યાર પછી રોહને સિંગરને લગ્ન માટે પ્રપોઝ કર્યો. નેહા તેમને ના ન પાડી શકી અને ખુશીથી રોહનને તેના સાથી તરીકે પસંદ કર્યો. આજે બંને ખૂબ સારી રીતે જીવે છે. બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.

જાણો કઈ ગંભીર બીમારી થઈ ગઈ હતી: નેહા કક્કર ખૂબ હસમુખ દેખાય છે પરંતુ તે પણ એક એવી બીમારીનો શિકાર થઈ ગઈ હતી જે ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. તેણે ગયા વર્ષે જ ચાહકોને જણાવ્યું હતું કે તેને થાઈરોઈડની બિમારી થઈ ગઈ હતી. આ બીમરીને કારણે, ચયાપચય ખૂબ જ ડિસ્ટર્બ થાય છે. સાથે જ તેને એંગ્જાઈટીની સમસ્યા પણ હતી.

તેણે જણાવ્યું હતું કે આ બીમારીઓનું કારણ ચિંતા અને તણાવ હતું. સિંગરે પોતાના ચાહકોને જણાવ્યું હતું કે તેણે પણ પોતાના જીવનમાં ઘણા તણાવ અને ચિંતાનો સામનો કર્યો છે. તેની બીમારી વિશે જાણ્યા પછી ચાહકોના દિલ તૂટી ગયા હતા. તેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, સિંગરે પોતાનું નવું ગીત ‘લા લા લા’ રિલીઝ કર્યું છે. તેમાં તેનો પતિ રોહન પણ છે.